• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Forex» Govt Hikes ATM Withdrawal Limit To 2500 Rupees Per Day: PM Modi Review Meeting

આજથી ATMમાંથી મળશે 500 અને 2000ની નવી નોટ, જરૂરી સેવાઓ પરની છૂટ વધુ 10 દિવસ ચાલશે

આજથી ATMમાંથી મળશે 500 અને 2000ની નવી નોટ, જરૂરી સેવાઓ પરની છૂટ વધુ 10 દિવસ ચાલશે
નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં ઘણા એટીએમમાં આજથી 500 અને 2000 રૂપિયાની નવી નોટ મળવા લાગી છે. દેશમાં એટીએમમાં પહેલી નોટ ભોપાલમાં રામચંદ્ર રાવ નામના એક વ્યક્તિને મળી છે. જયારે સરકારે 500 અને 100 રૂપિયાની જૂની નોટને જરૂરી સેવાઓ માટે 24 નવેમ્બર અડધી રાત સુધી વેલિડ રાખી છે. એટલે કે હવે હોસ્પિટલો, મેટ્રો સ્ટેશનો, સ્મશાન ઘાટ, દવાની દુકાનો, પેટ્રોલ પંપોમાં આગામી 10 દિવસ 500 અને 1000 રૂપિયાની જૂની નોટો સ્વીકારવામાં આવશે.
 
એટીએમ ટ્રાન્ઝેકશન પર નહીં લાગે ટ્રાન્ઝેકશન ચાર્જ
 
બીજી તરફ સરકારે બેન્કો દ્વારા ઓનલાઈન ટ્રાન્ઝેકશન પર ચાર્જ રદ કર્યો છે. જયારે આરબીઆઈએ 30 ડિસેમ્બર સુધી બેન્ક કસ્ટમર્સ માટે એટીએમથી ટ્રાન્ઝેકશન સંપૂર્ણ રીતે ફ્રી કરી દીધુ છે. જે બેન્કમાં કસ્ટમરનું એકાઉન્ટ છે તે બેન્કના એટીએમની સાથે બીજી બેન્કના એટીએમ પર પણ આ નિયમ લાગૂ થશે અને 30 ડિસેમ્બર સુધી ટ્રાન્ઝેકશન કોઈ પણ ચાર્જ વગર કરી શકાશે.
 
સરકારે બનાવી ટાસ્કફોર્સ
 
ડેપ્યુટી ગવર્નરના નેતૃત્વમાં સરકારે ટાસ્ક ફોર્સની રચના કરી છે. ટાસ્ક ફોર્સ બેન્કો અને અન્ય સંબધિત એજન્સીઓની સાથે મળીને કામ કરશે. ઈકોનોમિક અફેર્સ સેક્રેટરી શકતિકાન્ત દાસે પીએમ મોદીની રવિવારે રાતે થયેલી રિવ્યૂ મિટિંગમાં થયેલા નિર્ણયની જાણકારી સોમવારે રાતે આપી હતી.
 
રૂરલ એરિયામાં વધળે કેશ ફલો
 
દાસે જણાવ્યું હતું કે, સરકારે રૂરલ એરિયામાં કેશની ઉપલબ્ઘતા વધારવા માટે બેન્કિંગ કોરસપોન્ડન્ટને બેન્કમાંથી કેશ લેવાની લિમિટ વધારીને 50 હજાર રૂપિયા કરી છે. સાથે જ બેન્કિંગ કોરસપોન્ડન્ટ બેન્કમાંથી એક દિવસમા ઘણીવાર કેશ લઈ શકશે.
 
ઓનલાઈન ટ્રાન્ઝેકશનનો ચાર્જ દૂર કરાયો
 
શકતિકાન્ત દાસે જણાવ્યું છે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને ઓનલાઈન ટ્રાન્ઝેકશન પરથી ચાર્જ ખત્મ કરવા માટે કહેવામાં આવ્યું છે. દાસે જણાવ્યું છે કે ડેબિટ-ક્રેડિટ કાર્ડ પર ટ્રાન્ઝેકશન ફીસ હટાવવામાં આવી છે. 
 
નાના કારોબારીઓને રાહત
 
- દાસે જણાવ્યું કે નાના કારોબારીઓને રાહત આપવા માટે કરન્ટ એકાઉન્ટમાંથી પૈસા ઉઠાવવા માટેની લિમિટ 50,000 રૂપિયા કરવામાં આવી છે.
- આ કારણે નાના કારોબારીઓ માટે વર્કસે પેમેન્ટ કરવાની સુવિધા રહેશે.
કેશ નિકાળવાની લિમિટ વધી 
- ઈકોનોમિક અફેર્સ સેક્રેટરી શકિતકાન્ત દાસે જણાવ્યું કે હોસ્પિટલો, પેટ્રોલ પંપો, રેલ્વે સ્ટેશનો અને એરપોર્ટ પર 500 અને 1000ની જૂની નોટના ચલણની સમય સીમા 14 નવેમ્બરથી વધારીને 24 નવેમ્બર સુધી કરવામાં આવી છે.
- દાસે જણાવ્યું છે કે, દેશના તમામ ટોલ પર 24 નવેમ્બર સુધી કોઈ ટેકસ પણ નહી લેવામાં આવે.
 
