• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Sensex Slipped 144 Points Due To Selling In PSU Bank Stocks, PNB Crashed 10%

બેન્ક શેરોમાં વેચવાલીથી સેન્સેક્સ 144 અંક ઘટ્યો, પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 5% તૂટ્યો

બેન્ક શેરોમાં વેચવાલીથી સેન્સેક્સ 144 અંક ઘટ્યો, પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 5% તૂટ્યો

બિઝનેસ ડેસ્કઃ રિઝર્વ બેન્ક દ્વારા બેન્કોમાં વધેલી એનપીએની સમસ્યાને નિવારવા માટે આચરેલા કડક વલણથી બેન્ક શેરોમાં બુધવારે જોરદાર વેચવાલીના પગલે બજાર ઘટ્યું હતું. દિવસ ભર ચડઉતરના અંતે સેન્સેક્સ 144 પોઇન્ટ ઘટીને 34,156 પર બંધ રહ્યો છે. જ્યારે નિફ્ટી 39 અંક ઘટીને 10,500.90 પર બંધ આવ્યો છે. વળી, પીએનબીમાં 11,300 કરોડ રૂપિયાના ફ્રોડના સમાચારથી ખાસ કરીને શેર 10 ટકા તૂટ્યો હતો અને સરકારી બેન્કોમાં વેચવાલીથી પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 5 ટકા તૂટ્યો છે. સવારે ખુલતામાં સેન્સેક્સ 136 અંક અને નિફ્ટી 46 અંક વધ્યા હતા.

 

શેર 10 ટકા તૂટતા રોકાણકારોને રૂ.3,800 કરોડનું નુકસાન


પંજાબ નેશનલ બેન્કની મુંબઇ શાખામાં રૂ.11,300 કરોડની છેતરપીંડીના સમાચાર પછી પીએનબીના શેરમાં જોરદાર વેચવાલી આવતા પીએનબીનો શેર ગઇકાલના બંધ ભાવથી 10.48  ટકા તૂટીને રૂ.144.75ની તળિયે અડ્યા પછી અંતે 9.81 ટકા ઘટીને રૂ.145.80 પર બંધ રહ્યો છે.
- પીએનબીના શેરમાં 10 ટકાના તીવ્ર ઘટાડાથી રોકાણકારોની સંપત્તિ એક જ દિવસમાં રૂ.3,800 કરોડ વધુ કરોડ ધોવાઇ છે.
- બેન્ક સાથે થયેલા ફ્રોડની રકમ પીએનબીના શેરની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન રૂ.36000 કરોડના ત્રીજા ભાગની છે. એટલું જ નહિ, પીએનબીની કુલ લોન બૂક રૂ.4.5 લાખ કરોડ (ડિસેમ્બર 2017 સુધી)ના 2.55 ટકા જેટલી છે.

 

પીએસયુ બેન્કો, એફએમસીજી, ઓટોમાં ઘટાડો જ્યારે એનર્જી અને ઇન્ફ્રા વધ્યા


માર્કેટમાં વિસ્તૃત વેચવાલીના કારણે મોટા ભાગના સેક્ટર્સ ઘટ્યા છે. પીએસયુ બેન્ક ઇન્ડેક્સ સૌથી વધુ 4.78 ટકા ગબડ્યો છે. પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સ પણ 1.16 ટકા ઘટ્યો હતો. તેના પગલે બેન્ક નિફ્ટી 1.40 ટકા ઘટી ગયો છે. ઉપરાંત ફાર્મા 0.97 ટકા, એફએમસીજી 0.51 ટકા, ઓટો 0.26 ટકા અને મીડિયા 0.42 ટકા ઘટ્યા છે. જોકે, એનર્જી અને ઇન્ફ્રા 0.36 ટકા તથા રીયલ્ટી 0.34 ટકા વધ્યા છે.

 

આઇસીઆઇસીઆઇ બેન્ક, એસબીઆઇ, એક્સિસ બેન્ક, ટીસીએસ ઘટ્યા જ્યારે રિલાયન્સ વધ્યો


સેન્સેક્સના 30માંથી 19 શેરો ઘટ્યા છે તેમાં આઇસીઆઇસીઆઇ બેન્ક, એસબીઆઇ, એક્સિસ બેન્ક, ટીસીએસ, યસ બેન્ક, આઇટીસી અને સન ફાર્મા 4.4 ટકાથી 1.15 ટકા ઘટ્યા છે. ઉપરાંત ઓએનજીસી, એનટીપીસી, મારુતિ, ડો રેડ્ડી, હીરોમોટોકોર્પ, ઇન્ફોસીસ, ટાટા સ્ટીલ પણ ઘટ્યા છે. જ્યારે રિલાયન્સ 1.94 ટકા, કોલ ઇન્ડિયા 2.47 ટકા, ભારતી 1.76 ટકા, ટાટા મોટર્સ 1.18 ટકા, એલએન્ડટી અને એચડીએફસી આશરે 0.48 ટકા વધ્યા છે.

(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sensex slipped 144 points due to selling in PSU bank stocks, PNB crashed 10%
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.