• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Manufacturing» Dylan Lauren Their Candy Store Seen For 20 Lac People Per Year

ડિલન લોરેન: તેમનો કેન્ડી સ્ટોર જોવા દર વર્ષે 20 લાખ લોકો આવે છે

ડિલન લોરેન: તેમનો કેન્ડી સ્ટોર જોવા દર વર્ષે 20 લાખ લોકો આવે છે
(ડિલન્સ કેન્ડીબારના ફાઉન્ડર ડિલન લોરેન)
 
ન્યૂયોર્કમાં 2009માં 15000 ચોરસ ફૂટમાં પ્રથમ કમ્પ્લીટ કેન્ડી સ્ટોર શરૂ કર્યો હતો.
ડિલન્સ કેન્ડીબારમાં 7000 પ્રકારની અલગ અલગ અને દુનિયાભરની કેન્ડી મળી રહે છે.
 
ડિલન્સ કેન્ડીબારના ફાઉન્ડર ડિલન લોરેન છે. તેમનો કેન્ડી સ્ટોર દુનિયામાં સૌથી મોટો છે. તે પ્રતિષ્ઠિત ફેશન ડિઝાઇનર રાલ્ફ લોરેનની દીકરી છે. 2001માં તેણે આ સ્ટોર શરૂ કર્યો હતો. ન્યૂયોર્કના આ સ્ટોરમાં દરેક પ્રકારની શાનદાર કેન્ડી મળે છે. સાથે જ ડિલને તેને એક લાઈફસ્ટાઈલ બ્રાન્ડની જેમ સ્થાપિત કરી છે જ્યાં કેન્ડી થીમની ટી-શર્ટ, જ્વેલરી, હેટ, ગિફ્ટ બાસ્કેટ, પિલો, સ્પા પ્રોડક્ટ્સ પણ મળે છે. લોરેન ઓથર પણ છે. તેમણે પુસ્તક લખ્યું છે- અનરેપ યોર સ્વીટ લાઈફ. આ પુસ્તક લોકોને વિશેષ અવસરોને કેન્ડી સાથે સેલિબ્રેટ કરવા માટે પ્રેરિત કરે છે.
 
ડિલનના પિતા રાલ્ફ લોરેન દુનિયાના ટોચના અબજોપતિઓની યાદીમાં સામેલ છે પરંતુ ડિલન માટે આ સફર એટલી સરળ નહોતી. સફળતા રાતોરાત નથી મળી. તે જણાવે છે કે હું જીવનભર કેન્ડી ગર્લ બનીને રહી છું. બાળપણથી કેન્ડી પ્રત્યે પ્રેમ હતો પરંતુ જ્યારે મોટી થઈ તો મેં દુનિયાભરથી કેન્ડી શોધવાની શરૂઆત કરી. મને તેની પેકેજિંગ, શેપ, કલર અને ટેક્સચર્સ તક પ્રત્યે પ્રેમ હતો. તેનો અભ્યાસ કર્યો. મેં તેને ક્લેક્ટ પણ કર્યા. મારા કબાટમાં અનેક પ્રકારની કેન્ડી હતી. હું તેને આર્ટવર્કમાં ઉપયોગમાં લેતી હતી. હું દુનિયાનો સૌથી મોટો કેન્ડી સ્ટોર શરૂ કરવા માગતી હતી. જોકે મેં જ્યારે લોકોને કહ્યું હતું કે હું 15000 સ્કવેરફૂટમાં કેન્ડી સ્ટોર શરૂ કરી રહી છું તો લોકોનો રિએક્શન હતા - તમે આટલી મોટી જગ્યામાં રાખશો શું? હું હંમેશા ઈચ્છતી હતી કે તેને સફળ થવું જોઈએ પરંતુ સફળતા મારા માટે ફક્ત સેલ્સ નંબરની જ બાબત નહોતી. 
 
જોકે હું આ જરૂર ઈચ્છતી હતી કે લોકોને આ જગ્યા પસંદ આવે. મને આંકડાની પણ ચિંતા હતી પણ જો હું તેની વધારે ચિંતા કરતી તો તેના ક્રિએટિવ ભાગનો વધારે આનંદ ન માણી શકી હોત. સ્ટોર શરૂ કરતા પહેલા ડિલને આખી દુનિયા ફરી અને ત્યાંના કેન્ડી ક્રિએશન જોયા. આજે તેમના સ્ટોર્સ શિકાગો, લોસ એન્જેલસ, મિયામી અને ઈસ્ટ હમ્પટન સહિત અન્ય જગ્યા પર પણ ખૂલી ચૂક્યાં છે. લક્ઝરી બૂટિક્સ, મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ અને હોટલ્સમાં ડિલનની બનાવેલી પ્રોડક્ટ મળે છે.  કેન્ડીના શોખને તેમણે આર્ટવર્કનું રૂપ આપ્યું અને પછી તેને વ્યવસાય અને સફળતાનું માધ્યમ બનાવ્યું. તે કહે છે કે મને આર્ટ પસંદ હતું. મારો સમગ્ર પરિવાર આર્ટિસ્ટિક છે. મારો ભાઈ ફિલ્મમેકર છે. દાદા પેઈન્ટર હતા. આવી રીતે આર્ટ મારા લોહીમાં છે. 
 
કોઈને ગિફ્ટ આપવી હોય તો હું કેન્ડી આર્ટવર્ક જ આપું છું. આ આર્ટવર્ક ગમ બોટલ્સથી બનેલા મોઝેક હોય કાં તો કેન્ડી રેપરથી બનેલા કોલાઝ. તેનાથી વિચાર આવ્યો કે હું આર્ટગેલેરી શરૂ કરી શકું છું જેમાં હું મારા કામને રજૂ કરી શકું છું. આ વિચાર આગળ ચાલીને કેન્ડી સ્ટોરમાં રૂપાંતરીત થયું જ્યાં અમે એવી કેન્ડી વેચીએ જે આર્ટિસ્ટિક હોય. આને અમે એવું મનોરંજન ડેસ્ટિનેશન બનાવવા માગતા હતા જે ફેશન, આર્ટ અને પોપ કલચરનું મિશ્રણ હોય. એટલા માટે અમારી પાસે કેન્ડી ગાઉન છે અને કેન્ડી આર્ટ માટે આર્ટિસ્ટ છે એટલા માટે જ આ કેન્ડી સ્ટોર ફક્ત બાળકો માટે નથી. આ ગેલરી છે જે દરેક માટે છે.
 
આ દરેકે સાથે મળીને બ્રાન્ડ સફળ બનાવી છે. ડિલન્સ કેન્ડીબાર સ્ટોસ પર 7000થી વધુ પ્રોડક્ટ મળે છે. ન્યૂયોર્કમાં શરૂ થયેલ પ્રથમ ફ્લેગશિપ સ્ટોર આજે એવો ટુરિસ્ટ સ્પોટ બની ગયો છે જેને દર વર્ષે જોવા માટે 20 લાખ લોકો આવે છે. 1999માં સ્ટોર માટે પ્રથમ કોન્સેપ્ટ તૈયાર કરાયું હતું તે એક એવી જગ્યાની કલ્પના હતી જ્યાં ઈવેન્ટ અને પાર્ટી યોજાઇ શકે અને કેન્ડી થીમ આર્ટ પણ રજૂ થઈ શકે. કેન્ડી વેચવી આ કોન્સેપ્ટનું અંતિમ ભાગ હતું. ડિલન કહે છે કે  હું ફક્ત તેનું સોંદર્ય નિહાળવા માગતી હતી.
(Manufacturing Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Dylan Lauren Their candy store seen for 20 Lac people per year
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.