3 લાખ કરોડ થયા જમા
 
- ફાઈનાન્સ મિનિસ્ટ્રીના જણાવ્યા અનુસાર, નોટ બેન પહેલા ચાર દિવસ (13 નવેમ્બરે સાંજે 5 વાગ્યા સુધી) બેન્કિંગ સિસ્ટમમાં 3 લાખ કરોડ રૂપિયા 500 અને 1000 રૂપિયાની જૂની નોટો જમા થઈ છે.
- લગભગ 50,000 કરોડ રૂપિયા કસ્ટમર્સને એટીએમ કે એકાઉન્ટમાંથી વિડ્રોઅલના રૂપમાં ઈસ્યુ કરવામાં આવ્યા છે.
- છેલ્લા ચાર દિવસમાં બેન્કિંગ સિસ્ટમમાં લગભગ 18 કરોડનું ટ્રાન્ઝેકશન થયું છે.
 
નાની મોટી તમામ નોટ આપે બેન્ક, પોસ્ટ ઓફિસ
 
- ફાઈનાન્સ મિનિસ્ટ્રીના જણાવ્યા અનુસાર, બેન્કો અને પોસ્ટ ઓફિસો પર તમામ મૂલ્ય વર્ગ એટલે કે નાના-મોટા તમામ નોટો આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.
- રાજયોના ચીફ સેક્રેટરીને એ તમામ રૂરલ એરિયાની ઓળખ કરવાનું પણ કહેવામાં આવ્યું છે જયા કેશનો પ્રોબ્લેમ છે.
 
ચેક ન લે હોસ્પિટલ તો ડીએમને કરો ફરિયાદ
 
- ફાઈનાન્સ મિનિસ્ટ્રીના જણાવ્યા અનુસાર, કેટલીક જગ્યાઓ પર કેટલાક બિઝનેસ જેવા કે હોસ્પિટલ, કેટરર્સ, ટેન્ટ હાઉસ ચેક, ડિમાન્ડ ડ્રાફટ અને ઓનલાઈન પેમેન્ટ ટ્રાન્સફર કસ્ટમર્સ પાસેથી સ્વીકારી રહ્યાં નથી.
- એવામાં કસ્ટમર તેમની ફરિયાદ ડિસ્ટ્રિકટ મજિસ્ટેટ કે ડિસ્ટ્રીકટ એડમિનિસ્ટ્રેશનને કરી શકે છે.
 
આરબીઆઈએ કહ્યું કે પર્યાપ્ત કેશ, વારંવાર પૈસા ન નિકાળો
 
- રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રવિવારે નિવેદન આપીને જણાવ્યું કે રોકડની કોઈ કમી નથી. નાની નોટ પણ પર્યાપ્ત માત્રામાં છે. લોકો એ ગભરાવાની જરૂર નથી, તેના બદલે ધીરજ રાખવી જોઈએ.
- રિઝર્વ બેન્કે કહ્યું કે બેન્ક અને એટીએમમાં વાર-વાર કેશ ન નિકાળો, તેની કોઈ જરૂરિયાત નથી. કેશ જમા ન કરો.
 
એટીએમને ચાલુ થતા લાગશે 21 દિવસઃ જેટલી
 
- ફાઈનાન્સ મિનિસ્ટર અરૂણ જેટલી એ શનિવારે કહ્યું હતું કે તમામ એટીએમ ચાલુ થતા 2-3 સપ્તાહ લાગશે.
- જેટલી એ અસુવિધા માટે અફસોસ વ્યકત કર્યો અને કહ્યું કે નોટ જમા કરાવવાની સમય સીમા 30 ડિસેમ્બરથી આગળ વધારવામાં આવશે નહિ.
- સામન્ય રીતે બીજી બેન્કોના એટીએમમાંથી મહિનામાં 5 વાર વગર ચાર્જે પૈસ નીકાળી શકાય છે. બાદમાં ચાર્જ લાગે છે. જોકે હવે બેન્કો એ 30 ડિસેમ્બર સુધી એટીએમમાંથી અનલિમિટેડ ટ્રાન્ઝેકશન ફ્રી કર્યું છે.
(Forex Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Govt Hikes ATM Withdrawal Limit To 2500 Rupees Per Day: PM Modi Review Meeting
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.