• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »Market» The Company Foreign Invasion Will Increase The Cost Of Seed In India By Ajay Naik

વિદેશી કંપનીના આક્રમણથી બીજની કિંમત વધશે

વિદેશી કંપનીના આક્રમણથી બીજની કિંમત વધશે
સપ્તાહ અગાઉ અમેરિકી જાયન્ટ બીજ કંપની મોન્સેન્ટો અને અન્ય એક જર્મન કંપની બાયર વચ્ચેના વિલીનીકરણના સમાચાર આવ્યા હતાં. દુનિયાનું આ સૌથી મોટુ મર્જર હતું. બંને કંપનીઓ બીજ, પેસ્ટીસાઇડ, ખાતર ક્ષેત્રે વ્યસ્ત છે. એગ્રો કેમિકલ અને બાયોટેક્સીડમાં ટોચની જે કંપનીઓનો સમાવેશ થાય છે તેમાં બાયર, મોન્સેન્ટો, ડાઉ, ડ્યૂપોન્ટ, બાસ્ફ અને સિન્જેન્ટા મુખ્ય છે. થોડા સમય અગાઉ ચીનની અગ્રણી એગ્રો કેમિકલ કંપની કેમ ચાઇનાએ સિન્જેન્ટાને હસ્તગત કરી હતી. હવે બાયરે મોન્સેન્ટોને હસ્તગત કરી છે. પરિણામે આ બધી કંપનીઓ વિશ્વભરના એગ્રી બિઝનેસમાં 59 ટકા હિસ્સો ધરાવશે. પહેલી નજરે એવુ લાગે કે, આ કંપનીઓના મર્જર થવાથી ખેડૂતોને ફાયદો થશે, પરંતુ હકીકત કંઈ અલગ છે. કારણ કે, એક પ્રકારે ઇજારાશાહી ઉત્પન્ન થઈ રહી છે. 
 
આને કારણે આ કંપનીઓ પોતાની રીતે બીજ, ખાતર, પેસ્ટીસાઇડના ભાવ નક્કી કરે છે. થોડા સમય અગાઉ ભારત સરકારે મોન્સેન્ટોને આ જ કારણસર નોટીસ પણ આપી હતી. તેના જવાબમાં મોન્સેન્ટોએ દેશ છોડી જવાની ધમકી આપી હતી, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. મોન્સેન્ટોના સ્થાને બાયર ભારતમાં રાજ કરશે. કપાસ ને મકાઈ મકાઈમાં મોન્સેન્ટો લગભગ ઇજારાશાહી ધરાવે છે. ખેડૂતો વારંવાર બીજના ભાવ ઘટાડવા માટે રજૂઆત કરી રહ્યાં છે, પરંતુ કંપની ગાંઠતી નહોતી.બદલાયેલી પરિસ્થિતિમાં બાયરને પણ આ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. અમેરિકા અને યુરોપીયન યુનિયન આ બંને કંપનીઓના સૂચિત સોદાનો ઝીંણવટપૂર્વક અભ્યાસ કરી રહી છે. શમાં મોન્સેન્ટોને તાજેતરમાં ફિલ્ડ ટ્રાયલ માટે મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત ઘણાં શાકભાજી માટે પણ કંપનીએ મંજૂરી માગી છે. 
 
