• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Agri-Biz» Prices Of Wheat Reach Record Level At Rs.2400 Per Quintal

પાંચ મહિનામાં ઘઉંના ભાવ 60% વધી ગયા, રૂ.2400ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો ભાવ

પાંચ મહિનામાં ઘઉંના ભાવ 60% વધી ગયા, રૂ.2400ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો ભાવ
નવી દિલ્હીઃ સરકારના તમામ દાવાઓ છતાં ઘઉંના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. મે-જૂનમાં એમએસપી સ્તર રૂ.1525 હતું તે વધતું ગયું અને શુક્રવારે દિલ્હી મંડિયોમાં ઘઉંનો ભાવ રૂ.2400 પ્રતિ ક્વિન્ટલ થઇ ગયો. દેશના લગભગ બધા બજારોમાં આ સ્થિતિ થઇ છે. તેની પાછળ ઘઉંનું ઓછું ઉત્પાદન તો એક કારણ છે તે ઉપરાંત સપ્લાય અને ભાવ અંકુશ માટે અપનાવેલી સરકારની નીતિઓ વધારે જવાબદાર છે. પાછલા દિવસોમાં ઘઉં પર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય પણ બિનઅસરકારક થઇ ગયો. તે ઉપરાંત અચાનક 5 દિવસમાં આવેલી રૂ.200થી રૂ.250ની તેજી તાજેતરમાં સરકાર દ્વારા નોટ બંધીના ઘટનાક્રમના કારણે આવી હોવાનું મનાય છે. તેનાથી સપ્લાય પર બહુ ખરાબ અસર થઇ છે.
 
નોટબંધીની સપ્લાયમાં અવરોધ

ગયા 8 નવેમ્બરે નોટબંધની જાહેરાત પહેલા ઘઉંની કિંમત રૂ.1900થી લઇને રૂ.2100 વચ્ચે ચાલતી હતી. પરંતુ પછીના દિવસે 1000 અને 500ની નોટો પર પ્રતિબંધ આવતા સપ્લાય પર દબાણ શરૂ થઇ ગયું. મંડિયોમાં ઘઉંની ખરીદી કેશમાં થાય છે. તેથી ઘઉંની ખરીદીમાં અવરોધ આવવા લાગ્યો. વ્યાપારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા એક સપ્તાહમાં ઘઉંની કિંમતમાં રૂ.300થી વધારે ઊછાળો આવ્યો છે. શુક્રવારે સાંજે પાંચ વાગ્યે બંધ થયેલી મંડીમાં રૂ.2400 પ્રતિ ક્વિન્ટલ સુધી ઘઉંની ખરીદી પહોંચી હતી. એ પણ મોટા ભાગે ચેક કે ઉધારમાં સોદા થયા હતા.
 
ઓછા વાવેતરની શંકાની અસર

દેશમાં કેશ કટોકટી ચાલી રહી છે ત્યારે ખેડૂતોને સૌથી વધુ પરેશાની થઇ રહી છે. હાલના સમયે રવી પાકનું વાવેતર ચાલી રહ્યું છે. પરંતુ કેશની તંગીના કારણે ખેડૂતોને નથી બીજ મળી રહ્યા કે નથી મળતું ખાતર. તેથી રવી મોસમનો સૌથી મોટો પાક એવા ઘઉંના વાવેતરમાં વિલંબ થઇ રહ્યો છે. આ બધાના કારણે એવી શંકા પેદા થઇ છે કે ઘઉંનું વાવેતર આ વખતે ઘટી શકે છે અને ઉત્પાદન પણ આ વર્ષે એવું રહેશે. જોકે, અત્યાર સુધી ઘઉંનું વાવેતર 7,94,000 હેક્ટર પર થઇ ચૂક્યું છે, જે ગયા વર્ષના સમાન ગાળાના 7,83,000 હેક્ટરથી વધારે છે.
 
ટેન્ડર પ્રક્રિયા પણ કિંમતો વધવામાં જવાબદાર
 
ઘઉં અંગે શરૂઆતથી સરકાર અને ફ્લોર ઇન્ડસ્ટ્રી વચ્ચે મતભેદનું વાતાવરણ રહ્યું છે. સરકાર ઉપર ઉપરથી ઘઉંના ઉત્પાદનના આંકડા રજૂ કરતી રહી છે. તે પછી ઓપન માર્કેટમાં વેચાણના નિયમોમાં ફેરફાર કરી દીધો. પહેલા એમએસપીથી સરકાર પોતાનો નફો નક્કી કરીને ફ્લોર મિલોને ઘઉં વેચતી હતી, પરંતુ આ વર્ષે તેના માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દીધી. ફ્લોર મિલ સંચાલક દિલ્હીના વિરેશ ગોયેલે જણાવ્યું કે ટેન્ડરમાં 2300થી 2400 રૂપિયાના રેટ બોલાતા હતા. આ પણ ઘઉંના ભાવ વધવાનું એક મોટું કારણ છે.
 
ઉત્પાદન આશરે 8.6 કરોડ ટનની આસપાસ
 
સરકારે બે વર્ષના દુકાળ છતાં ઘઉંના ઉત્પાદનના મોટા આંકડા જાહેર કર્યા હતા. સરકારના પૂર્વાનુમાનના આંકડા સામે સવાલો થયા. શરૂઆતના બે અંદાજો સરકારે ચડાવીને રજૂ કર્યા હતા. પગહેલા અને બીજા એડવાન્સ એસ્ટીમેટમાં ઘઉંનું અનુમાન સરકારે 9.38 કરોડ ટન બતાવ્યું હતું. તે પછી ત્રીજું અનુમાન તેનાથી વધારીને 9.44 કરોડ ટન કરી દીધું. પરંતુ ઓગસ્ટની શરૂઆતમાં જાહેર થયેલા ચોથા અનુમાનમાં સરકારે ઘઉંના ઉત્પાદનનો આંકડો પહેલા અને બીજાથી ઘટાડીને 9.35 કરોડ ટન કરી દીધો. આમ, સરકારના મનઘડંત આંકડાથી ફ્લેર ઇન્ડસ્ટ્રીમાં ગફલત પેદા થઇ. જ્યારે ખાનગી ફ્લોર મિલો આ વર્ષે ઘઉંનું ઉત્પાદન 8.5 કરોડ ટન જ માનીને ચાલી રહી છે. વાસ્તવમાં ઘઉંનું ઉત્પાદન 6.6 કરોડ ટનની આસપાસ જ છે.
(Agri-Biz Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Prices of wheat reach record level at Rs.2400 per quintal
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.