• Select Language >
 • Hindi
 • Gujarati
Home »Special» Michael Jackson's Neverland Ranch Is Up For Sale For An Astonishing $100m

માઇકલ જેક્શનનું ભૂત તેનું મકાન વેચાવા દેતું નથી! જૂઓ, તેનું ભવ્ય મકાન

બિઝનેસ ડેસ્કઃવિખ્યાત વિદેશી સિંગર એવા માઇકલ જેકસનના મોત બાદ સૌપ્રથમ વખત તેનું મકાન વેચવા માટે મુકવામાં આવ્યું છે. વોલ સ્ટ્રીટ જર્નલના એક અહેવાલ અનુસાર, જે કંપનીએ સિંગરનું દેવુ ખરીદીને તેને મુક્ત કરી દીધો હતો તેણે પ્રોપર્ટીને સરખી કરીને 100 મિલીયન ડોલર (આશરે રૂ. 640 કરોડ)માં વેચવા મુકી છે. આ પ્રોપર્ટી કેલિફોર્નીયામાં સાન્ટા બાર્બરાની બહારના ભાગમાં આવેલી છે.
 
ઘરની ખુબીઓ...
 
 • 2700 એકરમાં પથરાયેલ પ્રોપર્ટીમાં છે 22 સ્ટ્રક્ચરો, જેમાં 12000 ચોરસફૂટમાં બંધાયેલ છ બેડરુમ સાથેનું મુખ્ય મકાન અને સ્ટાફ ક્વાર્ટર્સનો સમાવેશ થાય છે.
 • હવે આ પ્રોપર્ટીનું નામ છે સિકામોર વેલી રાંચ, જેમાં અગાઉના માલિક એટલે કે માઇકલ જેકસનની યાદ અપાવતી એમ્યુઝમેન્ટ પાર્ક સહિતની તમામ ચીજોને દૂર કરી દેવામાં આવી છે.
 • જેકસને નેવરલેન્ડને 1987માં ફક્ત 19.5 મિલીયન ડોલરમાં ખરીદ્યુ હતુ અને રાંચ ખાતે બાળકોની પજવણીના આરોપોમાં દોષી ઠરતા અહીંથી 2005માં બહાર નીકળી ગયો હતો.
 
સૂથસ અને હિલ્ટન અને હાયલેન્ડ દ્વારા લિસ્ટેડે એવી 2700 એકરની આ પ્રોપર્ટીમાંથી જેકસનની તમામ યાદોને કાઢી નાખવામાં આવી છે અને ફન પાર્કમાંથી વિશાળ કંપાઉન્ડમાં રૂપાંતરીત કરી નાખવામાં આવી છે. એટલું જ નહી તેનું જૂનુ નામ નેવરલેન્ડ પણ બદલીને સિકામોર વેલી રાંચ રાખવામાં આવ્યું છે.
 
રિયલ્ટર સુઝાન પર્કિન્સના અનુસાર એમ્યુઝમેન્ટ પાર્ક કિંગ ઓફ પોપ દ્વારા બાંધવામાં આવ્યો હતો તે અને તેના માનીતા પ્રાણીઓને પણ ત્યાંથી દૂર કરી દેવામાં આવ્યા છે.  તે સ્થળે હવે ઢોળાવવાળી ટેકરીઓ અને માનવસર્જિત વોટર ફિચર્સ અને તળાવો જોવા મળી રહ્યા છે.
 
માઇકલ જેક્શનનું ભૂત ફરતું હોવાથી મકાન વેચાતું નથી
 
આ સાથે એક એજન્સીના અહેવાલ અનુસાર, કિંગઓફ પોપ માઈકલ જેક્સનનું નેવરલેન્ડ રાંચ વેચવા મુકાયું છે, પરંતુ જેક્સનનું ભૂત ફરતું હોવાથી તેનું ભવ્ય મકાન વેચાતું નથી. આ ભવ્ય મકાન ખરીદવા માગતા લોકોને જેક્સનના ભૂત વિશે ચેતવણી આપવામાં આવી છે. 2700 એકરની સંપત્તિ પોપ કિંગે 1987માં ખરીદી હતી અને માઇકલ જેક્સન આલિશાન હવેલીમાં 15 વર્ષથી વધુ સમય સુધી રહ્યો હતો. હવેલીમાં જેક્સનનું ભૂત ફરતું હોવાનું જણાવવામાં આવતા લોકો તેને ખરીદતા ખચકાઇ રહ્યા છે.

માઈકલ જેક્સનનું મૃત્યુ થયું ત્યારથી ભવ્ય હવેલીમાં તેનું ભૂત ફરે છે. હવેલી ખરીદવાનું વિચારી રહેલા ઇન્વેસ્ટર્સ અને વિઝિટર્સને જેક્સનના ભૂત વિશે ત્યાંના વર્કર્સ ચેતવણી આપી રહ્યા છે. ભવ્ય હવેલીમાં 6 બેડરૂમ, 50 સીટનું સિનેમાથિયેટર અને બે તળાવ પણ છે.
 
જોકે પર્કિન્સ ખાતરીપૂર્વક કહે છે કે જો માઇકલનો કોઇ ચાહક આ પ્રોપર્ટી ખરીદી લેશે તો નેવરલેન્ડના ચિહ્નો જેમ કે તેની ફૂલોમાંથી બનાવેલી ટ્રેઇન અને ઘડિયાળને એમને એમ જ રાખશે. એજન્ટો ભારપૂર્વક કહે છે કે તેમના ચાહકોને તેમના આઇડોલનું મકાન જોવાનો લહાવો મળશે નહી કેમ તેના માટે સંભવિત ગ્રાહકની ઘણી વિધિ કરવી પડે છે.
 
એક એજન્ટના અનુસાર નવો ગ્રાહક નોર્માડી સ્ટાઇલના મુખ્ય મકાન સહિત 22 સ્ટ્રક્ચર પણ પ્રાપ્ત કરશે. ડબ્લ્યુએસજેના અહેવાલ અનુસાર ઘર કે જે પ્રોપર્ટીના બે તળાવોની વચ્ચે છે તે 12,000 ચોરસ ફૂટમા પથરાયેલું છે અને 6 બેડરુમ ધરાવે છે. એમ્યુઝમેન્ટ પાર્ક દૂર કરી દેવામાં આવ્યો છે છતાં પ્રોપર્ટીમાં કેબાના, બાસ્કેટબોલ, ટેનીસ કોર્ટ અને બીબીક્યુ વિસ્તાર સાથેનો સ્વીમીંગ પુલ જેવી અસંખ્ય ચીજો એમને એમ જ રાખવામાં આવી છે.
 
આ સિવાય પ્રાયવેટ વ્યૂઇંગ બાલ્કની સાથે 50 બેઠકોવાળું મુવી થિયેટર છે તેમજ જાદુના ખેલ માટે ટ્રેપ ડોર્સનો પણ સમાવેશ થાય છે. 
 
આગળ જુઓ માઇકલ જેકસનના મકાનની વિવિધ તસવીરો...
(Special Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Michael Jackson's Neverland Ranch is up for sale for an astonishing $100m
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

  Don't Miss

  NEXT STORY

  Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.