• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Auto» Cost Of Cars Can Rise Up To Rs.60,000 Due To New Safety Norms From Next April

60 હજાર સુધી મોંઘી થઈ શકે છે કારો, એપ્રિલ'19થી લાગુ થશે સેફ્ટી નોર્મ્સ

નવી દિલ્હીઃ આવનારા સમયમાં નાની કારો અને અનેક વેરિયન્ટસના બેઝ મોડલ્સની કિંમતમાં વધારો તોળાઇ રહ્યો છે. કારોની કિંમતમાં 60,000 રૂપિયા સુધીનો વધારો થઇ શકે છે. તેનું કારણ એડિશનલ સેફ્ટી ફીચર્સ છે, જેને સરકાર અનિવાર્ય કરવાની તૈયારી કરી રહી છે. સરકાર નવા નોર્મ્સ એપ્રિલ 2019થી અમલી બનાવવાની તૈયારીમાં છે. આ અંગે કેન્દ્રીય સડક અને પરિવહન મંત્રાલય ટૂંકસમયમાં નોટિફિકેશન ઇશ્યુ કરી શકે છે. ઓટોમોબાઇલ કંપનીઓના જણાવ્યા અનુસાર, નવા ફીચર્સ લાગુ થયા પછી કારોની કિંમતો વધવી નિશ્ચિત છે.
 
કિંમતોમાં તોળાઇ રહેલો વધારો

PwCના ઓટોમોબાઇલ પાર્ટનર અબ્દુલ મજીદે જણાવ્યું કે અમેરિકા, બ્રિટન અને મોટા ભાગના યુરોપીયન દેશોમાં ઘણા વરસોથી આ સેફ્ટી ફીચર્સને અનિવાર્ય બનાવવામાં આવ્યા છે. એડિશનલ ફીચર્સને સામેલ કરવાથી કારોની કોસ્ટમાં 20,000 રૂપિયાથી લઇને 60,000 રૂપિયા સુધીનો વધારો થઇ શકે છે. સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (સિઆમ)ના ડીજી વિષ્ણુ માથુરે જણાવ્યું કે સેફ્ટી ફીચર્સ વધવાથી બેઝ મોડલની કિંમતમાં નિશ્ચિત વધારો થશે. આ વધારો રો મટીરિયલ, ફોરેક્સ રેટ અને સપ્લાય ચેઇનમાં થનારા ફેરફાર પર નિર્ભર કરે છે.
 
એરબેગ પ્રોટેક્શનથી વધી શકે છે સૌથી વધુ કોસ્ટ

વિષ્ણુ માથુરે જણાવ્યું કે ઓક્ટોબર 2019માં ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીએ ક્રેશ ટેસ્ટના નોર્મ્સ પૂરા કરવા એરબેગ્સને સામેલ કરવાના છે. પરંતુ હવે તેને છ મહિના પહેલા કરવું પડશે. આમ પણ આ ફ્રન્ટલ એરબેગ્સને ક્રેશ ટેસ્ટ માટે પૂરા કરવાના જ છે. હવે થશે એવું કે આ વધારાના સેફ્ટી ફીચર્સના કારણે વધનારા ખર્ચ પર ટેક્સ લાગશે તેથી આપોઆપ કિંમત વધી જશે. ઉલ્લેખનીય છે કે વોર્નિંગ હાર્નેશની સાથે એરબેગ ફિટમેન્ટની કોસ્ટ લગભગ રૂ.10,000 પડે છે.
 
આગળ વાંચો- અનિવાર્ય બનશે આ સેફ્ટી નોર્મ્સ
(Auto Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: cost of cars can rise up to Rs.60,000 due to new safety norms from next April
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.