• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Auto» No Taker For Tata Nano As Only 57 Units Sold In October 2017

ટાટા Nanoને હવે નથી મળી રહ્યા ખરીદનાર, ઓક્ટોબરમાં વેચાયા માત્ર 57 યુનિટ

નવી દિલ્હીઃ વિશ્વની સૌથી સસ્તી કાર તરીકે લોન્ચ થયેલી ટાટા નેનોનું વેચાણ એકદમ તળિયે જતું રહ્યું છે. ઓટો ઇન્ડસ્ટ્રી બોડી સિઆમના આંકડા જોઇએ તો નેનોની નિકાસ હવે ઝીરો થઇ ગઇ છે. એક સમયે રતન ટાટાના સપનાની આ કાર 2008માં લોન્ચ થઇ ત્યારથી લઇને અત્યાર સુધી તેના વેચાણના મોરચે અપેક્ષા મુજબ પ્રદર્શન બતાવી શકી નથી.

 

પ્રદર્શન અને વેચાણ બંનેમાં ઘટાડો


સિઆમના આંકડા અનુસાર, ટાટા મોટર્સે ઓક્ટોબર દરમિયાન દેશમાં નેનોના માત્ર 57 યુનિટ જ વેચ્યા છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં કંપનીએ 726 નેનો વેચી હતી. વેચાણની સાથે નેનોના પ્રોડક્શનમાં પણ રેકોર્ડ ઘટાડો આવ્યો છે. કંપનીએ ગયા મહિને નેનોના માત્ર 74 યુનિટનું જ પ્રોડક્શન કર્યું છે. જ્યારે ગયા વર્ષે સમાન ગાળામાં તે 720 યુનિટ થયું હતું. છેલ્લા છ માસના આંકડા જોઇએ તો ટાટા નેનોનું પ્રદર્શન પણ ખાસ રહ્યું નથી. કંપનીએ છેલ્લા છ માસમાં નેનાના ફક્ત 1493 યુનિટ જ વેચ્યા છે, જે ગયા વર્ષના સમાન ગાળામાં 5,185 યુનિટ હતા. ઓક્ટોબરમાં નેનોનું એક્સપોર્ટ શૂન્ય થઇ ગયું છે જે ગયા વર્ષે આ ગાળામાં 83 હતું.

 

નેનોનું ઇલેક્ટ્રિક વર્જન લોન્ચ થવાના પણ અહેવાલ

 

એવા સમાચારો વહેતા થયા છે કે ટાટા નેનોને ઇલેક્ટ્રિક વર્જનમાં લોન્ચ કરવામાં આવશે. આ કારને વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોન્ચ કરી શકે છે. આ કારનું નામ પણ ખાસ હોઇ શકે છે. તેને નીયોના નામે લોન્ચ કરાય એવી શક્યતા છે. જાએમ ઓટોમોટિવ્ઝ ઘણા લાંબા સમયથી ટાટા મોટર્સની સાથે મળીને (જેટી સ્પેશ્યલ વ્હીકલ) ટાટાની ગાડીઓના સ્પોર્ટસ વર્જન કાઢશે. ધારણા છે કે હૈદરાબાદમાં પીએમ તેને લોન્ચ કરશે. 

 

નીયોમાં હોઇ શકે છે 48 વોલ્ટની ઇલેક્ટ્રિક સિસ્ટમ


નીયોમાં 48 વોલ્ટની ઇલેક્ટ્રિક સિસ્ટમ આપવામાં આવી છે. જેનાથી 23 હોર્સ પાવરની શક્તિ જનરેટ થાય છે. આ કારનું વજન આશરે 800 કિલોગ્રામ હોઇ શકે છે. જ્યારે 623 સીસીની પેટ્રોલ વર્જન ટાટા નેનોનું વજન 636 કિલો છે. જોકે, સમાચાર મુજબ નેનોને હાલ સિટી ટેક્સમાં ઉપયોગ માટે જ તૈયાર કરવામાં આવી રહી છે. પર્સનલ ઉપયોગ માટે નહિ. ઓટોકાર અનુસાર, એઆરએઆઇએ તેને એકવાર ચાર્જ કર્યા પછી 200 કિલોમીટરની રેન્જ બતાવી છે. જ્યારે 4 લોકો બેસે અને એસી ચાલુ હોય તો ફુલ ચાર્જમાં આ કાર 140 કિલોમીટર સુધી જશે.

(Auto Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: No taker for Tata Nano as only 57 units sold in October 2017
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.