• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »Global» What Means Great Depression

ગ્રેટ ડિપ્રેશન એટલે કે મહામંદી શું છે? શું છે બહાર આવવાના ઉપાય

બિઝનેસ ડેસ્કઃ કોઈ પણ દેશના અર્થતંત્રમાં જીડીપી (દેશનું કુલ ઉત્પાદન), રોજગાર, આવક, ઈન્વેસ્ટમેન્ટ અને કિંમતોમાં ઉતાર-ચડાવ આવતો રહે છે. કોઈ દેશનો જીડીપી જો સતત બે ત્રિમાસિક ગાળા સુધી નીચે જતો રહે છે તો તેને ‘મંદી’ કહે છે. જો આ ‘મંદી’ લાંબા સમય સુધી ચાલે છે તો તે ‘મહામંદી’નું સ્વરૂપ ધારણ કરે છે. એવું કહેવાય છે કે જો પડોશી નોકરી જતી રહે છે તો તેને મંદી કહેવાય છે અને જો તમારી નોકરી છુટી જાય છે તો તેને મહામંદી કહે છે. જો જીડીપી 10 ટકાથી વધુ કે 3 થી 4 વર્ષ સુધી સતત ઘટતો રહે તો તેને ‘મહામંદી’ કહેવામાં આવે છે. 
 
1929ની મહામંદીની શરૂઆત
 
1929ની શરૂઆતમાં અમેરિકામાં લોકોની માગમાં ઘટાડો થયો અને ઉદ્યોગો પાસે સ્ટોક એકઠો થવા લાગ્યો. એ સમયે અમેરિકાનું શેર બજાર સટ્ટાબાજીને કારણે જબરદસ્ત તેજીમાં હતું, પરંતુ 24 ઓક્ટોબર, 1929ના રોજ તેજીનો આ ફુગ્ગો ફૂટી ગયો. આ દિવસે અમેરિકાના શેરબજારમાં લગભગ 1 કરોડ 30 લાખ શેરની લેણદેણ થઈ, જેને ‘બ્લેક ટ્યુસડે’ કહેવાય છે. વોલ સ્ટ્રીટમાં હાહાકાર મચી ગયો. 
 
સ્ટોક માર્કેટ પડ્યા બાદ કન્ઝ્યુમર કોન્ફિડન્સ ખરાબ તુટી ગયો. કન્ઝ્યુમરની માગમાં ઘટાડો થવાની સાથે જ ઉદ્યોગ ધંધા બંધ થવા લાગ્યા, બેરોજગારી વધવા લાગી. 1933માં અમેરિકામાં લગભગ 1.5 કરોડ લોકો બેરોજગાર હતા. અડધી બેંક બંધ થઈ ચૂકી હતી અને ભાવમાં 33 ટકાનો ઘટાડો નોંધાયો હતો. 
 
પછી ફેલાઈ વિશ્વમાં
 
એવું કહેવાયછે કે અમેરિકાને છીંક આવે છે તો આખી દુનિયાને શરદી થઈ જાય છે. અનેક દેશ મુખ્યત્વે પશ્ચિમ યુરોપ અને જાપાન પોતાના ઉત્પાદનનો એક મોટો ભાગ અમેરિકામાં નિકાસ કરે છે. 1929માં મંદીને કારણે અમેરિકાની માગમાં ઘટાડો થતાં આ દેશોની નિકાસ ઘટી ગઈ. પોતાનાં ઘરેલુ ઉદ્યોગોને બજાવવા માટે અમેરિકાએ ઈમ્પોર્ટ ડ્યુટી વધારી દીધી. આથી દુનિયાના બીજા દેશોએ પણ પોતાની ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કર્યો. બધા જ દેશોની નિકાસ ઘટી ગઈ. 
 
નિકાસ ઘટવાને કારણે વિશ્વના તમામ દેશોમાં મંદી ફેલાવા લાગી. ત્યાર બાદ આ દેશોએ પોતાના ચલણની કિંમત ઘટાડી દીધી, જેને અવમૂલ્યન કે ડિવેલ્યુએશન કહેવાય છે. જો તમે જાપાનમાંથી એક મોબાઈલ આયાત કરવા માગો છો તો પહેલા તમારા જાપાનનું ચલણ ‘યેન’ ખરીદવું પડશે. જો યેનની કિંમત ઘટી જાય છે તો જાપાનનો મોબાઈલ પણ સસ્તો થઈ જાય છે અને જાપાનની નિકાસ વધી જાય છે. પરંતુ જેવું જાપાન પોતાની ચલણની અવમુલ્યન કરે છે, દુનિયાના બીજા દેશો પણ પોતાની નિકાસ વધારવા અને આયાત ઘટાડવા પોતાનાં ચલણનું અવમુલ્યન કરે છે. જેને ‘કોમ્પિટિટિવ ડિવેલ્યુએશન’ કહે છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો.....મહામંદીમાંથી બહાર આવવાના ઉપાય
(Global Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: What means Great Depression
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.