• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Karobar Jagat »Arth Jagat» ATM Machine Comprehensively Used By The World, Was Discovered By An Indian

વાંચો, ATM મશિન કોણે બનાવ્યું, 1967માં પહેલી વાર કાઢ્યા હતા પૈસા

નવી દિલ્હીઃએટીએમને લઇને લોકોના મનમાં અનેક સવાલો ઉઠે છે. જેમ કે આ મશિન કેવી રીતે તૈયાર કરવામાં આવ્યું. એટીએમ કાર્ડ કેવી રીતે બન્યું. તેનો પિન કોણે આપ્યો અને તે કેવી રીતે કામ કરે છે અને તેમાંથી પૈસા કેવી રીતે નીકળે છે. આ તમામ સવાલો તમારા મનમાં પણ ઉઠતા હશે, પરંતુ જવાબ કદાચ મળતો નથી. આ પેકેજ મારફતે અમે આજે તમને બતાવીએ છીએ કે એટીએમની શોધ કોણે કરી અને કેવી રીતે તેમના એક આઇડીયાએ આજે આપણે બધા જ તેનો ઉપયોગ સારી રીતે કરી રહ્યા છીએ. ખાસ વાત તો એ છે કે તેની શોધ કરનાર ભલે એક ભારતીય હતા પરંતુ કેશ સૌથી પહેલા લંડનમાં કાઢવામાં આવી હતી.
 
ભારતમાં જન્મ્યા હતાATMના શોધકર્તા
 
કેશ કાઢનારા પહેલા એટીએમને 27 જૂન 1967માં લંડનની બર્કલે બેન્ક દ્વારા લગાવવામાં આવ્યું હતું. આ મશિન બપારે મહેનત બાદ સ્કોટલેન્ડના ઇન્વેન્ટર જોન શેફર્ડ બૈરને બનાવ્યું હતું. ખાસ વાત તો એ છે કે દુનિયાભરમાં એટીએમ મશિન દ્વારા લોકો બેંકની લાંબી લાંબી લાઇનોથી બચાવનારા જોન શેફર્ડ બૈરનનો જન્મ 23 જૂન 1925ના રોજ મેઘાલયના શિલોંગમાં થયો હતો. તે સમયે તેમના સ્કોટીશ પિતા વિલફ્રીડ બૈરન ચિટગાંમ પોર્ટ કમિશ્નર્સના ચિફ એજિનીયર હતા. એટીએમના શોધકર્તા જોન શેફર્ડ બૈરનનું મૃત્યુ 15 મે 2010માં થયું હતું.
 
પત્નીએ આપ્યો હતો એટીએમનો પિન
 
બૈરનનું મૃત્યુ વર્ષ 2010માં 84 વર્ષની ઉંમરે થયું હતું. ખાસ વાત તો એ છે કે બૈરન એટીએમનો પિન 6 આંકડાનો કરવાના પક્ષમાં હતા, પરંતુ તેમની પત્નીએ તેમને કહ્યું કે 6 આંકડા વધુ છે અને લોકો તેને યાદ રાખી નહી શકે. તે કારણે તેમણે ચાર આંકડાનો પિન બનાવ્યો. આજે પણ ચાર આંકડાનો પિન જ ચલણમાં છે.
 
આગળની સ્લાઇડમાં જાણો કેવી રીતે આવ્યો હતો એટીએમનો આઇડિયા...
(Arth Jagat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Karobar Jagat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ATM machine comprehensively used by the world, was discovered by an Indian
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.