• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Infosys Announces Better Result With Profit Growth Of 38% And Stable Guidance

ઇન્ફોસીસનો ડિસેમ્બર ક્વાર્ટરમાં નફો 38% વધીને રૂ.5,129 કરોડ થયો, ગાઇડન્સ રાખ્યું યથાવત

ઇન્ફોસીસનો ડિસેમ્બર ક્વાર્ટરમાં નફો 38% વધીને રૂ.5,129 કરોડ થયો, ગાઇડન્સ રાખ્યું યથાવત

નવી દિલ્હીઃ દેશની બીજા નંબરની આઇટી કંપની ઇન્ફોસીસનું પરિણામ અનુમાન કરતા સારું જાહેર થયું છે. ડિસેમ્બર 2017માં પૂરા થયેલા ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો 33 ટકા વધીને રૂ.5,129 કરોડ થયો છે. જ્યારે બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો રૂ.3,726 કરોડ હતો. કંપનીએ નાણાકીય વર્ષ 2018 માટે એબિટડા માર્જિન ગાઇડન્સ 23-25 ટકા પર યથાવત રાખ્યું છે. કંપની કહે છે કે ટેક્સ ખર્ચમાં ઘટાડો થવાથી કંપનીને લાભ વધ્યો છે.

 

પરિણામ પર એક નજર


- ડોલરમાં રેવન્યુ 1 ટકા વધીને રૂ.276 કરોડ થઇ છે.
- કંપનીની આવક રૂ.17,794 કરોડ થઇ છે.
- ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો એબિટડા રૂ.4,319 કરોડ રહ્યો છે.
- કંપનીએ સમગ્ર વર્ષ માટે કોન્સ્ટન્ટ કરન્સી રેવન્યુ ગ્રોથ ગાઇડન્સ 5.5 ટકાથી 6.5 ટકા અને એબિટડા માર્જિન ગાઇડન્સ 23-25 ટકા પર યથાવત રાખ્યું છે.

 

ઇન્ફોસીસના સીઇઓ અને એમડી સલિલ પારેખ કહે છે કે ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનું પ્રદર્શન મજબૂત રહ્યું છે. કંપનીએ ત્રિમાસિક અને વાર્ષિક બંને ધોરણે સારો ગ્રોથ બતાવ્યો છે.

(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Infosys announces better result with profit growth of 38% and stable guidance
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.