• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Property »Property Trends» Service Tax Will Increase From June, Property Will Become Dearer

પહેલી જૂનથી વધી જશે પ્રોપર્ટીની કિંમતો, ઘર ખરીદવા માટે ચૂકવવા પડશે વધુ નાણાં

નવી દિલ્હીઃઆગામી મહિનામાં પ્રોપર્ટી ખરીદવા માટે તમારા ખિસ્સા પર વધુ બોજ પડવાનો છે. તેનું કારણ એક જૂનથી સર્વિસ ટેક્સ 12.35 ટકા વધીને 14 ટકા થવાનો છે. સર્વિસ ટેક્સ વધવાની અસર બાંધકામ હેઠળની પ્રોપર્ટી પર પણ પડશે. પ્રોપર્ટીની કિમતો વધશે. નવા ગ્રાહકોને ઘર ખરીદવા માટે પહેલી જૂનથી વધુ કિંમત ચૂકવવી પડશે.
 
અત્યારે કેટલા લાગે છે સર્વિસ ટેક્સ
 
જો પ્રોપર્ટીની કિંમત એક કરોડ રૂપિયાથી ઓછી છે તો કુલ કિમત પર પ્રવર્તમાન સર્વિસ ટેક્સનો દર 3.09 ટકા છે. અલબત્ત પ્રોપર્ટીની પડતર કિંમતના 25 ટકા પર 12.36 ટકા લેખે સર્વિસ ટેક્સ લેવામાં આવે છે. જો પ્રોપર્ટીની કિંમત એક કરોડ રુપિયાથી વધુ હોય તો પ્રોપર્ટીની કુલ કિંમત પર 3.71 ટકાના દરે સર્વિસ ટેક્સ લાગે છે. અલબત્ત પ્રોપર્ટીની પડતર કિંમતના 30 ટકા પર 12.36 ટકાના દરે સર્વિસ ટેક્સ લેવામાં આવે છે.
 
પહેલી જૂનથી એક કરોડ રૂપિયાથી ઓછી કિંમતની પ્રોપર્ટી પર સર્વિસ ટેક્સ 3.50 ટકાના દરથી અથવા પ્રોપર્ટીની પડતર કિંમતના 25 ટકા પર 12.36 ટકા સર્વિસ ટેક્સની ચૂકવણી કરવી પડશે. એક કરોડ રૂપિયાથી વધુ કિંમતની પ્રોપર્ટી પર સર્વિસ ટેક્સ 4.2 ટકાના દરેથી અથવા પ્રોપર્ટીની પડતર કિંમતના 30 ટકા પર 14 ટકાના દરે સર્વિસ ટેક્સ ચૂકવવો પડશે. સર્વિસ ટેક્સ વધવાથી બીજા ચાર્જીસ જેમ કે લીગલ ફી, હોમ ઇન્શ્યોરન્સ, રજિસ્ટ્રી વગેરેમાં પણ વધારો થશે.
 
નીચે આપવામાં આવેલા ચાર્ટથી સર્વિસ ટેક્સ વધવા પર પ્રોપર્ટીની કિંમત પર શું અસર થશે તેને આસાનાથી સમજી શકાશે. તેમાં કાર પાર્કિંગ, પીએલસી ચાર્જ, ક્લબ સભ્યપદ, લીગલ ફી, હોમ  ઇન્શ્યોરન્સ વગેરેને સામેલ કરવામાં આવ્યા નથી. ઘર ખરીદનારાઓએ આ સેવાઓ પર અલગથી સર્વિસ ટેક્સ ચૂકવવાનો હોય છે.
 
આગળ વાંચો એક જૂનથી વધનારા સર્વિસ ચાર્જની પ્રોપર્ટીની કિંમત પર અસર
(Property Trends Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Property Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Service Tax will increase from June, property will become dearer
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.