• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Commodity »Agri» Rain Is More Than Normal In Country Till 1st Jun, Pre-Monsoon Rain Likely In Gujarat

1 જૂન સુધીમાં દેશમાં સામાન્યથી વધુ વરસાદ, ગુજરાતમાં રવિવારથી પ્રી-મોન્સૂન વર્ષા સંભવ

નવી દિલ્હીઃ આ વર્ષે નેઋત્યનું ચોમાસુ સામાન્ય રહેવાની આશા વધી ગઇ છે. હવામાન ખાતા અનુસાર, અલનીનોની અસર ઓછી રહેવાના સંકેત છે. ચોમાસુ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2-3 દિવસમાં ચોમાસુ તામિલનાડુના અનેક ભાગોને આવરી લઇ શકે છે. જ્યારે રવિવાર સુધીમાં ગુજરાતમાં પ્રી-મોન્સૂન વરસાદ થવાની શક્યતા છે.
 
રવિવાર સુધીમાં ગુજરાતમાં પ્રી-મોન્સૂન વરસાદની શક્યતા
 
પ્રાઇવેટ સંસ્થા સ્કાય મેટના જણાવ્યા અનુસાર, ગુજરાતના દક્ષિણ અને મધ્ય હિસ્સામાં રવિવારથી પ્રી-મોન્સૂન વરસાદ શરૂ થઇ શકે છે. જોકે, સ્કાયમેટે કહ્યું છે કે વરસાદનું પ્રમાણ જુદું જુદું હોઇ શકે છે. રાજકોટમાં આખા મહિનાના સરેરાશ વરસાદની સરખામણીમાં અડધો વરસાદ થઇ ચૂક્યો છે. સ્કાય મેટ અનુસાર અમદાવાદ, રાજકોટ, અલ્હાબાદ, વારાણસીમાં 15 જૂનથી 17 જૂન વચ્ચે વરસાધ શરૂ થઇ શકે છે.
 
પહેલી જૂન સુધીમાં સામાન્ય કરતા વધુ વરસાદ
 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પહેલી જૂને દેશમાં 3.9 મીમી વરસાદ નોંધાયો છે. આ સામાન્યથી 44 ટકા વધારે છે. જ્યારે 31 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 19.3 મીમી વરસાદ નોંધાયો હતો, જે સામાન્ય કરતા 17 ટકા વધારે હતો. એટલે કે આ દરમિયાન 1 જૂન સુધીમાં દેશમાં સામાન્ય કરતા આશરે 21 ટકા વધારે વરસાદ થઇ ચૂક્યો છે. હવામાન વિભાગે મેમાં જણાવ્યું હતું કે આ વર્ષે અનુમાન કરતા વધારે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગનું પહેલું અનુમાન 96 ટકા વરસાદ પડવાનું હતું. મેમાં જ વિભાગે જાહેર કર્યું કે અલ નીનોની અસર ઘટવાના કારણે આ વર્ષે વરસાદ અગાઉના અનુમાન કરતા સારો પડી શકે છે. મોસમ વિભાગ આગામી સપ્તાહમાં વરસાદ અંગે અનુમાન જાહેર કરશે.
 
8થી 10 જૂન સુધીમાં મુંબઇમાં પહોંચી શકે છે વરસાદ

આ વર્ષે મુંબઇમાં પણ ચોમાસુ સમય કરતા વહેલુ પહોંચી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસુ મુંબઇ સુધી 8થી 10 જૂન વચ્ચે પહોંચી શકે છે. જ્યારે સામાન્ય રીતે મુંબઇમાં ચોમાસાનો વરસાદ 10 જૂન સુધીમાં પહોંચે છે. ગયા વર્ષમાં ચોમાસામાં વિલંબ જોવા મળ્યો હતો અને મુંબઇમાં વરસાદ 20 જૂન સુધીમાં પહોંચ્યો હતો. મુંબઇ અને તેની આસપાસના વિસ્તારોમાં દિવસના તાપમાન મોટો ફેર નથી. જોકે, પ્રી-મોન્સૂન છૂટાછવાયા વરસાદથી રાત્રે તાપમાનમાં ઘટાડો જોવા મળે છે.
(Commodity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Rain is more than normal in country till 1st jun, pre-monsoon rain likely in Gujarat
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.