• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Karobar Jagat »Arth Jagat» When The Income Tax Form To Be Filled

વર્ષનું આવકવેરાનું પત્રક ક્યારથી ભરી શકાશે

વર્ષનું આવકવેરાનું પત્રક ક્યારથી ભરી શકાશે
સાવચેતી|31 માર્ચના પુર થયેલા વર્ષનું આ‌વકવેરા પત્રક ભરવાની યોગ્ય પધ્ધતિને અનુસરવું હિતાવહ
 
આપણે સૌઉ જાણીએ  છે કે નાણાકીય વર્ષ શરૂ થાય એટલે મોટેભાગના કરદાતાઓ પાછલા નાણાકીય વર્ષ દરમ્યાન કેટલુ કમાયા અને આ કમાણી પ્રમાણે આવકવેરાનું પત્રક ભરવા માટે ચિતિંત હોય છે. સામાન્ય રીતે દર વર્ષે સેન્ટ્રલ બોર્ડ આૅફ ડાઈરેક્ટ ટેકસીસ આવકવેરાનું પત્રક કયાં પ્રકારની આવકવેરા એ કાચા નંબરનું ભરવાનું તે પરિપત્ર દ્વારા જણાવતાં હોય છે. બધાના આ રર્ચય વચ્ચે ચાલુ વર્ષ 15 એપ્રિલ 2015ના રોજ પરિપત્ર બહાર પાડીને જણાવ્યું કે, આઈ.ટી.આર-1 આઈ.ટી.આર -2 અને આઈ.ટી.આર-4ના સુધારો કરવામાં આવ્યો છે. અને બહાર પાડવામાં આવ્યા, પહેલા એસ  આવકવેરાનું પત્રક હાથથી ભરવાનું હતું એટલે કે મેન્યુઅલી ભરવાનું હતું ત્યારે ફેરફાર સુચવતા હતા. પરંતુ અત્યારે ઈ.ફાઈલીગનો જમાનો છે. તેમાં પણ એક વખથ રીર્ટન બહાર પાડ્યા પછી ફેરફારો કરવામાં આવે છે. 

સામાન્ય રીતે સી.બી.ટી.ટીના અધિકારીઓ પોતાના યોગ્ય  લાગે તે પ્રમાણે રીર્ટન સાથે મંગાવવામાં આવતી માહિતીમાં ફેરફાર કરતાં હોય છે. છે. અને જ્યારે કરદાતા આ સુધારેલા રીટન બહાર પાડવામાં આવ્યા ત્યારે ખબર પડી કે આ રીર્ટનની સાથે ઘણી બધી માહિતી મોકલવાની છે અને તેની સામે નાણામંત્રાલયમાં રજુઆત કરતાં તરત જ આ રીર્ટન સ્થગિત કરવામાં આવ્યા અને જ્યાં સુધી બીજો પરિપત્ર બહાર પાડવામાં ન આવે ત્યાં સુધી કરદાતા પોતાનું આવકવેરાનું પત્રક ભરી શકશે નહિ. આ પરિપત્રથી બહાર પાડવામાં આવેલ 3  રીર્ટનમાં ક્યાં પ્રકારની માહિતી માંગવામાં આપી છે. અને તે યોગ્ય છે કે  નઈ તે જોઈને આપણે નક્કી કરવાનું . આઈ.ટી.આર -1 :- આર રીર્ટન જે ‘સહજ’ ફોર્મ તરીકે ઓળખાઈ છે. 
 
આ રીર્ટન ફક્ત ઈનડીવીડયુલ કરદાતા જેઓને પગારની આવક હોય ફક્ત એક જ મકાનમાંથી આવાક થતી હોય અને અન્ય આવકમાં લોટરી, ઘોડાદોડ, રેસ,ટીવી શો વગેરે માંથી આવક ન હોય તેવા કરદાતા ભરી શકશે.આ રીર્ટનની સાથે આધાર કાર્ડનો નંબર લખવો ફરજીયાત છે.  કરદાતાના જેટલાં બેંક એકાઉન્ટ છે તે દરેક ની વીગત એટલે કે બેંકનું નામ આઈ. એફ એસ.સી કોડ નંબર 31 માર્ચ ના રોજ ખાતામાં રહેલ બેલેન્સની વીગત આપવી ફરજીયાત છે આનાથી પર વિશેષ જો બેંકમાં ખાતું બંધ થઈ ગયું હોય તો તેવાં ખાતાની પણ વિગત આપવાની રહેશે. આઈ.ટી.આર -2:  આ પ્રકારનું રીર્ટન ફક્ત ઈન્ડીવીડ્યુલ અથવા એચ.યુ.એફ કરદાતાઓ જેમની નીચે પ્રમાણેની આવક હોય તેવા કરદાતાઓ ભરી શકશે. 
 
પગાર અથવાં પેન્શેનની આવક અથવા  મકાન મિલકતની આવક મુડી નફો એટલે કે પીટલ ગેનની આવક અથવા અન્ય સાધનોની આવકમાં લોટરીથી કમાયેલી આવક કે ઘોડા-દોડની આવક સીવાયના કરદાતાઓ ટૂંકમાં જે વ્યક્તિની આવક ધંધા કે વ્યવસાયની હોય તેવી વ્યક્તિઓ ફોર્મ ભરી શકે નહી. ઉપર દર્શાવેલ કરદાતા જો તેમની કરપાત્ર આવકા રૂ. 5,00,000 કરતાં ઓછી હોય તો તેઓ આ રીર્ટન મેન્યુઅલી ભરી શકશે. આ ઉપરાંત ડીજીટલ સીગનેચર દ્વારા ઈ- ફાઈલીંગ પણ કરી શકશે.
આઈ.ટી.આર -4 એસ :  આ પ્રકારનું રીર્ટન જે ‘સુગમ’ ના  નામથી ઓળખાઈ છે. તે ભારતીય રહીશ વ્યક્તિ જ ભરી શકશે. અને આ રીર્ટનની સાથે પણ આધાર કાર્ડ નંબર આપવો ફરજિયાત છે તે ઉપરાંત આઈ.ટી.આર-1 માં જણાવેલ બેંક અંગેની વિગતો પણ  આપવી પડશે.
 
કરવેરા આયોજન અજિત સી. શાહ
(Arth Jagat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Karobar Jagat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: When the income tax form to be filled
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.