• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »IT-Telecom» Tata Teleservices To Merge With Bharti Airtel Ltd

ટાટા ટેલિ.નો મોબાઇલ બિઝનેસ ખરીદશે ભારતી એરટેલ, મળશે 4 કરોડ ગ્રાહકો

મુંબઇઃભારતી એરટેલ ટાટા ગ્રુપના કન્ઝ્યુમર મોબાઇલ બિઝનેસને ખરીદવાની છે. આ એક એવો સોદો થઇ રહ્યો છે કે જેમાં ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપનીને `ફ્રી'માં જ 4 કરોડનો મોટો સબસ્ક્રાઇબર બેઝ (ગ્રાહકો) મળી જશે. બંને કંપનીઓએ ગુરુવારે આ મર્જરની જાહેરાત કરી છે.
 
`મફત'માં થયો સોદો

ભારતી એરટેલ અને ટાટા ગ્રુપે એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે આ ટ્રાન્ઝેક્શન `ડેટ ફ્રી અને કેશ ફ્રી' (દેવામુક્ત અને કેશ મુક્ત) આધારીત થશે. જોકે, ટાટા ટેલિસર્વિસીસના દેવાનો થોડો હિસ્સો ભારતી એરટેલ પણ લેશે.
 
ભારતી એરટેલના બોર્ડે ગુરુવારે મીટિંગ પછી આ જાહેરાત કરી છે. આ મર્જરનો સોદો ડેટ ફ્રી, કેશ ફ્રી ધોરણે થશે. આ મર્જર પછી એરટેલ પાસે સ્પેક્ટ્રમનો જથ્થો વધી જશે. કેમકે તેને 4G માટે ટાટા ટેલિના 1,800, 2,100 અને 850 MHz સ્પેક્ટ્રમ વાપરવા મળશે.
ટાટા ટેલિસર્વિસના 19 સર્કલોનું સ્પેક્ટ્રમ વાપરશે એરટેલ
 
- ભારતી એરટેલ ટાટાના રૂ.10,000 કરોડના સ્પેક્ટ્રમ દેવાનો થોડો ભાગ પણ લેશે. ટાટા ટેલિ પાસે 19 સર્કલોમાં 800, 1800, 2100 Mhz (3G, 4G) bandsમાં 180 MHz સ્પેક્ટ્રમ છે. 
- ભારતી એરટેલ ટાટા ટેલિસર્વિસીસના ફાયબર ઓક્ટિક બેકબોનનો ઉપયોગ કરવા તેની સાથે ઇનડીફીઝીબલ રાઇટ્સ ઓફ યુઝ કરાર પણ કરશે.
- ટાટા સન્સના નવા વડા એન ચંદ્રશેખરને ખોટ કરતા અને ભારે દેવા બોજ ધરાવતા ટેલિકોમ બિઝનેસને ટ્રાન્સફર કરવા અંગે ભારતી એન્ટરપ્રાઇઝના સુનિલ મિત્તલ સાથે થોડા મહિના પહેલા વાતચીત કરી હતી. 
 
શેરબજારને આપવામાં આવેલી માહિતી અનુસાર, ભારતી એરટેલ ટાટા ટેલિસર્વિસીસના 19 સર્કલો (17 TTSL હેઠળના અને બે ટાટા ટેલિસર્વિસીસ મહારાષ્ટ્ર લિમિટેડ હેઠળના)માં મોબાઇલ બિઝનેસનો ઉપયોગ કરશે. 
 
કોન્સોલિડેશનના માર્ગે છે ટેલિકોમ સેક્ટર

ટાટા ટેલિસર્વિસીસ અને તેના યુનિટ ટાટા ટેલિસર્વિસીસ (મહારાષ્ટ્ર)ના 4 કરોડ ગ્રાહકો છે અને કંપની ભારતના ટેલિકોમ માર્કેટમાં 9મા નંબરની કંપની છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ટેલિકોમ વેન્ચર રિલાયન્સ જિયો ઇન્ફોકોમ વેન્ચની એન્ટ્રી પછી ભારતના ટેલિકોમ સેક્ટરમાં કોન્સોલિડેશન (એકઠીકરણ)નો દોર ચાલી રહ્યો છે.
(IT-Telecom Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Tata Teleservices to merge with Bharti Airtel Ltd
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.