• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »SME» Understand Pre-IPO And SME Listing Process By Mahavir Lunavat

SME લિસ્ટિંગ અને IPO પૂર્વેની પ્રક્રિયા સમજો

SME લિસ્ટિંગ અને IPO પૂર્વેની પ્રક્રિયા સમજો
-સમજ | દેશમાં સ્ટાર્ટઅપને વેગ મળી રહ્યો છે ત્યારે નાની અને ઊભરતી કંપનીઓ આઇપીઓ લાવી શકે કે કેમ ?
 
એસએમઈ એક્સચેન્જો ઘણા બધા લાભો આપે છે. આ લાભો મહત્તમ ઉદ્યોગો લઈ શકે તે માટે વધુ જાગૃતિ નિર્માણ કરવા સાથે મોટી સંખ્યામાં ઉદ્યોગોને તે વિશે વાકેફ કરવા જોઈએ. આને ધ્યાનમાં રાખીને જ દૈનિક ભાસ્કર અને પેન્ટોમેથ ગ્રુપ દ્વારા આ નિયમિત કટાર રજૂ કરવામાં આવી છે, જે સમાજમાં વિશાળ હિસ્સાધારક વર્ગો સાથે એસએમઈ લિસ્ટિંગ વગેરે પર દષ્ટિબિંદુ, મુખ્ય આવશ્યકતાઓ અને લાભોનું આદાનપ્રદાન કરશે. આ શ્રેણીમાળામાં આ વખતનો લેખ એસએમઈ એક્સચેન્જોમાં તેમના શેરો લિસ્ટેડ કરવાની ઈચ્છા ધરાવતી કંપની સાથે અન્ય મધ્યસ્થીઓની મદદથી પૂર્વ- આઈપીઓ પ્રક્રિયા આલેખિત કરે છે. 

 પૂર્વ આઇપીઓ પ્રક્રિયા- એસએમઇ સેગ્મેન્ટ
એસએમઈ એક્સચેન્જોની શોધ સાથે નાની અને ઊભરતી કંપનીઓ રાષ્ટ્રીય શેરબજારો, જેમ કે, બીએસઈ અને એનએસઈ પર તેના શેરોનું લિસ્ટિંગ કરવા માટે વિચારી શકે છે. જોકે શેરો વાસ્તવમાં એસએમઈ એક્સચેન્જો પર લિસ્ટેડ થાય તે પૂર્વે કંપનીએ અન્ય મધ્યસ્થીઓની મદદથી વિવિધ પ્રક્રિયા હાથ ધરવાનું જરૂરી હોય છે. મોટે ભાગે વેપાર સાહસિકો અને ઊભરતી કંપનીઓના વ્યવસ્થાપકો એવું ધારે છે કે લિસ્ટિંગમાં પૂર્વ આઈપીઓ અને પશ્ચાત આઈપીઓ સ્તરે પણ ઘણી ઝંઝટ સંકળાયેલી છે. જોકે શેરોના લિસ્ટિંગ માટેનો રોડ મેપમાં વિવિધ પ્રક્રિયા સંકળાયેલી છે, જે આપણને એસએમઈ એક્સચેન્જો પર શેરોનું લિસ્ટિંગ કરવા માટે પૂર્વ આઈપીઓ પ્રક્રિયા પર બારીકાઈથી ધ્યાન રાખવામાં મદદરૂપ થાય છે.

 કંપની કન્વર્ઝન અને ચાર્ટર દસ્તાવેજોનું ડ્રાફ્ટિંગ
એસએમઈ એક્સચેન્જો પર શેરો લિસ્ટ કરવા માગતી કંપની પબ્લિક લિમિટેડ કંપની હોવી જોઈએ અને જો તે ન હોય તો તેણે પોતાને પબ્લિક લિમિટેડ કંપનીમાં ફેરવી દેવી જોઈએ અને તેનાં આર્ટિકલ્સ ઓફ એસોસિયેશનનું ડ્રાફ્ટિંગ શેરબજાર દ્વારા આવશ્યક બધી ધારાઓને આવરી લેતાં કરવું જોઈએ.

