• Select Language >
 • Hindi
 • Gujarati
Home »Gujarat» Meet This Kuchchi Madu, Who Faced So Many Challenges

મળો આ ‘કચ્છી માડુ’ને, જેમની કંપનીમાં ભાગીદાર થવા ઉત્સુક હતી ટોરન્ટ પાવર

 • મળો આ ‘કચ્છી માડુ’ને, જેમની કંપનીમાં ભાગીદાર થવા ઉત્સુક હતી ટોરન્ટ પાવર
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  બિઝનેસ ડેસ્કઃ ચિંતન સોની, મૂળ તો કચ્છના, બાપદાદાના જ્વેલરીનો બિઝનેસ છોડીને ગયા બેંગ્લોર ભણવા, પરંતુ મનમાં ગાંઠ બાંધી હતી કે બહોળા વપરાશમાં હોય અને જેના વિના ચાલે તેમ ન હોય તેનો ધંધો કરવો. અને વિચાર આવ્યો વીજળીનો. આજ સુધી આપણે જે તે યંત્ર કે મશીન મુકીને વીજ બિલ ઘટાડતી કંપનીઓ ઘણી જોઇ છે, પરંતુ ચિંતન સોનીએ વીજળી બિલમાં 3 થી 25 ટકા સુધીનો ઘટાડો કરતા હાર્ડવેર અને સોફ્ટવેર વિકસાવ્યા.
   
  હાલમાં અમદાવાદમાં રહીને વ્યવસાય કરતા 'કચ્છી માડુ' ચિંતન સોનીએ અનેક જહેમત બાદ 2010માં પોતાની કંપની ઇકોલીબ્રિયમ સ્થાપી. અનેક પડકારો-અંતરાયોને પાર કરતા કરતા ધીમે ધીમે કરતા જામી ગયા અને આજે તેઓ અમદાવાદના ગ્રાહકોની સાથે આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને પોતાની સેવા પૂરી પાડે છે. આજે તેમની કંપનીમાં 75થી વધુ લોકોનો સ્ટાફ છે અને તેમની કંપનીએ પાછલા વર્ષે રૂ. સાત કરોડનું ટર્નઓવર કર્યું હતું. પ્રવર્તમાન ગ્રાહકો ઉપરાંત નવા ગ્રાહકોને શોધતા દિન પ્રતિદિન પ્રગતિ કરતા ચિંતનભાઇએ મનીભાસ્કર.કોમને જણાવ્યું હતું કે બાળપણથી કંઇક નવું કરવાની ધગશ હતી તેથી જ્વેલરીનો બાપદાદાનો ધંધો છોડી બેંગલોર ભણવા જતો રહ્યો અને ભણતર પૂરું કર્યા બાદ તેમણે 10 વર્ષ જોબ કરી અને ત્યાર બાદ ગ્રાહકોને વીજ બિલમાં રાહત આપતી ટેકનોલોજી વિકસાવતી કંપની ઇકોલિબ્રિયમની ગુજરાતમાં સ્થાપના કરી.
   
  તાજેતરમાં કેન્દ્ર સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના નેજા હેઠળ સેન્ટર ફોર પોલિસી રિસર્ચ ઇન સાયંસ એન્ડ ટેકનોલોજી એન્ટરપ્રિન્યોરશિપ, એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઇ) દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ હાઇ ટેક ઉદ્યોગ સાહસિકોને સમાવતા પુસ્તક ‘ધી ઇનોવેટર્સ’ને પ્રકાશિત કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના ગણાગાઠ્યા ઉદ્યોગ સાહસિકોમાં કચ્છ ભુજના ‘કચ્છી માડુ’ ચિંતન સોનીનો પણ સમાવેશ થાય છે.
   
