• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Commodity »Gold Silver» Old Import In India Decreased By 24% To 146 Tons In July To September

ભારતમાં સોનાની માંગ 24% ઘટીને 146 ટન થઈ, રોકાણ પણ 23% ઘટ્યું

નવી દિલ્હીઃજુલાઇથી સપ્ટેમ્બર દરમિયાન ભારતમાં સોનાની માગમાં ઘટાડો થયો છે. આ દરમિયાન સોનાની માગ 24 ટકા ઘટીને 145.9 ટન થઇ હતી. 2016ના ત્રીજા ક્વાર્ટરમાં દેશમાં સોનાની માગ 193 ટકા રહી હતી. જ્યારે ઇન્વેસ્ટમેન્ટ અંગે પણ લોકોનું વલણ ઘટ્યું હતું. સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન રોકાણની માગ 23 ટકા ઘટીને 31 ટન રહી હતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે આ અંગે પોતાનો રીપોર્ટ જાહેર કર્યો છે. મૂલ્યની રીતે આ ગાળામાં સોનાની માગ 30 ટકા ઘટીને રૂ.38,540 કરોડ રહી હતી. 2016માં સોનાની માગ સોનાની માગ 55,390 કરોડ રૂપિયા રહી હતી.
 
જીએસટીથી માગ પર થઇ અસર

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના મેનેજિંગ ડાયરેક્ટર સોમસુંદરમ પીઆર કહે છે કે જીએસટી લાગુ થવાના કારણે ત્રીજા ક્વાર્ટરમાં સોનાની માગ ઘટી છે. 1 જુલાઇ એટલે જીએસટીનો અમલ થયો ત્યારથી ટેક્સ વધવાના ડરથી પણ સોનાની એડવાન્સ ખરીદી થઇ હતી. તેના કારણે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં માગ નબળી રહી હતી. તેની પહેલા સતત 3 ક્વાર્ટર્સ દરમિયાન સોનાની માગ વધી હતી.
 
જ્વેલરીની માગ 25 ટકા ઘટી

જ્વેલરીની માગ પણ 25 ટકા ઘટીને 115 ટન રહી હતી. ગયા વર્ષે જુલાઇથી સપ્ટેમ્બર દરમિયાન જ્વેલરીની માગ 152.7 ટન રહી હતી. વેલ્યુની રીતે પણ જ્વેલરીની માગ 43,880 કરોડ રૂપિયાથી ઘટીને રૂ.30,340 કરોડ રૂપિયા થઇ હતી.
 
સોનામાં ઇન્વેસ્ટમેન્ટ પણ 23 ટકા ઘટ્યું

જુલાઇથી સપ્ટેમ્બર દરમિયાન દેશમાં સોનામાં કુલ ઇન્વેસ્ટમેન્ટ 23 ટકા ઘટીને 31 ટન રહ્યું હતું. 2016માં આ ગાળામાં 40.1 ટન સોનામાં ઇન્વેસ્ટમેન્ટ થયું હતું. વેલ્યુની રીતે સોનામાં ઇન્વેસ્ટમેન્ટ 11,520 કરોડ રૂપિયાથી ઘટીને 8,200 કરોડ રૂપિયા થયું એટલે કે તેમાં 29 ટકાનો ઘટાડો આવ્યો.
 
પ્રથમ નવ માસમાં 131 ટકા વધી આયાત

રીપોર્ટ અનુસાર, 2017ના પ્રથમ 9 માસ એટલે કે જાન્યુઆરીથી સપ્ટેમ્બર વચ્ચે સોનાની આયાત 131 ટકા વધીને 638.40 ટન થઇ હતી. 1 જુલાઇતી સેલ્સ ટેક્સ વધવાથી પ્રથમ છ માસિક ગાળામાં સોનાની એડવાન્સ ખરીદી તઇ હતી તેના કારણે ઇમ્પોર્ટ ડેટા વધ્યો હતો.
 
આગળ પણ માગ નબળી રહેવાની ધારણા

એવું મનાય છે કે ફિઝિકલ ગોલ્ડના બદલે ઇક્વિટી માર્કેટમાં રોકાણકારોનો ભરોસો વધ્યો છે. તેના પગલે ડિમાન્ડમાં ઘટાડો આવ્યો છે.

- જ્યારે એક્સપર્ટસ એવું પણ માની રહ્યા છે કે ડિસેમ્બર ક્વાર્ટરમાં પણ સોનાની આયાત 25 ટકા ઓછી રહી શકે છે. તહેવારોની સીઝનમાં નબળી માગ અને જીએસટીની પહેલા એડવાન્સ ખરીદીના કારણે ડિસેમ્બર ક્વાર્ટરમાં માગ નબળી રહેવાનું અનુમાન છે.
(Commodity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: old import in India decreased by 24% to 146 tons in July to September
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.