• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Karobar Jagat »Arth Jagat» Understand Women's Contributions In Planning

પ્લાનિંગમાં મહિલાનું યોગદાન સમજો

પ્લાનિંગમાં મહિલાનું યોગદાન સમજો
વુમન પાવર |શોર્ટટર્મ સેવિંગ્સ અને લોંગટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો  
 
એક ઘરની બહાર બોર્ડ મારેલું હતું, જેમાં મોટા અક્ષરે લખેલું હતું કે,
હું નીચે સહિ કરનાર આ ઘરનો માલિક છું....
નીચે નાના અક્ષરોમાં સૂચના લખેલી હતી કે, મારી પત્નીની સહમતિ સાથે....

આ કંઇ હસવા માટે કરેલી જોક નથી... ગૃહ અને આંતરીક નાણા સંચાલનની બાબતમાં પુરુષો કરતાં મહિલાઓ સવાઇ પૂરવાર થયેલી છે. જે વસ્તુ ખરીદવામાં પુરુષો રૂ. 100 ખર્ચી નાંખે તે જ વસ્તુ મહિલાઓ બાર્ગેનિંગ પાવરના જોરે રૂ. 60માં ખરીદી શકે છે. 100 માણસના જમણવાર માટે પુરુષ રસોઇઓ 90 માણસનો અંદાજ આપશે. જ્યારે મહિલાઓ 75ની વ્યવસ્થામાં 100નો જમણવાર જલસાથી કરી શકે છે. પરંતુ સૌથી મોટી તકલીફ ત્યાં પડે છે કે, રૂ. 100માંથી બચાવેલા રૂ. 40 કે 100 માણસની રસોઇમાં વધારાના 25 માણસોના સમાવેશથી બચાવેલા અનાજ-નાણાનું વ્યવસ્થાપન કરવાનું આવે ત્યારે બિન-આયોજિત અને છૂપા ખર્ચાઓ (પાણી પૂરી, કીટ્ટી પાર્ટી, કપડાં, નકલી ઘરેણાં-પ્રસાધનની બિનજરૂરી ખરીદી....)ના કારણે ઘરનું બજેટ ઠેરનું ઠેર રહી જતું હોય છે. પુરુષો કરતાં મહિલાઓ વધુ અસરકારક બચતકાર પૂરવાર થયેલી છે. 
 
પરંતુ જો તેઓ મૂડીરોકાણકાર તરીકે પણ થોડું આયોજન અને ધ્યાન આપે તો સોનામાં સુગંધ ભળી શકે. સામાજિક અને પારિવારીક જવાબદારીઓ ઉપરાંત આધુનિક યુગમાં આર્થિક જવાબદારીઓ પડકાર ઉપાડી લેનારી મોટાભાગની આધુનિક મહિલાઓ આર્થિક આયોજનની બાબતમાં આજે પણ પરીવારના પુરુષ સભ્યો ઉપર જ નિર્ભર રહેતી હોય છે. પરંતુ જો ફાઇનાન્સિયલ પ્લાનિંગમાં મહિલાઓની સહમતિ (પરવાનગી અને સહમતી વચ્ચે લાખ ગાડાંનું અંતર રહેલું છે.) લેવામાં આવે તો તેની અસરકારકતા 50 ટકા વધી શકે છે. માટે જ્યારે પુરુષો ફાઇનાન્સિયલ પ્લાનિંગ કરતાં હોય ત્યારે જીવનસાથીને સાથે રાખે તો મૂડીરોકાણની અસરકારકતા અને રિટર્નની ચોક્કસાઇમાં ફરક પડતો હોવાનું વર્ષોના અનુભવના આધારે જોવા મળ્યું છે. જોકે રિટારયરમેન્ટ પ્લાનિંગની ચર્ચામાં હજીપણ ગૃહિણીઓ શામેલ થવાનું ટાળે છે. મોટાભાગની ગૃહિણીઓ એવી ગેરમાન્યતા ધરાવે છે કે, જે કમાય છે તેમની આ જવાબદારી છે. જો તેઓ ઘરેલું બચતોને મૂડીરોકાણ સ્રોતમાં કન્વર્ટ કરી શકે તો ઘણો ફરક પડી જતો હોય છે.
 