  આગળ વાંચો, કંપનીના ગ્રાહકો છે ટોરન્ટ કેબલ્સ, નિરમા, ઝાયડસ કેડિલા, દિશમાન ફાર્મા.. 
 • મળો આ ‘કચ્છી માડુ’ને, જેમની કંપનીમાં ભાગીદાર થવા ઉત્સુક હતી ટોરન્ટ પાવર
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  કંપનીની શરૂઆત થઇ 2010માં
   
  કંપની વિશે ચિંતનભાઇએ જણાવ્યું હતું કે ઇકોલીબ્રિયમ 2010માં કાર્યરત થઇ હતી. શરૂમાં નવો કન્સેપ્ટ હોવાથી થોડી મુશ્કેલી જરૂર પડી પરંતુ અંતે તો ગ્રાહકોના લાભની જ વાત હોવાથી તેની સ્વીકાર્યતા વધતી ગઇ. એક પછી એક ગ્રાહકો વધતા ગયા અને આજે અમદાવાદમાં જ અમારા નિરમા, ટોરન્ટ કેબલ્સ, દિશમાન ફાર્મા, ઝાયડસ કેડિલા, હર્ષા ડ્રગ્સ જેવા ગ્રાહકો છે. તેમણે કહ્યું હતું કે આજે અમારા 500થી વધુ ગ્રાહકો છે. આ ઉપરાંત અમે આંતરરાષ્ટ્રીય સ્તરે મલેશિયા, સાઉથ ઇસ્ટ એશિયા, સાઉદીમાં પણ સેવા આપીએ છીએ, અને દિન પ્રતિદન ગ્રાહકોનો ઉમેરો થઇ રહ્યો છે. ભારતમાં કંપની ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, એનસીઆર, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ અને મધ્યપ્રદેશમાં હાજરી ધરાવે છે.
   
  ઇકોલીબ્રિયમ ખરેખર શું છે?
   
  ઇકોલીબ્રિયમ ખરેખર શું કરે છે તે અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે અમે કોઇ મશીન કે ચીજ વેચતા નથી. અમે ફક્ત હાર્ડવેર અને સોફ્ટવેર ગ્રાહકોને આપીએ છીએ. ગ્રાહકો પોતાની જ ઓફિસમાં બેઠા બેઠા અગાઉના મહિનાનું વીજ બીલ અને અમારી સેવા લીધી પછીના બીલની તુલના કરી શકે છે અને તેમના વીજબીલમાં 3 ટકાથી લઇને 25 ટકાનો ઘટાડો થાય છે. તેમજ તેમને વીજ વપરાશ ક્યાં કેટલો છે તેનો ખ્યાલ આવે છે. આ ધંધો પસંદ કરવાની વાત આવતા તેમણે કહ્યું હતું કે કંપનીઓ કાચોમાલ, લેબર વગેરેમાં કોઇ બાંધછોડ કરી શકતા નથી પરંતુ ઇંધણ અને ઇલેક્ટ્રીકસિટીનો ઉપયોગ મહત્તમ થાય છે. તેમાં અમે અમારી કુશળતા લાગુ પાડીને વીજ ખર્ચમાં ઘટાડો કરીને ગ્રાહકોને ઓપરેશનલ કાર્યક્ષમતામાં વધારો કરવામાં અને ઉત્પાદકતામા સુધારો કરવામાં મદદ કરીએ છીએ.
   
  આગળ વાંચો, કંપની કેવી રીતે ગ્રાહકને થાય છે ઉપયોગી
 • મળો આ ‘કચ્છી માડુ’ને, જેમની કંપનીમાં ભાગીદાર થવા ઉત્સુક હતી ટોરન્ટ પાવર
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  કંપની આ રીતે ગ્રાહકને થાય છે ઉપયોગી
   
  પોતાની કાર્યપદ્ધતિ અંગે તેમણે જણાવ્યું હતું કે અમે ફેક્ટરીમાં એસેમ્બલી લાઇનમાં વિવિધ ભાગોમાં સેન્સર્સ નાખીએ છીએ અને તેને ક્લાઉડ આધારિત સોફ્ટવેર સિસ્ટમ વીજ બિનકાર્યક્ષમતા શોધવા માટે ડેટાનું એનાલિસીસ કરે છે. ચિંતનભાઇ કહે છે જ્યાં વોટ્ટ શબ્દ આવે ત્યાં અમે કામ કરીએ છીએ, વોટ્ટ એ ઊર્જાનો ખ્યાલ છે ફક્ત વીજળીનો જ નહી.
   
