• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »Market» Technically Nifty Likely To Decline Up To 8400 Points

ટેકનિકલી નિફ્ટી નીચામાં 8400 પોઇન્ટ સુધી ઘટવાની શક્યતા

ટેકનિકલી નિફ્ટી નીચામાં 8400 પોઇન્ટ સુધી ઘટવાની શક્યતા
ભારતીય શેરબજારોમાં તેજી-મંદીવાળાના ગજગ્રાહમાં સુધારાની ચાલ ઘૂંટાઇ રહી છે. વિતેલા સપ્તાહે બે દિવસની ટ્રેડિંગ રજાઓના કારણે માર્કેટ હોલિડે મૂડમાં હતું. પરંતુ પાછળથી ખુલેલા બજારમાં વેચવાલીનું પ્રેશર રહેતા નિફ્ટીએ 8700 ઉપર બંધ રહેવામાં નિષ્ફળતા દર્શાવી હતી. જેના કારણે સમગ્ર વીકના અંતે નિફ્ટીમાં 1.31 ટકાની નરમાઇ રહી છે. ટેકનિકલી નિફ્ટી 8800-8825 પોઇન્ટની મજબૂત રેઝિસટન્સ સપાટી ક્રોસ કરવામાં સતત નિષ્ફળ જવા સાથે હવે 8540-8518 પોઇન્ટની મજબૂત ટેકાની સપાટી ભણી ધસી રહ્યો છે. 
 
જો આ સપાટીઓ જાળવવામાં નિફ્ટી નિષ્ફળ રહ્યો તો માર્કેટનો શોર્ટ ટર્મ સ્વાભાવિક મંદીમય ગણી લેવાનો રહેશે. સંખ્યાબંધ ટેકનિકલ નિર્દેશો પણ માર્કેટમાં મંદીની સૂચના લઇને આવ્યા છે. જેમ કે, વીકલી ચાર્ટ ઉપર 89 ઇએમએ, હેડ એન્ડ સોલ્ડર પેટર્નની નેકલાઇન. માર્કેટ ટેકાની સપાટી આસપાસ જ ઘૂંટાઇ રહ્યું હોવા છતાં એકવાર નિફ્ટી મેજર સેટબેક દર્શાવે તેવી દહેશત છે. વીકલી ચાર્ટ ઉપર શૂટીંગ સ્ટાર પેટર્ન સપ્ટેમ્બરની શરૂઆતમાં જ રચાઇ ચૂકી છે. આ પેટર્ન ધીરે ધીરે નેગેટિવ પ્લેસમેન્ટ આપી રહી છે. વધુમાં નેગેટિવ ડાયરેક્શનલ ઇન્ડિકેટર (-DI) પોઝિટિવ ડાયરેક્શનલ ઇન્ડિકેટર (+DI)ને વીકલી ચાર્ટ ઉપર ADX (14) માં કાપે છે. તેના કારણે 8540-8515 પોઇન્ટની નેકલાઇન તૂટે તેવી શક્યતા વિશેષ રહેલી છે. નીચામાં નિફ્ટી 8400 અને ત્યારબાદ 8287 પોઇન્ટ સુધી જઇ શકે છે. ટ્રેડર્સે સ્ટોપલોસ સાથે જ કામ કરવાની ખાસ સલાહ છે. 
 
સ્ટોક સ્પેસિફિક એપ્રોચ : 
તાતા કોફી: વ્યૂ બેરિશ, છેલ્લો બંધ રૂ. 137.40

છેલ્લા એક મહિનાથી નીચા વોલ્યુમ સાથે આ શેરમાં તા. 5મી ઓક્ટોબરે સુધારાનો સંકેત જોવાયો હતો. તેના કારણે એવી આશા જાગી હતી કે શેર કન્ઝશન પિરિયડમાંથી બહાર આવી રહ્યો છે. છેવટે શુક્રવારના રોજ વધુ એક બ્રેકઆઉટ જોવા મળવા છતાં વોલ્યુમ ખાસ્સા ઉંચા રહ્યા હતા. તે જોતાં આ શેરમાં રૂ. 133 સુધીના ઘટાડે રૂ. 148ના ટાર્ગેટ સાથે રૂ. 127ના સ્ટોપસલોસ સાથે નવી પોઝિશન.
 
બલરામપુર ચીની : બુલિશ, છેલ્લો બંધ રૂ. 112.15

હાયર હાઇ અને હાયર લો વીકલી ચાર્ટ ઉપર જાળવવા સાથે આ શેર સુધારાની ચાલ દર્શાવી રહ્યો છે. ઓગસ્ટમાં શેરમાં ખાસ્સુ કરેકશન જોવાયું હતું. અને ત્યારબાદ તે કોન્સોલિડેશન ઝોનમાં આવી ગયો હતો. ડેઇલી ચાર્ટ ઉપર ઇન્વર્સ હેડ એન્ડ સોલ્ડરની રચના જોવા મળ્યા બાદ, આ શેરમાં આરએસઆઇ-સ્મૂધન્ડ ઓસ્સિલેટર મજબૂતાઇનો સંકેત આપે છે. ટ્રેડર્સને સલાહ છે કે, તેઓ રૂ. 110 સુધીના ઘટાડામાં રૂ. 124ના ટાર્ગેટ અને રૂ. 106ના સ્ટોપલોસ સાથે આ શેરમાં ધ્યાન આપી શકે છે.
 
સીઇએસસી : વ્યૂ બેરિશ, છેલ્લો બંધ રૂ. 602.65

ફેબ્રુઆરીમાં રૂ. 404.55નું મલ્ટી-યર લો નોંધાવ્યા બાદ આ શેરમાં વીકલી ચાર્ટ સ્ટ્રક્ચર પોઝિટિવ સંકેત આપે છે. પરંતુ ડેઇલી ચાર્ટમાં લોઅર ડિગ્રી સ્ટોક થોડી વિકનેસ દર્શાવે છે. રૂ. 600ના મથાળે હેડ એન્ડ સોલ્ડર ફોર્મેશન દર્શાવે છે કે, આ શેરમાં મંદીની ચાલ આગળ વધી શકે છે. માટે ટ્રેડર્સ અને રોકાણકારોએ રૂ. 608 સુધીના સુધારા દરમિયાન રૂ. 545ના ટાર્ગેટ અને રૂ. 625ના સ્ટોપલોસ સાથે આ શેરમાં ધ્યાન મંદીનું રાખવા સલાહ છે.
(Market Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Technically Nifty likely to decline up to 8400 points
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.