• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Auto» Nissan Has Put A Case In International Arbitration Against Indian Government

નિસાને ભારત સામે કર્યો રૂ.5,000 કરોડનો કેસ, ઇન્ટરનેશનલ આર્બિટ્રેશનમાં થશે સુનાવણી

નવી દિલ્હીઃ જાપાનની કાર નિર્માતા કંપની નિસાને ભારત સામે ઇન્ટરનેશનલ આર્બિટ્રેશનમાં કેસ દાખલ કર્યો છે. તેમાં કંપનીએ ભારત પર સ્ટેટ ઇન્સેન્ટિવના ધોરણે 5000 કરોડ રૂપિયાની ચુકવણી કરવા જણાવ્યું છે. ગયા વર્ષે નિસાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લીગલ નોટિસ મોકલી હતી. આ નોટિસમાં તામિલનાડુ સરકાર પાસે ઇન્સેન્ટિવ તરીકે બાકીના પેમેન્ટની માગણી કરી હતી. કંપનીએ તામિલનાડુ સરકાર સાથે થયેલી સમજૂતિ પ્રમાણે રાજ્યમાં કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ નાખ્યો હતો.

 

તામિલનાડુ સરકારે કંપનીની માંગને કરી નજરઅંદાજ


નોટિસમાં જણાવ્યું છે કે રાજ્યના અધિકારીઓને 2015માં બાકી ચુકવણી માટે વારંવાર કરવામાં આવ્યું હતું. પરંતુ રાજ્યના અધિકારીઓએ તેમની વાત કાને ધરી ન હતી. ત્યાં સુધી કે કંપનીના ચેરમેન કાર્લોસ ઘોસ્ને ગયા વર્ષે માર્ચમાં વડાપ્રધાન મોદીની મદદ માગી હતી પરંતુ તેનું કોઇ પરિણામ આવ્યું નથી.

 

ભારત સરકારે પેમેન્ટ માટે આપ્યું હતું આશ્વાસન


જુલાઇ 2016માં નિસાનના વકીલોએ મોકલેલી નોટિસ પછી ભારત સરકાર અને તામિલનાડુ સરકારની નિસાનના અધિકારીઓ સાથે એક ડઝનથી વધારે બેઠકો થઇ હતી. ભારત સરકારના અધિકારીઓએ નિસાનને ભરોસો આપ્યો હતો કે પેમેન્ટ કરી દેવાશે અને તેને કાનૂની કેસ નહિ બનાવવો જોઇએ. પરંતુ ઓગસ્ટમાં નિસાને ભારત સરકારને એક આર્બિટ્રેટર નિયુક્ત કરવાની ચેતવણી આપી હતી. પ્રથમ આર્બિટ્રેશન સુનાવણી ડિસેમ્બરના મધ્યમાં થશે.

 

બીજી બાજુ તામિલનાડુ સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે સરકારને આશા હતી કે ઇન્ટરનેશનલ આર્બિટર્રેશનમાં ગયા વિના વિવાદનું સમાધાન થઇ જશે. બાકીની રકમની ચુકવણી અંગે કોઇ મુશ્કેલી નથી અને અમે આ વિવાદનું સમાધાન કરવાના પ્રયત્ન કરી રહ્યા છીએ. જ્યારે પીએમઓ તરફથી આ અંગે કોઇ જવાબ મળ્યો નથી.

 

આ મામલે ભારત પર જાપાન સાથેના કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ એગ્રીમેન્ટના ભંગનો આરોપ લાગ્યો છે. ઇન્ટરનેશન આર્બિટ્રેશનમાં અત્યાર સુધી ભારત સામે 20 કેસો થયા છે જે કોઇ એક દેશ સામે થયેલા સૌથી વધુ કેસ છે.

(Auto Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Nissan has put a case in International Arbitration against Indian government
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.