• Select Language >
 • Hindi
 • Gujarati
Home »Gujarat» Voolsy Allows Its Users To View The Menus Of The Outlets, Place Their Orders

હવે વેઇટરની રાહ જોવાની જરૂર નથી, રેસ્ટોરન્ટમાં મોબાઇલથી આપો ઓર્ડર

 • હવે વેઇટરની રાહ જોવાની જરૂર નથી, રેસ્ટોરન્ટમાં મોબાઇલથી આપો ઓર્ડર
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  અમદાવાદઃ તમે સન્ડે કે પબ્લિક હોલી ડેના દિવસોમાં કોઇ રેસ્ટોરન્ટમાં જમવા ગયા હો અને ત્યાં એટલી ભીડ હોય કે મેનુ જોઇને ઓર્ડર આપવા માટે તમારે વેઇટરની રાહ જોયા વિના છૂટકો નથી. રેસ્ટોરન્ટમાં ભીડ હોય ત્યારે વેઇટર પણ તમારા પર પૂરતું ધ્યાન ન આપે તેવું બની શકે પરંતુ હવે આ બધી સમસ્યાથી છૂટકારો મળી જાય તેવી એપ બનાવી છે એક ગુજરાતીએ. આ એપનો કમાલ એ છે કે તમે રેસ્ટોરન્ટની અંદરથી જ માત્ર એક મોબાઇલ ક્લિક કરીને તમારી પસંદગીનો ઓર્ડર આપી શકો છો એટલું જ નહીં તેનું પેમેન્ટ પણ મોબાઇલ એપથી જ થઇ જશે.
   
  Voolsy નામની આ એપ ભારતની પ્રથમ આઇબીકોન આધારી ઓર્ડરીંગ અને પેમેન્ટ એપ છે. આ એપ તૈયાર કરનાર સ્ટાર્ટ-અપને રેસ્ટોરન્ટ ઇન્ડિયા દ્ધારા રેસ્ટોરન્ટ ટેક્નોલોજી એવોર્ડ પ્રદાન થયો છે. Voolsyનો ઉપયોગ કરીને તમે રેસ્ટોરન્ટની અંદરથી તમારા મોબાઇલ પરથી મેનુ જોઇને કોઇ પણ ઓર્ડર આપી શકો છો અને પેમેન્ટ પણ કરી શકો છો.
   
  આગળની સ્લાઇડમાં વાંચો ક્યારે થઇVoolsyની શરૂઆત.....
 • હવે વેઇટરની રાહ જોવાની જરૂર નથી, રેસ્ટોરન્ટમાં મોબાઇલથી આપો ઓર્ડર
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  ક્યારે થઇVoolsyની શરૂઆત
   
  લગભગ એક વર્ષ પહેલા અમરિષ પટેલ અને સ્મિત નેભવાણીએ શરૂ કરેલા આ સ્ટાર્ટઅપના 1 લાખ કરતાં વધુ રજિસ્ટર્ડ યુઝર છે અને 4 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન આ એપ દ્ધારા થયા છે. Voolsyનો ઉપયોગ અત્યારે અમદાવાદ, મુંબઇ અને બેંગ્લોરના 1000થી વધુ રેસ્ટોરન્ટ્સમાં થઇ રહ્યો છે. તેમજ કંપનીનું ટાર્ગેટ આગામી કેટલાક મહિનાઓમાં 5000 કરતાં વધુ રેસ્ટોરન્ટમાં આ એપની સેવા પૂરી પાડવાનું છે. કંપની ટૂંક સમયમાં ગુડગાંવ, ચેન્નઇ, પૂણે અને દિલ્હીમાં Voolsyને લોન્ચ કરશે. 
 • હવે વેઇટરની રાહ જોવાની જરૂર નથી, રેસ્ટોરન્ટમાં મોબાઇલથી આપો ઓર્ડર
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  શું કહે છેVoolsyના પ્રમુખ, સીઇઓ
   
  Voolsyને શરૂ કરનારા અમરિષ પટેલ જણાવે છે કે રેસ્ટોરન્ટ ટેક્નોલોજી એવોર્ડ મળવો એ અમારા માટે એક સન્માનની વાત છે. Voolsyને અમારી ટીમે ખુબ મહેનતથી તૈયાર કરી છે. અમારા ક્વોલિટી વર્કને કારણે જ આ એવોર્ડ અમને મળ્યો છે. અને ચોક્કસ કહીશ કે Voolsy રેસ્ટોન્ટ બિઝનેસમાં ટેક્નોલોજીની એક નવી પરિભાષાથી ગ્રાહકોને અનોખો અનુભવ કરાવશે.
   
  Voolsyના સીઇઓ સ્મિત નેભવાણીએ જણાવ્યું કે રેસ્ટોરન્ટમાં ઓર્ડર અને બિલ પેમેન્ટમાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઇને અમે Voolsyની શરૂઆત કરી હતી. આ એવોર્ડથી અમારૂ લક્ષ્ય વધુ કેન્દ્રીત થયું છે અને Voolsyને હજુ એડવાન્સ બનાવવાનો અમારો પ્રયત્ન રહેશે. હાલમાં અમે 1000 રેસ્ટોરન્ટમાં સર્વિસ આપી રહ્યા છીએ અને 2017ના બીજા ક્વાર્ટર સુધીમાં આ આંકડો વધીને 5000થી વધુનો થશે. તેઓએ વધુમાં કહ્યું કે રેસ્ટોરન્ટ્સ, ફૂડ કોર્ટ્સ અને સિનેમાઘરો (મલ્ટીપ્લેક્સિઝ)માં અમે મજબૂત હાજરી ધરાવીએ છીએ. 
 • હવે વેઇટરની રાહ જોવાની જરૂર નથી, રેસ્ટોરન્ટમાં મોબાઇલથી આપો ઓર્ડર
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  અમદાવાદમાં કઇ રેસ્ટોરન્ટ્સમાં સર્વિસ
   
  Voolsyની સર્વિસ હાલ અમદાવાદમાં હેવમોર (વસ્ત્રાપુર, વાઇડ એન્ગલ), બ્લૂ રૂફટોપ કેફે (સી.જી.રોડ), બામ્બુઝા (બોડકદેવ), ક્વિચિઝ, વિલિયમ જોન્સ પિઝા, રેઝિન, ક્લબ ઓ 7 ફૂડ કોર્ટ, યુવી કેફે, શક્તિ સેન્ડવીચ, મિ.પફ, પફિઝા, પિઝા પ્લસ, ફાયર ઓન વ્હીલ્સ, ગ્રિલ્ડ એન્ડ મોર સહિત 300થી વધુ રેસ્ટોરન્ટ્સ અને ફૂડ કોર્ટસમાં છે. 
 • હવે વેઇટરની રાહ જોવાની જરૂર નથી, રેસ્ટોરન્ટમાં મોબાઇલથી આપો ઓર્ડર
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Voolsy allows its users to view the menus of the outlets, place their orders
(Read News in Gujarati from Divya Bhaskar)

Don't Miss

Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.