• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »Global» True Affinity With Gold, Raw Feel All The Rest By Kanu J Dave

સગપણ સોના સાથે સાચું , બાકી સર્વસ્વ લાગે કાચું!

સગપણ સોના સાથે સાચું , બાકી સર્વસ્વ લાગે કાચું!
મને સોનાના પાના જોવા ગમે રે,વેબસાઇટ પર! જૂના જમાનામાં માનુનીઓને સવામણ સોને મઢાવાની હોંશ રહેતી. આજની યુવતિઓને પુછીએ કે સવામણ સોનુ એટલે કેટલું સોનુ? જવાબ આપવા માથુ ખંજવાળવા માંડે પણ સુઝે નહીં. ચાલો જમાનાસુર વાત કરીએ તો એમને કિલોગ્રામ, ગ્રામ  અને તોલા તથા ટ્રોય ઔંસની જરૂર સમજ પડે તો એ રીતના કન્વર્ઝનના હિસાબે 1 કિલોગ્રામના 1000 ગ્રામ, 32.1507 ટ્રોય ઔંસ અને 85.755 તોલા થાય. આવા આ સોનાના ભાવ વધે તેમાં વરને રસ હોય છે અને ઘટે તેમાં વહુને! ભાવ વધે તો સંપત્તિ વધે એથી વર હરખાય , પણ વધુ ઘરેણા ન ખરીદી શકાય તેથી વહુ કરમાય. દેશના એક અગ્રણી વેબસાઇટ પરના અહેવાલો મુજબ સીટીના મતે ફેડ રેટ હાઇક આવે તો પણ ગોલ્ડમાં સેલઓફ્ફ આવવાની શક્યતાઓ ધૂંધળી છે, બ્રોકરેજ સાથે કનેક્ટેડ એક અન્ય એનાલિસ્ટે ક્રુડ વેચીને ગોલ્ડ લેવાની સલાહ આપી છે, અંદાજે 71 ટકા લોકોએ સોનુ ખરીદવાની, 19 ટકાએ વેચવાની અને 10 ટકાએ હોલ્ડ કરવાની ઇચ્છા વેબસાઇટના આ જ પેજ પર વ્યક્ત કરી છે ત્યારે આં.રા. વેબસાઇટોના ગોલ્ડના પેજ પર શું ચાલી રહ્યું છે એ જોવું હિતાવહ ગણાશે.
આઇજી.કોમ પર એક લેખ છે -શું સોનુ અને ચાંદી હજૂ પણ ઉર્ધ્વગામી ચાલ દર્શાવે છે? 30મી ઓગષ્ટના રોજ પોસ્ટ થયેલા તેમના લેખમાં લેખક બર્નાર્ડ ઓએ કેટલીક સરપ્રદ માહિતી આપી છે. 2016ના પ્રથમાર્ધમાં સોનાની રોકાણમાગ વિક્રમી 1064 ટનની સપાટીએ રહી. 2009 પછી આ સર્વાધિક છમાસિક માગ ગણાય. લેખકે જણાવ્યું છે કે તે વખતે વિશ્વના બજારો ગ્લોબલ ફાઇનાન્સીયલ ક્રાઇસીસથી ધ્રુજતા હતા અને સવાલ કર્યો છે કે શું ગોલ્ડ
 
ઇન્વેસ્ટરો હવે પછીની ક્રાઇસીસની તૈયારી કરી રહ્યા છે કે શું?

સોનાની માગમાં જ્વેલરી માટેની ડિમાન્ડનો 50 ટકાનો સિંહભાગ હોય છે. જોકે 2006માં સોનાની કુલ માગમાં આ પ્રમાણ 74 ટકા હતું એ 2015માં 57 ટકા પર આવી ગયું હતુ. આ 10 વર્ષોમાં સોનાની કુલ માગમાં 36 ટકાનો વધારો થયો હોવા છતાં જ્વેલરી માટેની ઘટેલી માગ ક્યાં તો માનુનીઓની ખરીદી ન શકવાની મજબૂરી અથવા તો મોહ ઓસર્યો હોવાનો નિર્દેશ કરે છે, પણ ઝવેરીઓ માટે એનો અર્થ જૂદો થાય છે, સંભવતઃ ટ્રેન્ડ ડાયમન્ડ જ્વેલરી જેમાં સોનુ ઓછું પણ કિમતી હિરા વધારે હોય , તેવા આભૂષણોનો આવી ગયો છે. સામે સારી વાત એ છે કે ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડનો શેર 2006માં 14 ટકાનો હતો તે 2015માં વધીને 25 ટકા થઇ ગયો છે. ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડમાં પણ 2016ના પ્રથમાર્ધમાં ગોલ્ડ બેક્ડ ઇટીએફનો હિસ્સો 54 ટકાનો રહ્યો છે. લેખકના મતે 2013માં સોનાની ગાડીમાં ચડવાનું ચૂકી ગયેલા અને સોનામાં પોતાની લાંબાગાળાની વ્યુહાત્મક પોઝીશન બનાવવા ઇચ્છતા રોકાણકારો આ રુટથી પ્રવેશી રહ્યા છે. સોનાની માગ માટે યુરોપની અને જપાનની નેગેટીવ ઇન્ટરેસ્ટ રેટ પોલિસી, યુએસ વ્યાજ દરો વધવાની પાંગળી શક્યતા કારણભૂત છે.
 
