• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Companies» Supreme Court Asked JayPee Infra To Deposit Rs.2000 Crore By 27th October

જેપી ઇન્ફ્રા 27 ઓક્ટોબર સુધીમાં રૂ. 2,000 Cr જમા કરાવેઃ સુપ્રીમ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે રીયલ એસ્ટેટ ડેવલપર જેપી ઇન્ફ્રાટેકને કહ્યું છે કે તે 27 ઓક્ટોબર સુધીમાં બે હજાર કરોડ રૂપિયા જમા કરાવી દે. હોમ બાયર્સની અપીલ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કંપનીના ડાયરેક્ટર્સને દેશ બહાર જવા પર પણ મનાઇ ફરમાવી દીધી છે. તે ઉપરાંત જેપી વિરુદ્ધ દેવાળિયા જાહેર કરવાની પ્રોસેસ ચાલુ રાખવા પણ જણાવ્યું છે. કોર્ટે ઇન્ટરિમ રિઝોલ્યુશન પ્રોફેશનલ (આઇઆરપી)ને પણ કહ્યું છે કે હોમ બાયર્સ અને ક્રેડિટર્સના હિતોનું રક્ષણ કરવામાં આવે. તે પહેલા 4 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે હોમ બાયર્સની અરજી પર સુનાવણી કરતા દેવાળિયા જાહેર કરવાની પ્રક્રિયા પર મનાઇ આપી હતી.
 
 
45 દિવસમાં પ્લાન બતાવે કંપની
ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ અનુસાર, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) દ્વારા કોઇ એક પ્રોફેશનલને ઇન્ટરિમ રિજોલ્યુશન પ્રોફેશનલ (આઇઆરપી) એપોઇન્ટ કરવામાં આવે છે. તે કંપનીના આખા મેનેજમેન્ટને સંભાળી લે છે અને નક્કી સમયમાં પ્લાન તૈયાર કરીને એનસીએલટીને સોંપે છે. આ પ્લાન પ્રમાણે કંપનીના ક્રેડિટર્સને તેમના નાણાં પાછા આપવામાં આવે છે.
 
45 દિવસમાં બનાવો પ્લાન

ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિમ એએમ ખાનવિલકર, ચંદ્રચૂડની બેન્ચે જણાવ્યું કે, અમે ઇન્ટરિમ રીઝોલ્યુશન પ્રોફેશનલે જણાવ્યું છે કે 45 દિવસમાં સુપ્રીમ કોર્ટને રીઝોલ્યુશન પ્લાન બનાવીને આપે.
 
પ્રોપર્ટી વેચી શકે છે કંપની

સુપ્રીમ કોર્ટે કંપનીને એક રાહત પણ આપી છે. જેપી એસોસિયેટને કહ્યું છે કે તે લેન્ડ અને બાકી પ્રોપર્ટીને વેચીને બે હજાર કરોડ રૂપિયા એકત્ર કરી લે. પરંતુ તેની પહેલા કંપનીએ આઇઆરપીની મંજૂરી લેવી પડશે.
 
બાયર્સના ફસાયા છે 25,000 કરોડ રૂપિયા

ગઇ સુનાવણીમાં હોમ બાયર ચિત્રા શર્માના વકીલ અજિત સિંહાએ કહ્યું હતું કે હોમ બાયર્સના આશરે રૂ.25,000 કરોડ ફસાયા છે. પરંતુ બેન્કના માત્ર રૂ.500 કરોડ માટે ઇન્સોલ્વન્સી પ્રોસેસ શરૂ કરી દેવાઇ છે. ઉલ્લેખનીય છે કે જેપી ઇન્ફ્રાટેકના પ્રોજેક્ટસમાં આસે 32 હજાર લોકોએ ફ્લેટ બુક કરાવ્યા હતા.
(Companies Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Supreme Court asked JayPee Infra to deposit Rs.2000 crore by 27th October
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.