• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »SME» SME Listing In Value-Brand Equity And Indirect Benefits Of Extensive Promotion

એસએમઈ લિસ્ટિંગ: મૂલ્ય, બ્રાન્ડ ઇક્વિટી અને અપ્રત્યક્ષ પ્રચારનો બહોળો લાભ

એસએમઈ લિસ્ટિંગ: મૂલ્ય, બ્રાન્ડ ઇક્વિટી અને અપ્રત્યક્ષ પ્રચારનો બહોળો લાભ
(તસવીર પ્રતિકાત્મક)
 
ઘણી બધી કંપનીઓ વધુ વિસ્તરણ માટે મૂડી ઊપજાવવા આઈપીઓનો માર્ગ ઉપયોગ કરીને એસએમઈ મૂડીબજાર તરફ વળી રહી છે. તેની પર લિસ્ટેડ થવાથી શેરો અને સ્ટોક્સની દષ્ટિએ નાણાકીય લાભો તો મળે જ છે, પરંતુ મૂલ્ય નિર્મિતી, બ્રાન્ડ ઈક્વિટી વગેરે જેવા અમુક નોંધનીય ફાયદા પણ મળે છે. આ મંચ પરથી ઊભી કરવામાં આવેલી મૂડી ફંડ સંશોધન અને વિકાસ, મૂડીખર્ચને ભંડોળ પૂરું પાડવા અથવા મોજૂદ દેવું ચૂકવી દેવા માટે પણ ઉપયોગ કરી શકાય છે. લિસ્ટેડ થવા સમયે કંપની બેન્કિંગ હોય કે પ્રોડક્ટ્સ હોય, તેની વિગતો જાહેર કરે છે, બ્રાન્ડ અને તેના ટ્રેડિંગ ચિહનનો અપ્રત્યક્ષ રીતે પ્રચાર કરીને રાષ્ટ્રીય સ્તરે વધુ જનજાગૃતિ કરે છે, ગ્રાહકોમાં વધુ વિશ્વાસ જગાવવા માટે પારદર્શકતા નિર્માણ કરે છે અને કંપની માટે બજાર હિસ્સો પણ વધારે છે. 
 
કંપનીઓ તેમના વેપારને જરૂર હોય તેમ અને ત્યારે વધુ શેરો જારી કરીને મુખ્ય બજારમાંથી ભંડોળ ઊભું કરી શકે છે. તે અનેક રીતે હાંસલ કરી શકાય છે, જેમ કે, વધુ પબ્લિક ઓફરિંગ (એફપીઓ) રાઈટ્સ ઈશ્યુ, પ્રેફરન્શિયલ ફાળવણીઓ વગેરે. લિસ્ટેડ એસએમઈ બિઝનેસ કરન્સી તરીકે કામ કરે છે. બંધ વેપાર મૂલ્યાંકન વ્યવહારુ મૂલ્યાંકન માટે બેન્ચમાર્ક કરી શકાય છે. લિસ્ટેડ ન હોય તેવા વેપારો લાક્ષણિક રીતે નેટવર્થના ઉપલક્ષ્યમાં બેન્ચમાર્કડ હોય છે, જે ઐતિહાસિક મૂલ્યો પર આધારિત હોય છે. એક વર્ષ કરતાં વધુ ધરાવાતા કોઈ પણ શેરો અને શેરબજારમાં વેચાયેલા શેરો પર મૂડીલાભો કરમાંથી સંપૂર્ણ મુક્ત હોય છે. દાખલા તરીકે મ્યુચ્યુઅલ ફંડ્સ અને એચએનઆઈ રોકાણકારોએ વેલેન્ટાઈન ગ્રુપ, અલ્ટ્રાકેબ, એમઆરએસએસ વગેરે જેવી લિસ્ટેડ એસએમઈ કંપનીઓના શેરોમાં સેકંડરી બજારમાં શ્રેણીબદ્ધ લેણદેણોમાં રોકાણ કર્યું છે. લિસ્ટેડ થવાથી એસએમઈને ઈક્વિટી ફાઈનાન્સિંગની તકો મળે છે. 
 
લિસ્ટેડ શેરો નાણાકીય સંસ્થાઓ, એનબીએફસી વગેરે પાસે ગિરવે મૂકી શકાય છે અને ઓછું પડતું ભંડોળ ઊભું કરી શકાય છે. આમ, લિસ્ટેડ શેરો કોલેટરલમાં ઉમેરો કરે છે. તે પ્રમોટરો અને કંપનીઓની મોટા ભાગની એસેટ્સ ગિરવે હોવાથી મોટા કવચનું કામ કરે છે અને મુક્ત કોલેટરલની ગેરમોજૂદગીમાં વધારાનું ભંડોળ ઊભું કરવાનો ભાગ્યે જ કોઈ અવકાશ હો છે. તે જ કોલેટરલ સામે કંપનીઓ મોટે ભાગે લિસ્ટિંગ પછી વધારાની બેન્ક લોનો ઊભી કરે છે. એસએમઈ વધારાના ઈક્વિટી રોકાણને આધારે બેન્કો અથવા વિવિધ અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી વધુ ધિરાણ પણ મેળવી શકે છે. જાહેર હિત અને એકંદર શાસન યંત્રણાને લીધે લિસ્ટેડ કંપનીઓ ધિરાણદારોને વધુ રાહત આપે છે એવું ધારવામાં આવે છે.
 
લિસ્ટેડ શેરો એમએન્ડએ કરન્સી તરીકે કામ કરે છેઃહસ્તાંતરણ સોદાઓ માટે લિસ્ટેડ શેરો દ્વારા ભંડોળ આપી શકાય. દાખલા તરીકે, જો કંપની વધુ એક યુનિટ પ્રાપ્ત કરતી માગતી હોય તો હસ્તાંતરણની કિંમત હસ્તાંતરણકર્તાને સંપૂર્ણ કે આંશિક લિસ્ટેડ શેરોના સ્વરૂપમાં ચૂકવી શકાય છે અને તે માત્રામાં હસ્તાંતરણ કંપનીની પ્રવાહિતા હસ્તાંતરણમાં શોષાતી નથી. પબ્લિક જવું તે કંપની માટે અત્યંત નોંધનીય નિર્ણય છે. જોકે સમજવાનું સૌથી મહત્ત્વપૂર્ણ પાસું એ છે કે લિસ્ટેડ થવું તે કંપનીની વૃદ્ધિની દિશામાં એક આસાન પગલું છે. લિસ્ટેડ થયા પછી શેરો કરન્સી બની જાય છે. એસએમઈ લિસ્ટિંગ કરન્સી મોનેટાઈઝ કરવાનાં અને વિવિધ માધ્યમો મારફત ઊભરતાં વેપાર એકમો માટે વધુ ભંડોળ ઊભું કરવાનાં દ્વાર ખોલી નાખે છે. 
(SME Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: SME listing in value-brand equity and indirect benefits of extensive promotion
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.