• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Commodity »Gold Silver» Gold Price Jumps Rs.990 In A Day And Silver Reaches To Rs.42,000 On Firm Global Trend

સોનાના ભાવમાં એક દિવસમાં રૂ.990નો ઊછાળો, ચાંદી રૂ.42,000 થઇ

નવી દિલ્હીઃ ગ્લોબલ માર્કેટમાં સોનાની કિંમતમાં તેજીના કારણે ઘરેલુ બુલિયન માર્કેટમાં પણ ઊછાળો આવ્યો છે. શુક્રવારે સોનાની કિંમત રૂ.990 ઊછળીને રૂ.31,350 પ્રતિ 10 ગ્રામ થઇ છે. સોનાના ભાવમાં આ છેલ્લા 11 માસમાં જોવા મળેલી સૌથી ઊંચી કિંમત છે. કોમોડિટી એક્સપર્ટ કહે છે કે એવા અનેક ફેક્ટર્સ છે જે સોનાની કિંમતને સપોર્ટ કરે છે. આ કારણે વધી કિંમત...
 
- કેડિયા કોમોડિટીના ડાયરેક્ટર અજય કેડિયાના જણાવ્યા અનુસાર, `ગ્લોબલ ટેન્શન અને રૂપિયામાં મજબૂતીના કારણે પાછલા થોડા દિવસોમાં સોનાની કિંમત વધી છે. ગ્લોબલ માર્કેટમાં તેજી અને ઘરેલુ માર્કેટમાં જ્વેલર્સે ખરીદી વધારી છે. તેથી છેલ્લા 15 દિવસમાં કિંમતમાં રૂ.1000નો ઊછાળો આવ્યો છે.'
- અમેરિકામાં ફેડરલ રિઝર્વના વ્યાજ દર નહિ વધારવાના સંકેત અને સવારે મેક્સિકોમાં સુનામીની આગાહીથી સોનામાં તેજીને સપોર્ટ મળ્યો છે.
 
તહેવારોની સીઝન સુધી વધી શકે છે કિંમત

- શુક્રવારે દિલ્હીમાં 99.9 ટકા અને 99.5 ટકા શુદ્ધતા ધરાવતા સોનાની કિંમત રૂ.990 વધીને રૂ.31,350 અને રૂ.31,200 પ્રતિ 10 ગ્રામ થઇ છે, જે છેલ્લે નવેમ્બર 2016માં જોવા મળ્યો હતો.
- આગામી દિવસોમાં ફેસ્ટિવ સીઝનના કારણે ઘરેલુ બજારમાં સોનાની માગ વધશે અને તેથી કિંમત પણ વધશે.
- અજય કેડિયાના મતે, અનેક ફેક્ટર્સ છે કે જેના કારણે સોનામાં આઉટલૂક પોઝિટિવ છે. ફેસ્ટિવ સીઝનમાં માગ વધવાથી કિંમત રૂ.32,500 પ્રતિ 10 ગ્રામ સુધી જઇ શકે છે.
 
ગ્લોબલ માર્કેટમાં તેજી કેમ

- ગ્લોબલ માર્કેટમાં સોનુ એક વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું છે. લંડનમાં સોનુ 5.60 ડોલર વધીને 1353.10 ડોલર પ્રતિ ઔંસ થયું છે.
- યુએસ ફેડે એવો સંકેત આપ્યો છે કે તે વ્યાજ દરમાં કોઇ વધારો નથી કરી રહી. તેનાથી સોનાના સેન્ટિમેન્ટને બળ મળ્યું છે. ડોલર સામે રૂપિયો સતત મજબૂત બનવાથી કિંમતને સપોર્ટ મળી રહ્યો છે.
 
ચાંદી રૂ.42,000 પ્રતિ કિલો

- ચાંદીની કિંમત પણ શુક્રવારે રૂ.100 વધીને રૂ.42,000 પ્રતિ કિલોએ પહોંચી હતી. ચાંદીના 100 સિક્કાની ખરીદ કિંમત રૂ.74,000 અને વેચાણ કિંમત રૂ.75,000 થઇ હતી.
(Commodity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gold price jumps Rs.990 in a day and silver reaches to Rs.42,000 on firm global trend
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.