• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Auto» General Motors To Stop Selling Cars In India By 2017 End, To Focus On Exports

જનરલ મોટર્સ 2017ના અંત સુધી ભારતમાં કરશે કારનું વેચાણ બંધ

નવી દિલ્હીઃ અમેરિકાની ટોચની કાર કંપની જનરલ મોટર્સે કહ્યું કે તે વર્ષ 2017ના અંત સુધી ભારતમાં વ્હીકલ્સ વેચવાનું બંધ કરશે. કંપનીએ કહ્યું કે તે માત્ર એક્સપોર્ટ પર ફોકસ કરશે. આ અગાઉ એપ્રિલમાં જ જનરલ મોટર્સે ગુજરાતમાં પોતાના હાલોલ પ્લાન્ટમાં પ્રોડક્શન રોકી દીધું હતું. ભારતમાં પોતાના મેન્યુફેકચરિંગ ઓપરેશન્સના ઇન્ટિગ્રેશનના પ્રયાસો હેઠળ પોતાના આ પ્લાન્ટમાં પ્રોડક્શન બંધ કર્યું. જનરલ મોટર્સ ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું કે ભારતમાં તે પોતાનું સંપૂર્ણ મેન્યુફેકચરિંગ ઓપરેશન્સ હવે મહારાષ્ટ્રના તાલેગાંવ સ્થિત બીજા પ્લાન્ટમાં કરશે. 
કંપનીએ શું કહ્યું...
 
-જનરલ મોટર્સ ઇન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું કે આ નિર્ણય કંપનીના દુનિયાભરમાં પર્ફોર્મન્સના રિવ્યૂ પછી લેવામાં આવ્યો છે.
-કંપની ચાર ઇન્ટરનેશનલ માર્કેટ્સમાંથી બહાર નીકળી રહી છે. જેમાં રશિયા, યૂરોપ અને સાઉથ આફ્રિકા સામેલ છે.   
- જીએમ એક્ઝીક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ સ્ટીફન જેકબે કહ્યું કે ભારતમાં કંપનીએ જે ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કર્યો હતો તે હિસાબે રિટર્ન નથી મળી રહ્યું.
-તેમણે એમ પણ કહ્યું કે આ રોકાણથી અમને પોતાની લીડરશીપ પોઝિશન પ્રાપ્ત કરવા અને ડોમેસ્ટીક માર્કેટમાં લોન્ગ ટર્મ પ્રોફિટ પ્રાપ્ત કરવામાં મદદ મળી રહી છે.  
 
ભારતમાં 1 અબજ ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ રદ્દ કરશે જીએમ
 
-કંપની ભારતમાં નવી લો-કોસ્ટ વ્હીકલ્સ મેન્યુફેકચરિંગ લાઇન પર કરવામાં આવનારા 1 અબજ ડોલર (લગભગ 6400 કરોડ રૂપિયા) ના રોકાણને પણ રદ્દ કરશે.
-કંપનીએ કહ્યું કે અંદાજે 20 કરોડ ડોલર (અંદાજે 1280 કરોડ રૂપિયા) નો ખર્ચ રોકાડ ખર્ચ હશે. 
 
ભારતમાં જીએમની કારો
 
-ભારતમાં જનરલ મોટર્સ ઇન્ડિયા શેવરલે બ્રાન્ડ હેઠળ પોતાની કારો વેચી રહી છે.
-આ કારોમાં સૌથી પોપ્યુલર કાર બીટ છે.
-આ ઉપરાંત, સ્પાર્ક, સેલ, એન્જોય, ક્રૂઝ, ટ્રેલબ્લેઝર સામેલ છે. 
(Auto Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: General Motors to stop selling cars in India by 2017 end, to focus on exports
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.