• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Property »Latest News» Snapdeal Aims To Become The Most Trusted Channel For Customers To Buy Apartments Online

ટાટા હાઉસિંગ સ્નેપડીલ પર ફ્લેટ વેચશે

ટાટા હાઉસિંગ સ્નેપડીલ પર ફ્લેટ વેચશે
નવી દિલ્હીઃ ટાટા હાઉસિંગના ફ્લટો હવે સ્નેપડીલ દ્વારા પણ બુક કરાવી શકાય છે. ટાટા હાઉસિંગ અને સ્નેપડીલ વચ્ચે આ અંગે એક કરાર થયો છે. જે અંતર્ગત સ્નેપડીલ ટાટા હાઉસિંગના પ્રીમિયમ અને લકઝરી રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટનું વેચાણ હવે ઓનલાઈન વેબસાઈટ દ્વારા કરશે.
 
ટાટા હાઉસિંગ પ્રોજેક્ટના વેચાણ અંગે સ્નેપડીલના ઉપાધ્યક્ષ અમિત માહેશ્વરીએ કહ્યું હતું કે, સ્નેપડીલ, ટાટા હાઉસિંગને ભારતમાં તમામ સ્થળોએ ટાર્ગેટ ગ્રુપની પાસે પહોંચવામાં મદદ કરશે. ટાટા હાઉસિંગને પ્રોજેક્ટ માર્કેટમાં ક્વોલિટી અને ટ્રસ્ટ માટે ઓળખવામાં આવે છે. સ્નેપડીલ દ્વારા ટાટા હાઉસિંગનું ઘર બુક કરાવનારા ગ્રાહકોને સાઈટ વિઝિટ અને દસ્તાવેજો સાથે સંકળાયેલી સેવા આપશે.
 
ગણતરીના કલાકોમાં થયો રૂ. 1 કરોડનો કારોબાર 
 
ટાટા હાઉસિંગ સાથે સ્નેપડીલના કરાર બાદ ગણતરીના કલાકોની અંદર જ 1.1 કરોડ રૂપિયાની લેવડ-દેવડ થઈ હતી. જો આ મોડલ સફળ થશે તો ભવિષ્યમાં બીજી કંપનીઓ પણ આ પ્રકારે ઓનલાઈન મકાન વેચશે.
 
સ્નેપડીલ પર આ ડેવલપર્સની પહેલાંથી જ હાજરી
 
સ્નેપડીલ પર ડીએલએફ, શોભા ડેવલપર્સ, ગોદરેજ પ્રોપર્ટી, મંત્રી ડેવલપર અને પૂર્વાંકરા જેવા દેશના મોટા ડેવલપર્સ પહેલાંથી જ વેચાણ માટે ઉપલબ્ધ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Property Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Snapdeal aims to become the most trusted channel for customers to buy apartments online
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.