• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Commodity »Gold Silver» Gold Price Slipped Sharpest In This Year Of Rs.820 Per 10 Gram To Rs.30,530

સોનામાં આ વર્ષનો સૌથી મોટો ઘટાડો, ભાવ રૂ.820 ગબડીને રૂ.30,530 થયો

નવી દિલ્હીઃ સોનામાં શનિવારે આ વર્ષનો સૌથી મોટો ઘટાડો આવ્યો હતો. 10 ગ્રામ સોનાની કિંમત રૂ.820 ગબડીને રૂ.30,530 થઇ હતી. તેની પહેલા શુક્રવારે સોનાનો 10 ગ્રામનો ભાવ રૂ.990 ઊછળીને રૂ.31,350 થઇ ગયો હતો, જે નવેમ્બર 2016 પછીનો સૌથી મોટો દૈનિક ઊછાળો હતો. ચાંદીનો ભાવ રૂ.42,000 પ્રતિ કિલોગ્રામ પર સ્થિર રહ્યો છે.આ 4 કારણોથી સોનામાં આવ્યો ઘટાડો...
 
- ટ્રેડર્સે જણાવ્યું કે ગ્લોબલ માર્કેટમાં નબળાઇનો ટ્રેન્ડ અને ઊંચી કિંમતના કારણે જ્વેલર્સ અને રીટેલર્સ તરફથી માગ ઘટવાથી સોનાની કિંમત પર અસર પડી છે.
- ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો ન્યુયોર્કમાં સોનુ 1357.64 ડોલર પ્રતિ ઔંસના એક વર્ષના ઊંચા સ્તરને અડ્યા પછી ગઇકાલે એટલે કે શુક્રવારે તે 0.19 ટકા ઘીટને 1346 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયું હતું. જ્યારે ચાંદી 0.91 ટકા ઘટીને 17.93 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી.
- આ ઉપરાંત લોકલ જ્વેલર્સ અને રીટેલર્સ તરફથી માગ ઘટવાથી પણ ઘરેલુ હાજર બજારની કિંમત પર અસર પડી છે.
 
સોનામાં 10 ગ્રામ દીઠ રૂ.820નો ઘટાડો

- રાજધાની દિલ્હીમાં 99.9 ટકા અને 99.5 ટકા શુદ્ધતા ધરાવતું સોનુ રૂ.820 ઘટીને અનુક્રમે રૂ.30,530 અને રૂ.30,380 પ્રતિ 10 ગ્રામ થઇ ગયું છે. શુક્રવારે ડોલરમાં 2015 પછી સૌથી મોટો ઘટાડો અને ઉત્તર કોરીયા તથા અમેરિકા વચ્ચે વધેલા ટેન્શનના કારણે સોનુ રૂ.990 વધીને રૂ.31,350 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું.
-  આ સાથે ગિન્નીની કિંમત 24,000 પ્રતિ પીસ (8 ગ્રામ) પર સ્થિર રહી હતી.
- વાસ્તવમાં ગ્લોબલ ટેન્શનના કારણે સલામત રોકાણ તરીકે સોનામાં રોકાણની માગ વધી છે. 
 
ચાંદીમાં સ્થિર રહ્યા ભાવ

- બીજી બાજુ, ચાંદીની કિંમત રૂ.42,000 પ્રતિ કિલો પર સ્થિર રહી છે. જ્યારે વિકલી બેઝ્ડ ડિવિલરી 200 રૂપિયા ઘટીને રૂ.41,750 પ્રતિ કિલો પર આવી ગઇ છે.
- જોકે, ચાંદીના સિક્કાની કિંમત 74,000 રૂપિયા (ખરીદ) અને રૂ.75,000 (વેચાણ) પ્રતિ સેંકડાના ભાવ પરર સ્થિર રહી હતી.
(Commodity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: gold price slipped sharpest in this year of Rs.820 per 10 gram to Rs.30,530
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.