• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Karobar Jagat »Arth Jagat» Read… Hoes Many Industrialist And Politicians Had Account In Overseas Bank And Balance

આ ઉદ્યોગપતિઓ- રાજકારણીઓના છે વિદેશી બેન્કમાં ખાતા

બિઝનેસ ડેસ્કઃતાજેતરમાં એક અંગ્રેજી અખબારે કરેલા સર્વેક્ષણ અનુસાર ભારતના દિગ્ગજ કોર્પોરેટ્સ અને રાજકારણીઓ વિદેશની એચએસબીસી બેન્કમાં ખાતુ ધરાવતા હતા. જે તે સમયે તેમના કેટલા રૂપિયા હતા તેની પર એક નજર નાખીએ. આ માહિતી એચએસબીસી અને ભારતીય આવકવેરા સત્તાવાળાઓની વચ્ચે થયેલી વાટાઘાટને પગલે બેન્ક દ્વારા જ આપવામાં આવી હતી.
 
મુકેશ અંબાણી
બેલેન્સ: 26.6મિલીયન ડોલર (રૂ.164.92કરોડ)
 
સૌથી શ્રીમંત એવા ભારતીય ઉદ્યોગપતિ કે જેમની અંગત સંપત્તિ 20 અબજ ડોલરની છે. તેમણે 2001માં એસએસબીસીમાં ખાતુ ખોલાવ્યુ હતું. સરેરાશ સંયુક્ત બેલેન્સ 2006-07માં રૂ. 26.6 કરોડ હતું. ડેટા દર્શાવે છે કે એકાઉન્ટ ફ્લેગ ટેલિકોમ ગ્રુપ લમિટેડ અને કેન્બાર હોલ્ડિંગ કોર્પોરેશનના નામે રજિસ્ટર થયેલું છે. વધુમાં રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝના નામે પણ 2007માં ખાતુ ખોલાવવામાં આવ્યું હતું જેમાં 103.8 (રૂ. 638.8 કરોડ) હતા. જ્યારે ભારે ભારત દ્વારા ભ્રષ્ટાચારની ફરિયાદ થઇ ત્યારે કંપનીએ એક નિવેદન જારી કર્યું હતું જેમાં તેમણે લખ્યું હતું કે તેમનું ખાતુ દરેક નિયમનોનું પાલન કરે છે અને તેના યોગ્ય ન્યાયક્ષેત્રમાં અને ભારતમાં તેની જાહેરાત કરવામાં આવી હતી.
 
ટિપ્પણી: આરઆઇએલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “આરઆઇએલ કે મુકેશ અંબાણી વિશ્વમાં કોઇ પણ સ્થળે ગેરકાયદે ખાતુ ધરાવતા નથી.”
 
અનિલ અંબાણી
બેલેન્સ: 26.6મિલીયન ડોલર (Rs 164.92કરોડ)
 
મુકેશ અંબાણીના નાના ભાઇ મુકેશ, અનિલ અંબાણીએ ભાગલા પડ્યા બાદ પરિવારના સામ્રાજ્યના ટેલિકોમ, પાવર, એન્ટરટેઇનમેન્ટ કંપનીઓની કમાન સંભાળી છે. તેમના પણ મુકેશની જેમ જ એચએસબીસીમાં 26.6 મિલીયન ડોલર ધરાવતા હતા. ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભારતમાં એકાઉન્ટ હોલ્ડર અનિલ અંબાણી જારી કરેલા નિવેદનમાં સ્પષ્ટતા કરી હતી કે તેમને એચએસબીસી જિનેવામાં કોઇ ખાતુ નથી. ખાતુ ખોલવાના સ્ટેટમેન્ટ સાથે લગાવવામાં આવેલી બેન્ક્ર સ્ક્રિપ્ટ દર્શાવે છે એચએસબીસીએ પોતે ગ્રાહકનો 2005માં ખાતુ ખોલાવવા માટે સંપર્ક કર્યો હતો અને બે દિવસ બાદ ભંડોળ જમા કરાવવા માટે સંમતિ સધાઇ હતી. તેમની માતા કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી પણ બેન્કમાં ખાતુ ધરાવે છે પરંતુ તેની વિગતો પૂરી પાડવામાં આવી ન હતી.
 
ટિપ્પણી:
અનિલ ઓફિસમાંથી જાણવા મળ્યું હતું કે અંબાણી એચએસબીસીની કોઇ પણ શાખામાં ખાતુ ધરાવતા નથી.”
 
આગળ વાંચો નરેશ ગોયલ વિશે 
(Arth Jagat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Karobar Jagat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Read… hoes many industrialist and politicians had account in overseas bank and balance
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.