  પોતાની કંપની ટિપીકલ એસએમઇ નથી એમ કહેતા તેમણે ઉમેર્યું હતું કે અમારી કંપની વાર્ષિક 100 ટકાના દરે વૃદ્ધિ કરે છે. ભારતમાં એસએમઇ સેકટર અંગે તેમણે જણાવ્યું હતું ખરું જુઓ તો એસએમઇ જ ભારતનું વૃદ્ધિ એન્જિન છે.
   
  કંપનીમાં હાલમાં 75 કર્મચારીઓ છે અને વર્ષના અંત સુધીમાં તે વધારીને 100ની સંખ્યા થશે. કંપનીએ આજ દિન સુધીમાં પોતાની કુશળતા અંગે અનેક એવોર્ડ પ્રાપ્ત કર્યા છે તેમાં સીઆઇઆઇ, ડબ્લ્યુડબ્લ્યુએફ, યુએન, બાર્સેલોના ગ્લોબલ એન્ટરપ્રિન્યોરશિપ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
   
  આગળ વાંચો બાળપણ- ક્યારે થયું સ્વપ્નાઓનું વાવેતર
 • મળો આ ‘કચ્છી માડુ’ને, જેમની કંપનીમાં ભાગીદાર થવા ઉત્સુક હતી ટોરન્ટ પાવર
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  બાળપણ – સ્વપ્નાનું વાવેતર
   
  ચિંતનભાઇ ત્રણ બાળકોમાંથી સૌથી મોટા છે અને ગુજરાતમાં ભુજ કચ્છમાં મોટા થયા છે. તેમના દાદા કચ્છમાં વિખ્યાત જ્વેલર હતા. તેમના નિધન બાદ તેમના દરેક પુત્રોએ અલગ અલગ જ્વેલરી દુકાનો નાખી હતી. ચિંતનભાઇના પિતાએ પણ એન્જિનીયર હોવા છતાં પોતાની દુકાન નાખી અને પોતાના પરિવારનો કારોબાર આગળ ધપાવવામાં ખુશ હતા. ચિંતનભાઇને પહેલેથી જ બેંગલોર જવાનો શોખ હતો જ્યાં તેમના નાના નાની રહેતા હતા. ક્યારેક તેઓ દુકાનમાં પણ મદદ કરતા હતા પરંતુ એક દિવસ પોતાના પારિવારીક કારોબારમાં નહી જોડાવાનું નક્કી કર્યું. તેમને પહેલેથી જ પડકારોનો સામનો કરવાનો શોખ હતો. તેમણે બેંગલોરથી ઇન્ફર્મેશન ટેકનોલોજીમાં એન્જિનીયરીંગ કર્યું, અને બાદમાં ટેલિકોમ મેનેજમેન્ટ કરવા મેટ પૂણામાં સિમબાયોસિસ ઇન્સ્ટિટ્યુટમાં જોડાયા.
   
  સમય પસાર થતો ગયો અને તેમણે તથા તેમના ભાઇ હરિતે રિન્યુએબલ એનર્જીમાં સંશોધન કરવાનું સતત રાખ્યું. કંપનીની સ્થાપના કરી અને પ્રથમ ઓર્ડર ટોરન્ટ પાવર પાસેથી રૂ. 35 લાખનો મેળવ્યો. તેમણે અન્ય વિતરણ કંપનીઓ સાથે વાત ચાલુ રાખી અને ઇકોલીબ્રિયમ તરફ સૌનું ધ્યાન ખેંચાયુ અને પ્રોસેસ કરતા ચિંતનભાઇને સમજાયું કે વીજ વપરાશને નિયંત્રિત કરવામાટે પ્રથમ ઊર્જા વપરાશના ડેટાને સમજવો જરૂરી છે અને તે હાંસલ કરવા માટે તેમની કંપનીએ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ શરુ કર્યું. બજારનો સર્વે કરાયો અને તેના પરિણામો એવા આવ્યા કે તેમને લાગ્યુ કે તેઓ જો આ ક્ષેત્રે ઝંપલાવશે તો ભારે સફળતા પ્રાપ્ત થશે. સીઆઇઆઇએ રૂ. 25 લાખનું ફંડ આપ્યું અને ચિંતનભાઇએ એક સોફ્ટવેર ડેવલપર રાખ્યો અને થોડા સિદ્ધિ પ્રાપ્ત સંશોધનો બાદ પ્રોટોચટાઇપ વર્કીંગ પ્રાપ્ત કર્યું.
   
