• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat» Ahmedabad One- Sense International Spearhead Sensitization Drive On Deafblindness

અમદાવાદ વન મોલ દ્વારા અંધ બધિરતા અંગે સંવેદનશીલતા ઉભી કરવા ઝુંબેશ

અમદાવાદ:ઈન્ટરનેશનલ ડે ઓફ પર્સન્સ વીથ ડીસેબિલીટીઝ પ્રસંગે અમદાવાદ વન અને સેન્સ ઈન્ટરનેશનલ ઈન્ડિયા દ્વારા રવિવારે અંધ બધિરો અંગે જાગૃતિ વધારવાના ભાગરૂપે વિવિધ સંવેદનશીલ  પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.

 

અંધબધિરતામાં જોવાની અને સાંભળવાની ઊણપનો સમાવેશ થાય છે અને તેને કારણે હરવા-ફરવાની, સંવાદની, ભણતરની અને આસપાસની દુનિયાને સમજવાની ક્ષમતાને અસર થાય છે. આજે જે પહેલ હાથ ધરવામાં આવી હતી તે એ રીતે ડીઝાઈન કરાઈ હતી કે જેથી જનસમુદાયને દ્રષ્ટિ અને અવાજ વગરના જીવનમાં કેવો અનુભવ થાય છે તે અંગેની સમજ પ્રાપ્ત થાય. આ વિચાર અનુસાર એક 10 ફૂટ X 10 ફૂટની જગામાં સાપસીડીની લાઈફ સાઈઝની બોર્ડ ગેમ મૂકવામાં આવી હતી. આ બોર્ડ મારફતે કેટલીક ઝીણવટભરી બાબતો પણ જણાવવામાં આવી હતી.

 

સેન્સ ઈન્ટરનેશનલ ઈન્ડિયાના ડિરેક્ટર શ્રી અખિલ પૌલ જણાવે છે કે "આ પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે અમદાવાદ વન એ ખૂબ જ યોગ્ય સ્થળ છે. શોપીંગ ઝોન હોવાના કારણે અહીં લોકોની આવન-જાવન રહે છે. અંધ બધિરતા અંગે હજુ પણ ઘણી જાણકારીનો અભાવ છે. સેન્સ ઈન્ટરનેશનલ ઈન્ડિયા ખાતે અમે આ વાસ્તવિકતા અંગે જાગૃતિ પેદા કરવા અથાગ પ્રયાસો કરી રહ્યા છીએ અને આ ઊણપનો ભોગ બનેલા લોકોની સામાન્ય જીંદગી જીવવાની જહેમતમાં સહાયરૂપ થઈએ છીએ. આજે જે સંવેદનલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી તેને સૌનો આવકાર મળ્યો હતો અને અંધ બધિર વ્યક્તિની દુનિયા અંગે અનુભવ પ્રાપ્ત થયો હતો."

(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ahmedabad One- Sense International spearhead sensitization drive on deafblindness
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.