 સમોવડિયા સમીક્ષક ઓડિટર દ્વારા પુનર્નોંધ કરેલાં નિવેદનો
આઈપીઓ કંપનીને સેબી (આઈસીડીઆર) નિયમન 2009 અનુસાર સમોવડિયા સમીક્ષક ઓડિટર દ્વારા છેલ્લાં 5 વર્ષનાં અથવા વર્તમાન સમયગાળાનાં નાણાકીય નિવેદનો અથવા જો કંપની 5 વર્ષથી ઓછા સમયમાં રચાઈ હોય તો કંપનીની આરંભ તારીખથી પુનર્નોંધ કરેલાં નાણાકીય નિવેદનો મળી શકે છે.

 ગ્રુપ કંપની અને પ્રમોટર ગ્રુપની ઓળખ
કંપનીના પ્રમોટર(રો)ને પ્રમોટર(રો)ની વિગતો અનુસાર પિછાણવાની જરૂર છે અને પ્રમોટર ગ્રુપ ઓફર દસ્તાવેજોમાં દેખા દેશે.
 ડીમટીરિયલાઈઝેશન
આઈપીઓ અંતર્ગત ફાળવાયેલી સ્ક્રિપ્સ ડિમેટ સ્વરૂપમાં ફાળવવામાં આવશે. ઉપરાંત કંપનીની સ્ક્રિપ્સ ફરજિયાત રીતે એક્સચેન્જ પર ડિમેટ સ્વરૂપમાં ટ્રેડિંગ થશે.
 બોર્ડ સંયોજન
જો ચેરમેન પ્રમોટર હોય તો કમસેકમ 50 ટકા સ્વતંત્ર ડાયરેક્ટરો રહેશે. અન્યથા 33 ટકા બોર્ડમાં સ્વતંત્ર ડાયરેક્ટરો રહેશે.અમુક અન્ય પૂર્વ આઈપીઓ પ્રક્રિયા નીચે મુજબ છે વિવિધ સમિતિઓનું સંયોજન, જેમ કે, ઓડિટ, નોમિનેશન અને રેમ્યુનરેશન કમિટી અને શેરહોલ્ડરોની રિલેશનશિપ કમિટી.કંપનીની વેબસાઈટ બનાવવી અથવા અપડેટ કરવી જોઈએ, સજેમાં લિસ્ટિંગ કરાર હેઠળ આવશ્યક અનુસાર માહિતી હોવી જોઈએ.સેબી સાથે સ્કોર્સ હેઠળ કંપનીની નોંધણી જરૂરી છે. મુખ્ય મટીરિયલ દસ્તાવેજો અને કંપની દ્વારા કરાયેલા કરાર ઓફર દસ્તાવેજમાં જાહેર કરાશે અને નિરીક્ષણ માટે રખાશે.
 
 તારણ અને ટિપ્પણી
તથાકથિત પ્રક્રિયા કંપનીને એસએમઈ એક્સચેન્જ પર તેના શેરોના લિસ્ટિંગની વધુ એક પગલું નજીક લઈ જાય છે. અમુક મૂળભૂત શાસન કાર્યરેખા આ નિયુક્તિ માટે પાલન કરવાનું કંપનીઓ દ્વારા આવશ્યક છે, જેમાં ધોરણ અનુસાર કંપની સેક્રેટરીની કોમ્પ્લાયન્સ ઓફિસર તરીકે નિયુક્તિ, સ્વતંત્ર ડાયરેક્ટરોની નિયુક્તિ, બોર્ડ પર મહિલા ડાયરેક્ટરની નિયુક્તિ, કી મેનેજરિયલ પર્સોનેલ (કેએમપી)ની નિયુક્તિનો સમાવેશ થાય છે. તથાકથિત કોમ્પ્લાયન્સીસ અને શાસન કાર્યરેખા કંપનીને હિસ્સાધારકોમાં પારદર્શકતા માણવામાં મદદ કરવા સાથે બહારી હિસ્સાધારકોમાં વિશ્વાસ પેદા કરે છે.
(SME Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Understand Pre-IPO and SME listing process by Mahavir lunavat
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.