• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Auto» Mahindra And Mahindra Launches A New Version Of Its KUV100

40 નવા ફિચર્સ સાથે લોન્ચ થઇ KUV100 NXT, જાણો અમદાવાદમાં ઓનરોડ કિંમત

અમદાવાદ:ભારતની અગ્રણી એસયુવી ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (એમએન્ડએમ) લિમિટેડે ગુરૂવારે તેની નવી KUV100 NXT લોંચ કરી છે. KUV100 NXTમાં 40 નવા ફીચર્સ છે. KUV100 NXT ને 5 અને 6 સીટર વિકલ્પો સાથે પેટ્રોલ અને ડીઝલ એમ બંનેમાં પાંચ વેરિઅન્ટ K2 & K2+, K4+, K6+ અને K8 સાથે લોન્ચ કરવામાં આવી છે.
 
K2 વેરિઅન્ટ માટે KUV100 NXTની કિંમત રૂ. 4.40 લાખ (એક્સ-શોરૂમ અમદાવાદ)થી શરૂ થશે. નેક્સ્ટ જનરેશન KUV100 NXT લોંચનાં પ્રસંગે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડનાં મેનેજિંગ ડિરેક્ટરે ડો. પવન ગોએન્કાએ કહ્યું હતું કે, “KUV100 રૂ. 4.5 લાખથી રૂ. 7.5 લાખનાં પ્રાઇઝ સેગમેન્ટમાં એસયુવીમાં નવી કેટેગરી ઊભી કરી છે. અમે હંમેશા ગ્રાહકોની જરૂરિયાતો સમજીએ છીએ અને એ પ્રમાણે અમે 21 મહિનાની અંદર નવી KUV100 લોંચ કરવામાં સફળતા મેળવી છે. મારું માનવું છે કે, પોતાની વિશિષ્ટ ખાસિયતો સાથે KUV100 NXT મહિન્દ્રાની પોતાની કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રોડક્ટ રજૂ કરવાની ક્ષમતામાં ગ્રાહકોનો વિશ્વાસ વધારશે.”
(Auto Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mahindra and Mahindra launches a new version of its KUV100
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.