• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »Tax» MAT Is A Way Of Making Companies Pay A Minimum Amount Of Tax

મૅટ એટલે કે મિનિમમ ઑલ્ટરનેટિવ ટેક્સ એટલે શું?

મૅટ એટલે કે મિનિમમ ઑલ્ટરનેટિવ ટેક્સ એટલે શું?
આજકાલ મૅટ અંગે ઘણી ચર્ચા છે. 1997માં જ્યારે પહેલીવાર તેની શરૂઆત કરવામાં આવી ત્યારે પણ કંપનીઓએ ખાસ્સો હોબાળો મચાવ્યો હતો. ઉદારીકરણના ગાળામાં કેન્દ્રમાં સંયુક્ત મોર્ચાની સરકાર હતી. વખતના નાણાં પ્રધાન પી.ચિદમ્બરમે તેની શરૂઆત કરી હતી. 1988માં તેને ફરીથી લાગુ કરાયા બાદ અત્યારે તેના પર વિચારણા કરવા સમિતિ બનેલી છે. 

વિદેશી રોકાણકારોએ જેમાં ઇક્વિટી અને ડૅટ માર્કેટ સામેલ છે એવા ભારતીય બજારમાંથી છેલ્લા બે અઠવાડીયામાં 17 હજાર કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. શેર, બ્રાન્ડ્સ અને રૂપિયામાં કડાકો યથાવત છે, તેનું મુખ્ય કારણ છે કે ઇન્કમ ટેક્સ વિભાગે અગ્રણી 69 એફપીઆઇ એટલે કે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સને મૅટના બાકી 600 કરોડ રૂપિયા ચૂકવવા માટે નોટિસ ફટકારી છે. ભારતમાં 6 હજાર એફપીઇ છે અને એવી આશંકા છે કે તેમને પણ મૅટ ભરવો પડશે. 

મૅટ શું છે? 
ભારતમાં કંપનીઓ બે રીતે આવકની ગણતરી કરે છે. કંપની એક્ટ મુજબ જેને બુક ઑફ પ્રોફિટ કહેવામાં આવે છે તથા ઇન્કમટેક્સની ભાષામાં તેને ટેક્સેબલ પ્રોફીટ કહેવામાં આવે છે. ઘણી કંપનીઓ હજારો કરોડ રૂપિયાનો બુક પ્રોફીટ દર્શાવતી હતી અને શેરધારકોને ડિવિડન્ડ આપતી હતી. પણ ઇન્કમટેક્સમાં મળેલી મુક્તિ, કપાત તથા ભથ્થાઓના લીધે તે પોતાની ટેક્સેબલ ઇન્કમ શૂન્ય દર્શાવીને ટેક્સ ચૂકવતી નહોતી. તેને ઝીરો ટેક્સ કંપનીઓ કહેવામાં આવે છે. કંપનીઓ ટેક્સ ભરે માટે સરકારે 1988-89માં મૅટ (મિનિમમ ઑલ્ટરનેટિવ ટેક્સ) લાગુ કર્યો હતો. 

હવે 20 ટકા મૅટ 
હાલ દરેક કંપનીઓએ પોતાના બુક પ્રોફિટના ઓછામાં ઓછા 18.5 ટકા (જે હવે શિક્ષણ તથા અન્ય વેરા ઉમેરીને 20 ટકા છે) મૅટની ચૂકવણી કરવી પડશે. જો કોઈ કંપનીનો બુક પ્રોફીટ એક હજાર કરોડ રૂપિયા છે અને ટેક્સેબલ પ્રોફીટ શૂન્ય છે તો પણ કંપનીને મૅટ તરીકે 200 કરોડ રૂપિયાની ચૂકવણી કરવી પડશે. 1990માં મૅટનો અંત લાવી દેવાયો હતો પણ 1997ની પહેલી એપ્રિલે તેને ફરી લાગુ કરાયો હતો. 

આ રીતે થઈ શરૂઆત 
અમેરિકામાં 1969માં એવી જાણ થઈ હતી કે મસમોટી આવક ધરાવતા 155 પરિવારો ઇન્કમટેક્સ તરીકે કાણી પાઈ પણ ચૂકવતા નહોતા. કંપનીઓએ આવકવેરામાં કપાતનો ભરપુર લાભ લીધો હતો જ્યારે ઓછી કે મધ્યમ આવક ધરાવતા પરિવારોને ઇન્કમટેક્સ ચૂકવવો પડતો હતો. વિસંગતતાઓ દૂર કરવા માટે અમેરિકાની સરકારે 1970થી મિનિમમ ઑલ્ટરનેટીવ ટેક્સ લાગુ કર્યો. 

