• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »IT-Telecom» Infosys Appoints Salil S Parekh As CEO And Managing Director Effective January 2

ઇન્ફોસિસના CEO-MD પદે સલિલ પારેખની વરણી, 2 જા.આરીથી સંભાળશે કાર્ય

અમદાવાદઃઇન્ફોસિસના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શનિવારે સલિલ એસ. પારેખની ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર તરીણ નિમણૂક કરવાની જાહેરાત કરી હતી. તેઓ આવતા વર્ષની બીજી જાન્યુઆરીએ પદનો કાર્યભાર સંભાળશે. તેમને આઇટી સર્વિસિસ ઉદ્યોગમાં ત્રણ દાયકાનો વૈશ્વિક અનુભવ છે, એમ બોર્ડના ચેરમેન નંદન નીલેકણીએ જણાવ્યું હતું. પારેખે ઇન્ફોસિસ વાયા કેપજેમિનીથી જોડાયા હતા, જ્યાં તેઓ ગ્રુપ એક્ટિખ્યુટિવ બોર્ડના સભ્ય હતા. પારેખ કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ઓફ એન્જિનિયરિંગ ડિગ્રી ધરાવે છે અને કોર્નેલ યુનિવર્સિટીમાંથી તેમણે મેકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે.

 

- આ ઉપરાંત તેમણે મુંબઈની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં એરોનોટિકલ એન્જિનિયરિંગમાં બેચલર ઓફ ટેક્નોલોજીની ડિગ્રી મેળવી છે. પારેખ વેપારનો મજબૂત ટ્રેક રેકોર્ડ ધરાવે છે અને તેમણે સફળતાપૂર્વક ઘણાં હસ્તાંતરણો કર્યાં છે, એમ નિલેકણીએ જણાવ્યું હતું. કંપનના બોર્ડનું માનવું છે કે ઇન્ફોસિસની આગેવાની લેવામાં પારેખ એકદમ યોગ્ય વ્યક્તિ છે.


- આ પહેલાં ઇન્ફોસિસના સીઈઓ અને એમડી સિક્કાએ કંપનીના સ્થાપકો અને બોર્ડ સાથે થયેલા મતભેદોને કારણે કંપનીમાંથી અચાનક રાજીનામું આપ્યું હતું. તેમની નારાયણમૂર્તિ સાથે લાંબી લડત ચાલી હતી. ત્યાર બાદ કંપનીના સહસંસ્થાપક નંદન નિલેકણી ઓગસ્ટમાં કંપનીમાં સક્રિય ભૂમિકા પાછા ફર્યા હતા.

 

પારેખના સક્સેસ મંત્ર

 

આ સક્સેસ મંત્ર તેમણે નેસકોમના એક પ્રેઝેન્ટેશનમાં શેર કર્યા હતા

 

1. બજારની અનિશ્ચિતતા જ લીડર્સ તૈયાર કરે છે.

2. બહારની ક્લાઇન્ટસાથે સમય ગાળો

3. પોતાના સહકર્મીઓથી કંઇ ના છુપાવો

4. સારા લોકો હાયર કરો. નોન-પર્ફોર્મિંગ એસેટ્સને બહાર કરો

5. પોતાના કામને સારૂ કરવું તમારી અન્ય પ્રાથમિકતાઓથી વધુ મહત્વની છે

 

સલિલ પારેખ વિષે

 

- બોમ્બેની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીમાંથી બેચલર ઓફ ટેકનોલોજીની ડિગ્રી મેળવી હતી.
- કર્નલ યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સ અને મિકેનિકલ એન્જિનિયિંગની ડિગ્રી મેળવી છે.
- સલિલ સતિષ પારેખ ફ્રેન્ચ આઇટી સર્વિસીસ કંપની કેપજેમિનીમાં ગ્રુપ એક્ઝ્ક્યુટિવ બોર્ડના સભ્ય છે. તેઓ 2007માં કેપજેમિની ઇન્ડિયાના ડાયરેક્ટર તરીકે જોડાયા હતા.
- 4 કંપનીઓમાં ડાયરેક્ટર તરીકેની ભૂમિકા ભજવી હતી.
- આઇટી ઇન્ડસ્ટ્રીમાં વૈશ્વિક સ્તરે ત્રણ દાયકાથી જુદા જુદા પદો પર સક્રિય ભૂમિકા ભજવી છે.

 

ઇન્ફોસિસના અત્યાર સુધીના CEOની યાદી

 

1. નારાયણ મૂર્તિ - 1981થી 2002 સુધી

2. નંદન નીલેકાણી- માર્ચ 2002થી એપ્રિલ 2007

3. એસ ગોપાલકૃષ્ણન- એપ્રિલ 2007થી ઓગસ્ટ 2011

4. એસડી શિબુલાલ- ઓગસ્ટ 2011થી જુલાઇ 2014

5. વિશાલ સિક્કા- ઓગસ્ટ 2014થી ઓગસ્ટ 2017

6. યુબી પ્રવીણ રાવ- ઓગસ્ટ 2017થી અત્યાર સુધી

 

સલિલ પારેખની નિમણૂક વિશે ઇન્ફોસીસ

 

બોમ્બે સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં ઇન્ફોસીસના ચેરમેન નંદન નીલેકાણીએ જણાવ્યું હતું કે, `ઇન્ફોસીસના સીઇઓ અને એમડી તરીકે સલિલના જોડાવાથી અમે ખુશ છીએ. તેઓ આઇટી ઇન્ડસ્ટ્રીમાં આશરે ત્રણ દાયકાનો વૈશ્વિક અનુભવ ધરાવે છે. તેઓ બિઝનેસને ટર્નએરાઉન્ડ કરવામાં અને સફળતાપૂર્વક એક્વિઝિશન્સ કરવામાં ખૂબ મજબૂત ટ્રેડ રેકોર્ડ ધરાવે છે. બોર્ડ માને છે કે અમારી ઇન્ડસ્ટ્રીમાં આ પરિવર્તનીય સમયે ઇન્ફોસીસને આગળ લઇ જવામાં તેઓ યોગ્ય વ્યક્તિ છે.'

 

ઇન્ફોસીસની નોમિનેશન એન્ડ રેમ્યુનરેશન કમિટિના વડા કિરણ મઝુમદાર શૉએ પણ જણાવ્યું છે કે, `પારેખ અત્યંત ક્વોલિફાઇડ ઉમેદવારોમાં અમારી ટોચની પસંદગી છે.'

 

ઇન્ફોસીસમાં વિકાસ સિક્કાના સ્થાને વચગાળાના સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે આવેલા યુબી પ્રવિણ રાવ બીજી જાન્યુઆરી, 2018થી રાજીનામુ આપશે અને તેઓ કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર અને પૂર્ણ કાલિન ડાયરેક્ટર તરીકે ચાલુ રહેશે.

 

આગળ વાંચો...સલિલ પારેખની 5 મહત્ત્વની બાબતો..

(IT-Telecom Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Infosys appoints Salil S Parekh as CEO and Managing Director effective January 2
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.