• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Companies» Now End Of Doctor-Pharma Company Association Regime, Preparation For Cheap Medicines

ફાર્મા-ડૉકટરોની મિલી-ભગતનો આવશે અંત, સસ્તી દવાઓ આપવાની આ છે તૈયારી

નવી દિલ્હીઃપોતાની દવાઓનું વેચાણ વધારવા માટે ફાર્મા કંપનીઓ દ્વારા ડૉકટરોને ગિફ્ટ દેવા પર રોક લાગશે. સરકાર ટૂંકસમયમાં ફાર્મા કંપનીઓ માટે નવી રીતે જ કૉડ ઓફ કંડક્ટ લાવવાની તૈયારી કરી રહી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સ, ડ્રગ કંટ્રોલર અને નેશનલ તેમજ સ્ટેટ મેડિકલ કાઉન્સિલ દ્વારા મળીને તેના માટે નવી દરખાસ્ત કરવામાં આવી રહી છે. નવા કૉડ દ્વારા નિયમ તોડવા પર ફાર્મા કંપનીઓની સાથે ડૉકટરો માટે પણ પેનલ્ટી નક્કી કરવામાં આવશે.
 
કંપનીઓ રેવન્યુના 5ટકા ગિફ્ટ પર કરે છે ખર્ચ
 
સરકારની યોજના લોકોને સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાવવાની છે. મોટા ભાગના ડોકટર બ્રાન્ડેડ દવાઓ લખે છે. તેનું કારણ એ પણ છે કે ડ્રગ કંપનીઓ પોતાની દવાઓને પ્રમોટ કરવા માટે ડૉકટરો પર ખર્ચ કરે છે. સરકારી રિપોર્ટના અનુસાર ફાર્મા કંપનીઓ પોતાની કુલ રેવન્યુનો 5 ટકા હિસ્સો ડૉકટરોને ગિફ્ટ આપવા માટે કરે છે. તેની પહેલા ડોકટર સસ્તી દવાઓને બદલે તે કંપનીઓની મોંઘી દવાઓ લખે છે.
 
ગિફ્ટ પોલિસીથી કેવી રીતે વધી જાય છે દવાઓની કિંમત
 
શ્રીકુમારે જણાવ્યું હતું કે સરકાર આખા દેશમાં સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે જનઔષધિ જેવી યોજનાઓને પ્રોત્સાહન આપી રહી છે. પરંતુ આ ગિફ્ટને કારણે આ પ્રોગ્રામને નુકસાન થઇ રહ્યું છે. ગિફ્ટના બદલામાં ડૉકટરો બ્રાન્ડેડ દવાઓ લખે છે, જ્યારે જિનેરિક દવાઓની ક્ષમતા પણ એટલી જ હોય છે. દર્દી પણ ચિઠ્ઠીમાં લખેલી દવાના વિકલ્પમાં સસ્તી દવા લેવાથી બચે છે. મજબૂરીને કારણે તેને 10 રૂપિયાની દવા માટે 100 રૂપિયા ખર્ચવા પડે છે. તેના કારણે સસ્તી દવાઓનો લાભ મળતો નથી.
 
કૉડ ઓફ કન્ડક્ટ માટે કેવા પ્રકારની દરખાસ્ત
 
- ડોકટર કોઇ ફાર્મા કંપનીના રિસર્ચ પ્રોગ્રામમાં ભાગ લે છે તો કંપનીએ તેની પર થયેલા
 ખર્ચની વિગતો જાહેર કરવી પડશે.
- ફાર્મા કંપનીના કોઇ ઇવેન્ટમાં ડૉકટરોના લેક્ચર, કન્સલ્ટિંગ અથવા ટ્રાવેલ પર કેટલો ખર્ચ થયો તેની જાણકારી આપવી પડશે.
- જે કંપનીઓ સરકારી ખરીદી માટે બીડ કરશે, તેને જિનેરિક નામથી દવાઓ આપવી પડશે.
 
કેવી રીતે કંપનીઓ કરે છે ડૉકટરો પર ખર્ચ
 
- પોતાની દવાના પ્રમોશન માટે સીધી રીતે ડૉકટરોને કેશ આપવી
- પસંદગીના સ્થળે ડોકટર તથા તેમના પરિવારને ફરવા માટે મોકલવાની વ્યવસ્થા કરવી
- એલસીડી, લેપ્ટોપ, મોંઘા મોબાઇલ ગિફ્ટ કરવા
- ડૉકટરોને કોઇ એન્ટરટેઇનમેન્ટ પ્રોગ્રામ પર મોકલવાનો ખર્ચ કરવો
 
આગળની સ્લાઇડમાં વાંચો, ડૉકટરો કેવી રીતે મળી શકે છે સજા...
(Companies Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Now end of Doctor-Pharma Company association regime, preparation for cheap medicines
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.