• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Government Gets Rs.14,500 Crore From BHARAT 22 ETF

સરકારે ભારત-22 ETFમાંથી મેળવ્યા રૂ.14,500 કરોડ, ઓફરને મળ્યો જોરદાર રીસ્પોન્સ

સરકારે ભારત-22 ETFમાંથી મેળવ્યા રૂ.14,500 કરોડ, ઓફરને મળ્યો જોરદાર રીસ્પોન્સ

નવી દિલ્હીઃ ભારત-22 એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઇટીએફ)ને રોકાણકારોનો સારો રીસ્પોન્સ મળ્યો છે. સરકારને આ ઓફરમાં રૂ.14,500 કરોડનું ભંડોળ એકઠું કરવામાં સફળતા મળી છે. આ ફંડમાં 22 કંપનીઓના શેર છે. જોકે, આ ફંડના લોન્ચિંગ દરમિયાન 8000 કરોડ રૂપિયા એકઠાં કરવાની જાહેરાત હતી. 

 

દરેક સેગમેન્ટમાંથી મળી વધુ બિડ


ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટના સેક્રેટરી નીરજ ગુપ્તાએ જણાવ્યું કે સરકારે આ ફંડમાં 14,500 કરોડ રૂપિયા રીટેન કરવાનો નિર્ણય કર્યો છે. સરકારને આ ફંડ માટે આશરે 32,000 કરોડ રૂપિયાની બિડ મળી છે. આ બિડમાં આશરે એક તૃતિયાંશ હિસ્સો એફઆઇઆઇનો છે. આ ફંડમાં દરેક કેટેગરી માટે હિસ્સો નિશ્ચિત હતો. તેમાં રીટેલ હિસ્સો 1.45 ગણો, રીટાયર્મેન્ટ ફંડનો હિસ્સો 1.50 ગણો અને એનઆઇઆઇ તથા ક્યુઆઇબીના હિસ્સા 7 ગણા ઓવરસબસ્ક્રાઇબ થયા છે.

 
BHARAT 22 ETF  રીટેલ ઇન્વેસ્ટર્સ માટે 15 નવેમ્બરે ખુલ્યો હતો અને 17 નવેમ્બરે બંંધ થયો હતો. આ ઇટીએફ મારફત સરકારની 8,000 કરોડ એકત્ર કરવાની યોજના હતી. આ ફંડનું સંચાલન આઇસીઆઇસીઆઇ પ્રુડન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ કરી રહ્યું છે.
 
આ ફંડમાં 22 કંપનીઓના શેરો હશે

ભારત 22 ઇટીએફમાં કુલ 22 કંપનીઓના શેરો છે, જેમાં કેન્દ્ર સરકારની કંપનીઓ, એસયુયુટીઆઇ અને પીએસયુ બેન્કો સામેલ છે. ઇટીએફમાં ઓએનજીસી, આઇઓસી, એસબીઆઇ, બીપીસીએલ, કોલ ઇન્ડિયા અને નાલ્કો છે. અન્ય કંપનીઓમાં NBCC, NTPC, NHPC, SJVNL, GAIL, PGCIL, NLC ઇન્ડિયા, ભારત ઇલેક્ટ્રોનિક્સ સહિત એન્જિનિયર્સ ઇન્ડિયા સામેલ છે. તેમાં ત્રણ સરકારી બેન્કો એસબીઆઇ, ઇન્ડિયન બેન્ક અને બેન્ક ઓફ બરોડા પણ સામેલ છે. તે ઉપરાંત તેમાં SUUTI (સ્પેશિફાઇડ અન્ડરટેકિંગ ઓફ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા)માં સામેલ 3 કંપનીઓ એક્સિસ બેન્ક, આઇટીસી અને એલએન્ડટી સામેલ છે.
 
રીટેલ ઇન્વેસ્ટર્સને 3 ટકા છૂટ, ડીમેટ એકાઉન્ટથી થઇ શકશે રોકાણ

- જે લોકો પાસે ડીમેટ એકાઉન્ટ છે તેઓ તેમાં રોકાણ કરી શકે છે. અહીં રીટેલ ઇન્વેસ્ટર ઓછામાં ઓછા 5,000 રૂપિયાથી લઇને 2 લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકે છે. એનએફઓ દરમિયાન રોકાણ કરવા પર એન્ટ્રી લોડ આપવો નહિ પડે. તે ઉપરાંત તેમાં રીટેલ ઇન્વેસ્ટર્સને 3 ટકા છૂટ પણ મળશે.
- આ ફંડમાં એકત્ર નાણાંને સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસ (સીપીએસઇ), પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ (પીએસયુ) અને સ્પેશિફાઇડ અન્ડરટેકિંગ ઓફ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (SUUTI)ના 22 શેરોમાં લગાવવામાં આવશે.
- આ એનએફઓમાં રોકાણકારોની કેટેગરીમાં એન્કર રોકાણકારો માટે 25 ટકા, એન્કર સિવાયના રોકાણકારો એટલે કે રીટેલ માટે 25 ટકા, રીટાયરમેન્ટ ફંડ માટે 25 ટકા, કયુઆઇબી અને એનઆઇઆઇ માટે 25 ટકા હિસ્સો રાખવામાં આવ્યો છે.
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: government gets Rs.14,500 crore from BHARAT 22 ETF
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.