ઇક્વિટી માર્કેટમાં 2008ની અફરા-તફરી બાદ મોટાભાગની મહિલા રોકાણકારો ઇક્વિટી-મ્યુચ્યુઅલ ફંડ્સ, રિયાલ્ટીને સૂગની નજરે જુએ છે. જ્યારે ડેડ ઇન્વેસ્ટમેન્ટ ગણાતા અને નેગેટિવ રિટર્ન આપતાં ગોલ્ડ-સિલ્વર અને રિસ્ક કવર કરતાં ઇન્સ્યોરન્સને આજે પણ એવરગ્રીન ઇન્વેસ્ટમેન્ટ સોર્સ માનવાની ભૂલ કરી રહી છે. ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગમાં તમામ મૂડીરોકાણ સ્રોતને યોગ્ય મહત્વ આપવાની બાબતમાં મોટાભાગની મહિલાઓ ગોથું ખાઇ જતી હોય છે. જે રીતે સમય અને યુગ બદલાય, રીત-રિવાજો અને રહેણી-કરણી બદલાય તે જ રીતે મૂડીરોકાણ પેટર્ન પણ બદલાતી રહે તે ફાઇનાન્સિયલ પ્લાનિંગનો જ એક ભાગ છે. એકવાર નેગેટિવ રિટર્ન આપતાં સોર્સમાં મૂડીરોકાણ થઇ ગયા પછી તેમાંથી બહાર નિકળવા કે ડાઇવર્ટ થવામાં મહિલાઓ વધુ સમય લેતી હોય છે આ મુદ્દો ધ્યાનમાં રાખો.
 
માત્ર બચત નહિં, મૂડીરોકાણ પ્રત્યે પણ જાગૃત બનો....
 
પિગ્ગી બેન્ક, તિજોરી, સેવિંગ્સ એકાઉન્ટમાં, નાની બચત યોજનાઓમાં કે બેન્ક એફડી અને ખાનગી સ્વરૂપમાં કરેલી બચતને ઇન્ફ્લેશનની ઊધઇ કાતરી જતી હોય છે. માટે યોગ્ય સમયે યોગ્ય રકમ જમા થાય એટલે તેને ઇન્ફ્લેશન કરતાં ઊચું રિટર્ન ઓફર કરતાં ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટમાં ડાઇવર્ટ કરતાં રહો.
વધારાના નકલી ઘરેણાં-કપડાં-શૃંગાર સાધનો, અન્ય છૂપાં ખર્ચા ઉપર કાપ મૂકીને બચાવેલી રકમને સોના-ચાંદીના સાચા ઘરેણાં, પ્રવાસ, મનોરંજન પાછળ રોકો.
ઘરના પુરુષ સભ્યો સાથે ફાઇનાન્સિયલ પ્લાનિંગમાં ભાગ લો. જરૂર પડ્યે સૂચન કરો. પરંતુ તેના અમલ માટે દુરાગ્રહથી દૂર રહો.
હેલ્થ, એજ્યુકેશન, રિટાયરમેન્ટ, આકસ્મિક ફંડ માટે અલગ અલગ આયોજન કરો.
જરૂરિયાત અનુસાર ફાઇનાન્સિયલ પ્લાનરની સલાહ લો અને અમલ કરવાનો આગ્રહ રાખો.
 
 
મહિલાઓમાં આર્થિક આયોજનના મહત્વના પાસાઓ
 
- જોખમી અને શોર્ટ ટર્મને બદલે સલામત અને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સને પ્રાથમિકતા આપે છે.
- ફાઇનાન્સિયલ પ્લાનિંગ જાતે કરતી અપરણિત મહિલાઓનું પ્રમાણ 15 ટકાથી વધી 45 ટકા થયું છે.
- 45 ટકા મહિલાઓ આજે પણ આર્થિક આયોજન ઘરના પુરુષો કરે તે સાચું સમજીને પોતાની કમાણી ઘરમાં સોંપી દે છે.
- સબચતને સારી રીતે સમજી શકે છે. પરંતુ મૂડીરોકાણમાં ફાઇનાન્સિયલ પ્લાનરની મદદ માટે હજી જાગૃતિ નથી આવી.
- ડબ્બા સેવિંગ્સ જેવી નાની બચતોમાંથી જ અસંખ્ય આકસ્મિક ખર્ચાઓ પાર પાડી લેવાની કુનેહ ધરાવે છે.
- જોકે બાળકોના ઉચ્ચ અભ્યાસ, રિટાયરમેન્ટ અને હેલ્થકેર માટેના પ્લાનિંગ અંગે મોટાભાગે જાગૃતિનો અભાવ.
- ફાઇનાન્સિયલ પ્લાનિંગ એકલાં હાથે સંભાળવા માટે સમય અને નાણાનો અભાવ અને સ્રોતની પસંદગીમાં મર્યાદા
- ફાઇનાન્સિયલ પ્લાનર પાસે સમજીને પણ ... કંઇક ખોટું થશે તેવી દહેશતથી ઘેર પૂછવું પડશે... અમલ ટાળવની વૃત્તિ.
- નેગેટિવ રિટર્ન આપતાં ગોલ્ડ-સિલ્વર, ઇન્સ્યોરન્સ, બેન્ક એફડીને જ અસરકારક ઇન્સ્ટ્રુમેન્ટ માનવાની ભૂલ 
- બચત અને મૂડીરોકાણ વચ્ચેનો ફરક સમજીને બચતને મૂડીરોકાણમાં કન્વર્ટ કરવામાં સૌથી મોટી ઉદાસિનતા. 
(Arth Jagat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Karobar Jagat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: understand women's contributions in Planning
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.