• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Good Opportunity To Invest Now, These Midcap Stocks Can Give Up To 50% Return

તેજીમાં ચૂકી ગયા હો તો આ શેરોમાં તક, મળી શકે છે 50 ટકા સુધી ટકા રીટર્ન

બિઝનેસ ડેસ્કઃ બજેટ પછીના દિવસોમાં આવેલી વેચવાલીથી શેરબજારોમાં કરેક્શન (ઘટાડો) આવ્યો છે અને લાર્જ કેપ શેરોની સાથે મિડકેપ તેમજ સ્મોલકેપ શેરોમાં મોટો ઘટાડો આવ્યો છે. એનએસઇનો નિફ્ટી 5 ટકા ઘટ્યો છે તો નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 10 ટકા ગબડ્યો છે.
આ શેરો 15 ટકા કે તેથી વધુ ગબડ્યા છે, તેથી કાણકારોમાં ગભરાટ છે. પરંતુ બજારના જાણકારો માને છે કે સારા ફંડામેન્ટલ્સ ધરાવતા અનેક શેરોમાં હવે રોકાણની તક છે. 

 

ઊંચુ વળતર જોઇતું હોય તો ખરીદો મિડકેપ શેરો


બજારો ટોચના સ્તરો પહોંચ્યા હતા ત્યારે અનેક મિડકેપ શેરો પણ ઘણી ઊંચી સપાટીઓ પર હોવાથી શેરોમાં રોકાણ કરવાનું જોખમી બન્યું હતું. પરંતુ બજારમાં આવેલા ઘટાડા પછી મિડકેપ શેરોમાં રોકાણની તક આવી છે. વળી, તેમની પસંદગી પણ ઓછી જોખમી થઇ છે. માર્કેટ એક્સપર્ટના મતે, જો તમે શેરોમાં ઊંચા વળતરથી સંપત્તિ સર્જન કરવા ઇચ્છતા હો તથા સાથે તમારી જોખમ લેવાની ક્ષમતા અને ધીરજ હોય તો મિડકેપ શેરોમાં સારી તક છે. 

 

બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસ્વાલની પસંદગીના શેરો


અગ્રણી બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસ્વાલ જણાવે છે કે બજારમાં તાજેરમાં આવેલા કરેક્શન પછી મિડકેપ શેરો તેમની ઊંચી કિંમતોથી થોડા નીચા આવ્યા છે અને તેમાં રોકાણની આકર્ષક તક બની છે. જોકે, બ્રોકરેજ હાઉસ માર્કેટમાં વધુ ઘટાડાની શક્યતાને સ્વીકારે છે પરંતુ તે માને છે કે નાણાકીય વર્ષ 2019 માટે અમારા અર્નિંગ રીકવરી થીસીસ અનુસાર, આ કરેક્શન કેટલાક ક્વોલિટી શેરોને ખરીદવાની સારી તક આપી રહ્યું છે.

 

બ્રોકરેજ હાઉસ કહે છે કે, `કિંમતની બાબતમાં અમે એવા નામ સૂચવી રહ્યા છે કે જે પ્રમાણમાં ઓછા જાણીતા છે પરંતુ તેમના ડામનેમિક્સ અનુકૂળ બની રહ્યા છે અને અન્ય એવા શેરો કે જે સેક્ટર કરતા પ્રમાણમાં મોટા ડિસ્કાઉન્ટમાં નીચી કિંમતે મળી રહ્યા છે.'

 

આગળ વાંચો... આ મિડકેપ શેરો આપી શકે છે 49 ટકા સુધી વળતર

 

આ પણ વાંચો...  આ નહિ કરો તો મ્યુચ્યુઅલ ફંડમાં ફસાઇ શકે છે તમારા નાણાં, થઇ જાવ એલર્ટ

(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: good opportunity to invest now, these midcap stocks can give up to 50% return
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.