• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »Market» MPC Issue On New Trend Start Governors Of RBI Urjit Patel

એમપીસી મુદ્દે નવો ચીલો ચાતરતા RBIના ગર્વનર ઉર્જિત પટેલ

એમપીસી મુદ્દે નવો ચીલો ચાતરતા RBIના ગર્વનર ઉર્જિત પટેલ
તાજેતરમાં રાજકીય રીતે પહેલી વાર કેન્દ્ર સરકારે આતંકવાદનો પડોશી દેશને સર્જિકલ સ્ટ્રાઇક કરીને મજબૂત સંદેશ આપ્યો હતો. આ પહેલાંની સરકારોએ આતંકવાદ સામે માત્ર બળાપો કાઢ્યે કર્યો હતો અને ઘરમાં ઘૂસીને મારવાની હિંમત પાછલી કોઈ સરકારોએ બતાવી નહોતી. એ જ રીતે એમપીસી (મોનિટરી પોલિસી કમિટી)ની પહેલી મીટિંગમાં આરબીઆઇના નવા ગવર્નર ઉર્જિત પટેલે નવો ચીલો ચાતર્યો હતો અને તેમના અનુગામીથી વિરુદ્ધ દિશામાં ચાલ્યા હતા. હાલના ગવર્નરે ફુગાવાને બદલે ગ્રોથને વેગ આપવાને વધુ મહત્ત્વ આપ્યું હતું.છેલ્લી એમપીસી-મોનિટરી પોલિસી મીટિંગ આરબીઆઇની તેની અગાઉની બેઠકથી તદ્દન ભિન્ન હતી. એમપીસીના છ સભ્યોએ વ્યાજદર નક્કી કરવાનો નિર્ણય સર્વાનુમતે લીધો હતો, જ્યારે એની પહેલાંની બેઠકમાં ગર્વનરે સર્વાનુમત અથવા બહુમતીના નિર્ણય સામે ઉપરવટ જઈને વ્યાજદર અંગે નિર્ણય લીધો હતો.
 
 
હાલની મીટિંગમાં સભ્યોએ ગ્રોથને વધુ મહત્ત્વ આપ્યું હતું અને લોજિક લગાડ્યું હતું કે આરબીઆઇના અંદાજ પ્રમાણે ફુગાવો નીચો આવવાનું અનુમાન કર્યું હતું. પાંચમી ઓક્ટોબર, 2016થી લાગુ પડે એ રીતે રેપો રેટ 6.5 ટકાથી ઘટાડીને 6.25 ટકા કર્યો હતો અને રિવર્સ રેપો 6થી ઘટાડીને 5.75 ટકા કરવામાં આવ્યો હતો. અન્ય દરોમાં કોઈ અસરકારક બદલાવ કરવામાં નહોતા આવ્યા, પણ બેન્ક દર 7  ટકાથી ઘટાડીને 6.75 ટકા કરવામાં આવ્યા હતા. હાલનો રેપો રેટ 6.25 ટકા એ છેલ્લાં છ વર્ષમાં નવેમ્બર, 2010 પછી સૌથી નીચા છે.રેપો રેટમાં 25 બેઝિસ પોઇન્ટમાં કાપ મૂકવામાં આવ્યો કારણ કે દેશાઆખામાં સારો વરસાદ વરસ્યો છે- તફાવત એ છે કે છેલ્લાં કેટલાંક વર્ષોની તુલનાએ આ વર્ષે બદલાવ આવ્યો છે, ક્યાંક સરેરાશ વરસાદ વરસ્યો છે તો ક્યાંક અનુમાન કરતાં વધુ વરસાદ વરસ્યો છે.છેલ્લા 12 મહિનામાં -ખાદ્ય ફુગાવો સાધારણ સ્તરે છે અને દેશમાં સારા ચોમાસાને કારણે કૃષિ ઉત્પાદનમાં વધારો થવાની આશા છે.
 
આરબીઆઇએ બેન્કોની એનપીએ ઘટાડવા માટે વ્યાવહારિક અભિગમ અપનાવતાં એનપીએનો મુદ્દો સુલઝાવવા પ્રયાસો શરૂ કર્યા છે. આરબીઆઇએ લીધેલાં પગલાંને લીધે આગામી કેટલાંક વર્ષો સુધી કૃષિ પેદાશોની કિંમતો નિયંત્રણ હેઠળ રહેવાની શક્યતા છે. તાજેતરના સમયમાં ઉત્પાદન કંપનીઓને પડતર કિંમત ઊંચી છે, જો નીચા વ્યાજદર હોય તો તેમને સહુલિયત પડે. નીચા ધિરાણ દરો ઉત્પાદનમાં, ગ્રોથ, પડતર કિંમત ઘટવાને કારણે છેવટે ફુગાવાનું સ્તર નીચો રાખશે. ધ્યાનમાં રાખવા જેવી બાબત ડોલર સામે રૂપિયાની વધઘટ જોઈએ તો ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં રૂપિયાએ 24 જૂને ડોલર સામે 68.22ની ઊંચી સપાટી બનાવી હતી અને પાંચ એપ્રિલે 66.07ના સ્તરે હતો. ચાલુ નાણાકીય વર્ષમાં ડોલર સામે રૂપિયો સરેરાશ 66.94 રહ્યો હતો. રૂપિયો હાલ 66.68ના સ્તરે છે. જોકે પાછું વાળીને જોઈએ તો ચાલુ નાણાકીય વર્ષમાં ફોરેન રિઝર્વમાં 12.230 અબજ ડોલરનો વધારો થયો હતો-જે દર્શાવે છે કે આરબીઆઇએ માર્કેટમાંથી ડોલરની ખરીદી કરી છે.
 
 ભારતની ફોરેન રિઝર્વ ડોલર સિવાય ત્રણ કરન્સીમાં- સ્ટર્લિંગ પાઉન્ડ, યુરો અને જાપાની યેનમાં દર્શાવવામાં આવે છે. ચાલુ વર્ષ દરમ્યાન બંને કરન્સી જાપાની યેન અને યુરોમાં 1 ટકાની આસપાસ વધઘટ રહી છે અને પાઉન્ડનું મૂલ્ય ડોલર સામે આશરે 6થી 7 ટકા ઘટ્યું છે. આને જોઈએ તો એ વાત બેસે છે કે ફોરેન રિઝર્વમાં વધારો આરબીઆઇએ ઓપન માર્કેટમાંથી સીધી ખરીદી કરી છે.  નાણાકીય વર્ષ 2015-16માં ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં 14.182 અબજ ડોલરનો વધારો થયો હતો, જ્યારે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં 12.230 અબજ ડોલરનો વધારો થયો છે. જેમાં એક, ફોરેન કરન્સી 11.024 અબજ ડોલર, 2, ગોલ્ડ-1.290 અબજ,3 એસડીઆર (સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ) -ડોલરઅને 4, આઇએમએફ પાસેથી રિઝર્વની સ્થિતિ -કુલ સામાન્ય નકારાત્મક ઝોનમાં. અત્રે એ નોંધવું જોઈએ કે ભારતે એસડીઆર (નાણાં ઉપાડવાનો વિશેષાધિકાર)નો ઉપયોગ 19992માં કર્યો હતો અને ત્યાર બાદ ભારતે તેના હકોનો ઉપયોગ અત્યાર સુધી કર્યો નથી. 
(Market Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: MPC issue On New Trend Start Governors of RBI Urjit Patel
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.