• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »IT-Telecom» TRAI Favors Net Neutrality And Says No Discrimination On Based Of Content

ઇન્ટરનેટ સેવામાં કન્ટેન્ટના આધારે નહિ થાય ભેદભાવ: નેટ ન્યુટ્રાલિટી પર TRAI

નવી દિલ્હીઃ ટેલિકોમ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ નેટ ન્યુટ્રાલિટીની તરફેણમાં તેનો નિર્ણય આપ્યો છે. ટ્રાઇએ નેટ ન્યુટ્રાલિટી પર જાહેર કરેલી તેની ભલામણમાં જણાવ્યું છે કે નેટ યુઝર્સની સાથે કન્ટેન્ટના આધારે કોઇ ફેરફાર નહિ થવો જોઇએ. સર્વિસ પ્રોવાઇડર્સે એવું કશું નહિ કરવું જોઇએ જે કન્ટેન્ટના આધાર પર ભેદભાવ કરતું હોય.

 

ફ્રી બેઝિક્સ જેવી સેવાઓ નહિ આવી શકે


ટ્રાઇની આ ભલામણ પછી ફેસબૂકની ફ્રી બેઝિક્સ જેવી સેવાઓ નહિ આવી શકે. તે ઉપરાંત વોટ્સઅપ જેવા પ્લેટફોર્મ પર ફ્રી કોલિંગની સુવિધા પણ યુઝર્સને મળતી રહેશે જેના પર ટેલિકોમ કંપનીઓ ચાર્જ વસૂલ કરવાનું દબાણ કરતી હતી.

 

ઇન્ટરનેટ પ્રોવાઇડર્સને ટ્રાફિક મેનેજમેન્ટ પ્રેક્ટિસની છૂટ


ટ્રાઇએ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને કેટલીક બાબતોમાં ટ્રાફિક મેનેજમેન્ટ પ્રેક્ટિસની છૂટ આપી છે જ્યાં સુધી કે તેમની પ્રેક્ટિસીસ પારદર્શક હોય અને તેની યુઝર્સ પર શું અસર થશે તે પહેલાથી ડિક્લેર કરેલું હોય.

 

દેખરેખ માટે બનશે કમિટી


કોઇ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર નિયમોનું ઉલંઘન ન કરી શકે તે માટે ટ્રાઇએ એક મોનેટરિંગ કમિટી બનાવવાની ભલામણ કરી છે. આ કમિટી નિયમોના ભંગની પણ તપાસ કરશે.

 

સરકાર નેટ ન્યુટ્રાલિટી પર બનાવશે પોલિસી

 

કેન્દ્ર સરકાર ટ્રાઇની ભલામણોના આધાર પર નેટ ન્યુટ્રાલિટી પર પોલિસી બનાવશે.

(IT-Telecom Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: TRAI favors net neutrality and says no discrimination on based of content
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.