• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Sensex And Nifty Closed Weak After Reaching New All Time High Levels

સેન્સેક્સ અને નિફ્ટી નવી રેકોર્ડ ઊંચાઇ નોંધાવ્યા પછી ઘટ્યા, PSU બેન્ક શેરોમાં વેચવાલી

સેન્સેક્સ અને નિફ્ટી નવી રેકોર્ડ ઊંચાઇ નોંધાવ્યા પછી ઘટ્યા, PSU બેન્ક શેરોમાં વેચવાલી

અમદાવાદઃ બિઝનેસ ડેસ્કઃ ભાજપની ગુજરાતમાં જીત પછી સતત ચાલુ રહેલી તેજી બુધવારે બેન્ચમાર્ક નિર્દેશાંકોએ નવી સર્વોચ્ચ સપાટી બનાવી હતી. જોકે, તે પછી પ્રોફિટ બુકિંગથી ઘટાડો આવતા તેજી અટકી હતી. સેન્સેક્સ સેશન દરમિયાન વધીને 33,956.31ની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. પરંતુ પછી વોલેટાઇલ ટ્રેડ કરીને અંતે 59.36 અંક અથવા 0.18% ટકા ઘટીને 33,777.38 પર બંધ રહ્યો છે. નિફ્ટી પણ ઉપર 10,494.45ની નવી ઊંચી સપાટી બનાવીને અંતે 19 ઘટીને વધીને 10,444.20 પર બંધ આવ્યો છે.

 

સરકારી બેન્ક શેરોમાં વેચવાલી, પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 1.16 ટકા ઘટ્યો


બેન્ક ઓફ ઇન્ડિયાની એનપીએ વધતા આરબીઆઇએ તેના પર નિયંત્રણો મૂક્યાના સમાચારથી તેના શેરમાં વેચવાલી આવી હતી. બેન્ક ઓફ ઇન્ડિયાનો શેર 5 ટકા ગબડ્યો હતો. તેના પગલે અન્ય પીએસયુ શેરો પણ ઘટ્યા હતા. એનએસઇમાં પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 1.16 ટકા ઘટ્યો હતો. બેન્ક ઓફ ઇન્ડિયા, પીએનબી, સેન્ટ્રલ બેન્ક, આંધ્રા બેન્ક, કેનેરા બેન્ક, સિન્ડિકેટ બેન્ક અને એસબીઇ સહિતના શેરો 5 ટકાથી 0.58 ટકા વચ્ચે ઘટ્યા હતા.

(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sensex and Nifty closed weak after reaching new all time high levels
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.