બાયોટેક અને જી.એમ. પાકનો ઘણા સમયથી વિરોધ થઈ રહ્યો છે. ભારત જેવા વિશાળ દેશમાં જી.એમ. પાક લીધા વિના ચાલે તેમ નથી. એક બાજુ વસતિ વધી રહી છે તો બીજી બાજુ કૃષિ લાયક જમીન ઓછી થતી રહી છે. પરિણામે જી.એમ. પાક મેળવવા સિવાય કોઈ ઉકેલ નથી.  આ કંપનીઓ સંશોધન માટે વિપુલ પ્રમાણમાં નાણાં ખર્ચે છે. આથી સ્વાભાવિક છે કે, નીચલી પડતર પણ ઊંચી આવે છે. પરંતુ ઇજારાને કારણે કંપનીઓ વધુ ભાવ લેવા લલચાતી હોય છે. મોન્સેન્ટો અને બાયરના મર્જર બાદ આ બંને કંપનીઓનું સંશોધન માટેનું બજેટ 2.8 અબજ ડોલરનું થશે. ભારતની કંપનીઓ આ પ્રકારે સંશોધન માટે મોટા પ્રમાણમાં નાણાં ફાળવી શકતી નથી પરિણામે તેમને વિદેશી કંપનીની મદદ લેવી પડે છે. પરિસ્થિતિ એવી છે કે આપણે ત્યાં મોટા ભાગે નાના ખેડૂતો વધુ હોવાથી તેઓ વધુ પડતો બોજો સહન કરી શકતા નથી.
 
અમેરિકા અને યુરોપમાં ભારત કરતા અલગ પરિસ્થિતિ હોય છે. મોટા ભાગે ખેડૂતો બીજ, ખાતર અને પેસ્ટીસાઇડ માટે બને એટલો ઓછો વપરાશ કરવા માગતા હોય છે. કંપનીઓને આ પસંદ નથી. એક અંદાજ પ્રમાણે અમેરિકામાં ખેડૂતોએ પણ આ જ રસ્તો અપનાવ્યો છે. 2013માં વૈશ્વિક ખાદ્યાન્ન ઉત્પાદન અને ચીજ - વસ્તુના ભાવ 123.8 અબજ ડોલરના હતાં તે ઘટીને 2016માં 71.5 અબજ ડોલર પર આવી ગયાં છે. કંપનીઓ ગમે તે રીતે પોતાનું વેચાણ ‌વધારવા માગે છે. પરિણામે તેઓ જી.એમ. ફૂડ પર વિશેષ ભાર આપે છે. ભારતમાં જો બાયરને સફળ થવુ હશે તો પહેલા તો તેણે સરકારની તમામ કાનૂની જોગવાઈ પૂરી કરવી પડશે. આ ઉપરાંત ખેડૂતોને પોષણક્ષમ ભાવે બીજ, ખાતર, પેસ્ટીસાઇડ પૂરા પાડવાના રહેશે તો જ તે સફળ થશે, નહીં તો મોન્સેન્ટો જેવી સમસ્યાનો તેણે પણ સામનો કરવો પડશે. 
 

ખેડૂતોની ઘટી રહેલી આવકને કારણે તેઓ સતત ચિંતિત છે. બીજી બાજુ તેમની ઉત્પાદન કિંમત સતત વધી રહી છે. જ્યાં સુધી કંપનીઓ આ બે વચ્ચેનો ગેપ પૂરો કરશે નહીં ત્યાં સુધી ખેડૂતોને ફાયદો થશે નહીં. કંપનીઓના ખર્ચા પણ વધતા જતા હોવાથી તેઓ તેમની પડતર વધારતી જાય છે. આવી સ્થિતિમાં સરકાર, ખેડૂતો અને આ જાયન્ટ કંપનીઓ એકસાથે બેસીને કોઈ એક મુદ્દે સંમત થાય તે જરૂરી છે. વાટાઘાટો વિના આ પ્રકારની કોઈ સંભાવના શક્ય નથી. ભારત જેવા દેશમાં વરસાદ આધારીત કૃષિ અર્થતંત્ર છે તો બીજી બાજુ દેશની અડધા ભાગની વસતિ કૃષિ પર જ નિર્ભર છે ત્યારે ત્રિપક્ષીય રીતે સકારાત્મક વાત થાય તે જરૂરી છે. અમેરિકા, ઇયુ અને ભારત જેવા દેશો ભેગા થઈ આ મુદ્દે ખેડૂતોના હિતને ધ્યાનમાં લઈને કંઈ વિચારશે તો બધાને ફાયદો થશે.
(Market Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: The company foreign invasion will increase the cost of seed in India by Ajay Naik
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.