મધ્યપૂર્વમાં અરાજકતાએ સેફ હેવન સોનાને ફોકસમાં મુકી દીધું છે
 
ચીનના શેર બજારોમાં જોવાયેલ ઉથલ-પાથલ અને અનિશ્ચિતતા તેમ જ મંદીમય માહોલ, બ્રેક્ઝીટ, યુએસની આગામી સામાન્ય ચૂંટણીઓ, ઇટાલીનું કચકડા જેવું બેંકીંગ સેક્ટર અને મધ્યપૂર્વમાં અરાજકતાએ સેફ હેવન સોનાને ફોકસમાં મુકી દીધું છે. રોકાણકારો સુરક્ષિત અને સારા વળતરવાળા રોકાણ તરફ ઢળે છે એ મુદ્દો પણ સોનાના વર્તમાન રોકાણનાં રિઝનીંગમાં ધ્યાનમાં રાખવા જેવો ગણાય. જોકે એકદમ ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરવા દોડી જતા પૂર્વે ધ્યાન રાખજો કેમ કે 2016ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઇટીએફની સોનાની માગ 343 ટનની હતી તે સેકન્ડ ક્વાર્ટરમાં ઘટીને 237 ટન થઇ હોવાના અહેવાલો છે અને સોનાના ભાવ બ્રેક્ઝીટ પછી ઔંસ દીઠ 1310થી 1360 ડોલર વચ્ચે અથડાઇ ગયા છે. ગત સપ્તાહે 1352 સોનાનો ભાવ હતો અને જૂલાઇમાં સોનાએ 1375નું ટોપ પણ જોયું હતુ. 2012માં જોવાયેલ 1796 ડોલર અને 2011નો 1921 ડોલરનો ભાવ, વો સુબહ જરૂર આયેગી અને સોનેકી ચિડીયા ઇન્ડીયામેં બોલેગી એવો આશાવાદ તો દર્શાવે જ છે. ડિસેમ્બર 2014ની બોટમ 1046 અને ઓગષ્ટ 2013નું ટોપ 1434 ડોલરનું, આ રેન્જમાં સોનુ 38 માસથી અથડાય છે પણ જ્યારે પણ 1434 ઉપર બ્રેક આઉટ આપશે ત્યારે રેન્જ જેટલું એટલે કે 388 ડોલર વધી શકે છે એવું ટેકનિકલ એનાલિસીસનું શાસ્ત્ર કહે છે અને તે ગણતરીએ 1822 ડોલરની શક્યતા પણ 1434 ઉપર ટકાઉ બ્રેકઆઉટ પછી વરતાય છે! 
 
સોનાને સંભાળીએ તો ચાંદી કેમ વીસરાય!

સામાન્ય રીતે સાના-ચાંદીની ચાલ એક જ દિશાની અને સપ્રમાણ હોય છે.ચાંદીના ભાવ  સોના કરતાં અને આમેય સામાન્ય અર્થમાં ચાંદી વધુ ચંચળ હોય છે. ચાંદીની પ્રવાહિતા સોના જેટલી ઊંડી ન હોવાથી આમ થાય છે. પરિણામે એટલા જ ભાવની વધઘટ સોનામાં થવા માટે જેટલા સોદા થવા જોઇએ તેનાથી ઓછા સોદામાં ચાંદી પોતાની ચંચળતા દેખાડી દે છે. આ બંન્નેનો સંબંધ ગોલ્ડ-સિલ્વર રેશીયોથી મપાય છે.છેલ્લા 30 વર્ષમાં આ રેશીયો 45થી 80 વચ્ચે રહ્યો છે. પ્રવર્તમાન ભાવો એક ઔંસના 1350 અને 20 ડોલરના ગણીએ તો 67.5નો રેશીયો આવે.ચાંદીના ભાવ જો 80ના રેશીયોએ જવા માગતા હોય તો સોનુ 1822 થાય ત્યારે ચાંદી 22.77 ડોલર અને 45ના રેશીયોએ રહે તો તો ..... 40.49 પણ થઇ જાય, મરજી ચાંદીની અને ચાંદીની ચંચળતાની હાલ 19.82નો ભાવ ચાલે છે! 
(Global Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: True affinity with gold, raw feel all the rest by Kanu J Dave
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.