  2011માં કંપનીને ઓઢવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનો એફ્લ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ઊર્જા વપરાશ ઘટાડવાનો ઓર્ડર મળ્યો. કંપનીએ એમ કહ્યું કે જો ઇકોલીબ્રિયમ મોડેલ કામ કરશે તો તેઓ પેમેન્ટ આપશે, ઇકોલીબ્રિયમે મોટરમાં હાર્ડવેર બેસાડ્યો અને વપરાશ સ્તર જાણવા માટે ડેશબોર્ડ મારફતે દેખરેખ રાખી. પરંતુ અંતિમ દિન સુધી કોઇ સફળતા ન મળી અને ચિંતનભાઇને છેલ્લા પાંચ દિવસો આપવામાં આવ્યા. આ સમયે મોડેલ કામ કરી ગયું અને સફળ જાહેર કરવામાં આવ્યું.
   
  આ પછી ચિંતનભાઇએ મોટા પાયે માર્કેટિંગ આરંભ્યુ અને કંપનીઓને બતાવ્યું કે તેઓ વીજ વપરાશમાં ક્યાં થાપ ખાઇ રહ્યા છે, લિકેજીસ ક્યાં છે અને તેઓ તેને શા માટે અને કેવી રીતે દૂર કરી શકે.
   
  આગળ વાંચો, અગાઉ કેવી પડી હતી ભંડોળની મુશ્કેલી...
 • મળો આ ‘કચ્છી માડુ’ને, જેમની કંપનીમાં ભાગીદાર થવા ઉત્સુક હતી ટોરન્ટ પાવર
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  ભંડોળની મુશ્કેલી વચ્ચે કરી પ્રગતિ
   
  ઇકોલીબ્રિયમ શરૂમાં અંગત બચતો અને સીઆઇઆઇઇ પાસેથી મળેલા રૂ. 25 લાખની સહાય પર ચાલતી હતી. જોકે જેમ જેમ કંપની વિકસતી ગઇ તેમ તેમ ભંડોળની સમસ્યાઓ વધતી ગઇ. તેમણે અનેક રોકાણકારોનો સંપર્ક કર્યો પરંતુ તેની સામે તેમણે કંપનીમાં ભારે હિસ્સો માગ્યો. જેમાં ચિંતનભાઇ રાજી ન હતા. તેમણે જ્યાં નોકરી કરી હતી તેવી જીવીએફલે પણ એમ કહીને તેમની અરજી ફગાવી દીધી હતી કે તેમના કારોબારમાં રોકાણ કરવું જોખમી છે. ટોરન્ટ પાવરે રૂ. 5 કરોડની લોન આપવાની તૈયારી દર્શાવી પરંતુ સાથે 51 ટકા ઇક્વિટી પણ માગી.
   
  આમ દરેક સ્થળેથી નિરાશ થયેલા ચિંતનભાઇને અંતે ભારતના રિન્યુઅએબલ એનર્જી મંત્રાલયમાંથી ફોન આવ્યો કે તેમની કંપની તેમની ખામીઓને દૂર કરવામાં કેવી રીતે મદદ કરી શકે. અને કંપની પાસે ટૂંક સમયમાં જ રૂ. 81 લાખનો ઓર્ડર હતો. ફરી એક વાર કંપની પાટા પર આવી, નવી ભરતીઓ થઇ, સંશોધનને વધુ મજબૂત બનાવવામાં આવ્યું.
   
  આ છે ચિંતનભાઇના એથિક્સ...
   
  - હંમેશા વાતમાં ‘અમે’ બોલો
  - તમારી આગળ તમારી ટીમને મુકો 
  - લોકોમાં વિશ્વાસ જગાવો અને તેમને બોર્ડ પર લાવો જેમણે
  - તમારા વિશ્વાસ મુક્યો છે તેમને ગળે લગાડો અને તેમને ક્યારે છોડો નહી.
  - લોકોને એકી સાથે લાવીને સકારાત્મક એકરૂપતાનું સર્જન કરો અને કંઇક અલગ સર્જન કરો. 
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Meet this Kuchchi Madu, Who faced so many challenges
(Read News in Gujarati from Divya Bhaskar)

Don't Miss

Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.