મૅટની માગ 
અત્યાર સુધી જેનો બિઝનેસ માત્ર ભારતમાં હોય તથા ભારતીય કંપની એક્ટ મુજબ પોતાના હિસાબો રાખતી હોય એવી ઘરેલુ કંપનીઓ પર મૅટ લાગુ કરવામાં આવતો હતો. આટલા વર્ષો પછી અચાનક ઇન્કમટેક્સ વિભાગે માર્ચ 2015માં એફપીઆઇને મૅટ ચૂકવવા માટેની નોટિસો ફટકારી છે. હકીકત છે કે કંપનીઓનો કાયમી બિઝનેસ ભારતમાં નથી તથા તેઓ કંપની એક્ટ મુજબ બુક ઑફ અકાઉન્ટ્સ રાખતી નથી. નોટિસ મળ્યા પછી ઘણી એફપીઆઇએ મુદ્દે બોમ્બે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. ઇન્કમટેક્સ વિભાગે ઑથોરિટી ફોર એડવાન્સ રુલિંગ્સ દ્વારા કૅસલટન ઇન્વેસ્ટમેન્ટ્સ વિશે 2012માં અપાયેલા આદેશના આધારે નોટિસો આપી હતી, આદેશમાં કૅસલટન ઇન્વેસ્ટમેન્ટને મૅટ ચૂકવવા જણાવવામાં આવ્યું હતું. પ્રકરણ હજી પણ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. જો કે સરકારે સ્પષ્ટ કર્યું છે કે એફપીઆઇ પર 1 એપ્રિલ 2015થી મૅટ લાગુ કરવામાં આવશે નહીં પણ આવકવેરા વિભાગ એફપીઆઇ પાસે છેલ્લા સાત વર્ષના મૅટની માગણી કરી શકે છે. એફપીઆઇ ઘરેલું મ્યુચ્યુઅલ ફંડની જેમ કામ કરે છે. જેની સ્કીમમાં લાખો વિદેશી રોકાણકાર ટૂંકા ગાળા માટે રોકાણ કરે છે. જો છેલ્લા સાત વર્ષના મૅટની ચૂકવણી કરવામાં આવે તો એના માટે તેમને રોકાણકારો પાસેથી ટેક્સ વસુલવો પડશે જે અત્યંત મુશ્કેલ કામ છે. એફપીઆઇએ મૅટનું ભારણ વર્તમાન રોકાણકારો પર નાખવું પડશે. 

મૅટના કારણે એનએવી ઘટશે 
એવુંમાનવામાં આવે છે કે મૅટના ભારણના લીધે ફંડ્સની એનએવી એટલે કે નૅટ એસેટ્સ વેલ્યુંમાં 4 ટકા સુધીનો ઘટાડો થશે. જેના કારણે વિદેશી રોકાણકારોમાં ભૂકંપ મચી જશે અને તેની પ્રતિકૂળ અસર ભારતીય શેરબજાર તથા રૂપિયા પર પડશે. 

સરકાર દ્વારા લેવાયેલા પગલાં 
સરકારેસ્પષ્ટ કર્યુ છે કે ભારત સાથે ટેક્સ સંધિ છે એવા દેશોના એફપીઆઇ પર મૅટ લાગુ નહીં કરવામાં આવે. દેશોમાં સિંગાપોર અને મોરેશ્યસ સામેલ છે. ભારતમાં 30 ટકા વિદેશી પોર્ટફોલિયો ટેક્સ સંધિ ધરાવતા દેશોમાંથી આવે છે. ગત અઠવાડીયે સરકારે પણ સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી પી શાહ કમિટિ વિદેશી રોકાણકારો પર મૅટ લાગુ કરવા મુદ્દે પોતાનો રિપોર્ટ સરકારને આપે નહીં ત્યાં સુધી મહેસુલ વિભાગ વધુ મૅટની માગણી કરી શકશે નહીં તથા અત્યાર સુધી અપાયેલી નોટિસો પર કોઈ કાર્યવાહી કરી શકશે નહીં. 

લેખકઃ ડો.મીનાક્ષી ધારીવાલ ડીન(એકેડમિક્સ), આઈબીએસ, મુંબઈ
(Tax Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: MAT is a way of making companies pay a minimum amount of tax
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.