• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »Market» Many Of The Predictions Are Going To Be Fail In Market By Kanu J Dave

ફંડામેન્ટલ્સવાળાં બાબા-બેબીઓને કહેવાનું કે… ધીરી બાપુડિયા!!

ફંડામેન્ટલ્સવાળાં બાબા-બેબીઓને કહેવાનું કે… ધીરી બાપુડિયા!!
બીએસઇ સેન્સેક્સ 28000 વટાવી ગયો છે પણ પાંચમી માર્ચ 2015નો 30024.74નો હાઇ હજૂ વટાવ્યો નથી.એનએસઇ નિફ્ટી ફીફ્ટીએ 4થી માર્ચનો આવો જ 9119.20નો ટોપ સર કરવાનો બાકી છે. નિફ્ટી ફ્યુચરે 9191(યાદ રાખજો આ આંકડો યાદ રાકવો સહેલો છે) 4થી માર્ચ 2015નો હાઇ વટાવવાનો બાકી છે. આ તમામ ટોપ યુપીએની સરકાર કેન્દ્રમાં સત્તામાં હતી ત્યારના છે. મોદી ભલે મનમોહનસિંધની મજાક કરે પણ ક્ષમા વીરસ્ય ભૂષણમ્ એ સંસ્કૃત ઉક્તિને અનુસરીને ભૂતપૂર્વ વડાપ્રધાન સંસદ અને પોતાના હોદ્દાની ગરિમા સાચવે છે પણ મોદી આવા વર્તન થકી દેશ આખાની આબરુને બટ્ટો લગાવે છે.
 
યુપીએ શાસન તો શું પહેલા તો એનડીએ સરકારે પોતાના શાસનમાં જ બનેલા સેન્સેક્સ- નિફ્ટી અને નિફ્ટી ફ્યુચરના ટોપ ક્રોસ કરી બતાવવા પડશે અને તે માટે જરૂરી નીતિઓનો અમલ કરવો પડશે, મોદી બોલે હાં તો હા, મોદી બોલે ના તો ના ની નીતિ નહીં ચાલે! 8મી સપ્ટેમ્બર 2015ના રોજ બનેલું સેન્સેક્સનું 29077.28નું ટોપ, 7મી સપ્ટેમ્બરે નિફ્ટીમાં બનેલું 8968.70નું ટોપ અને તે જ દિવસે નિફ્ટી ફ્યુચરમાં જોવાયેલું 8989.50નું ટોપ બજારે પાર કરીને સીધી રીતે પોતાની અને પરોક્ષ રીતે મોદી સરકારની નીતિઓની તાકાતનો પરચો આપવો પડશે. આ પહેલું પગથીયું તેજીનો સંકેત આપે તે પછી ઉપરોક્ત 2015ના યુપીએ સરકાર વખતના ટોપ વટાવાય તો તેમાંથી સંકેત મળશે કે તેજી નકકર પાયા પર થઇ રહી છે અને તે પછી મોર્ગન સ્ટેન્લીની 39000ની વાત પર વિચાર કરીએ તો કાંઇક વ્યાજબી લેખાશે. તે પૂર્વે તો યુપી, ઉત્તરાખંડની ગંગા જમુનામાં અને પંજાબની પાંચેય નદીઓમાં ઘણા જળ વહી ગયા હશે! સટોડિયાઓ યુપીમાં યુવરાજ જોડીને 199-200 અને જનતાને ભરમાવતા પક્ષને 115-118 સીટો આપે છે.
 
 તે જ રીતે પંજાબમાં 61-63 સીટો આપને,42-44 કોંગ્રેસને અને બાકી બચે એમાંથી જનતાને ભરમાવતા પક્ષને મળે એવી ધારણા મુકે છે. મોદીએ રાજ્યસભામાં બાફીને ઉપલા ગૃહની ગરિમાને લજવી છે તે જોતાં એ હાઉસ તો આ ચૂંટણી પરિણામો પછી પણ ક્યારે ય મોદીનું નહીં થાય એનડીએ સરકારને નેવાના પાણી મોભે ચડાવવા પડે એવા સંયોગો ઊભા થશે ત્યારે નાછૂટકે ફંડામેન્ટલ્સવાળા બાબા બેબીઓને કહેવું પડે કે ધીરી બાપુડિયા! એક વાર ક્રુડ 20 ડોલર થવાની આગાહી આવા જ બાબાઓએ કરી હતી પણ પછી એવું ક્યારે ય ન થયું . તે જ રીતે રેટીંગ અપગ્રેડ ડાઉનગ્રેડ વખતે પણ આવા પંડિતોએ કરેલી ઘણી આગાહીઓનાં સૂરસૂરીયા થયા છે.
 
પંડિતો ઇફ એન્ડ બટ્સ રાખે અને ઠાવકાઇથી કહે કે બુલ કેસમાં 39000, બેઝ કેસમાં 30000 અને બેર કેસમાં 24000.તમને કોઇ સાચી દિશાનો જ ખ્યાલ ન આવે ઉપર જશે કે નીચે જશે! બુલિશ સંજોગોમાં સેન્સેક્સ ડિસેમ્બર સુધીમાં 39,000 સુધી ઊછળી શકે છે એવી મોર્ગન સ્ટેનલીની આગાહીનું એનાલિસિસ પણ થવું જોઇએ...! બાહ્ય વાતાવરણમાં સુધારાને,વપરાશ વૃદ્ધિને અને વિસ્તરિત જાહેર મૂડી ખર્ચના કારણે કોર્પોરેટ અર્નીંગ્સ વધવાની ધારણા પણ મુકાઇ છે.જોકે તેજીમાં રુકાવટના મોટા ભયસ્થાનો તરીકે ઓઇલના વધતા ભાવો અને ખાનગી મૂડી ખર્ચમાં મંદીને ગણાવાયા છે.સેન્સેક્સના ડિસેમ્બર સુધીમાં 30000ના ટારગેટની 50 ટકા શક્યતા દર્શાવાઇ છે, 39000ની 30 ટકા પ્રોબેબીલીટી અને 24000ની 20 ટકા સંભાવના મુકાઇ છે. અસ્તુ... !!

અસંભવં હેમ મૃગસ્ય જન્મ,શેરબજારમાં સોનાની ખાણ ઘણા દેખાડશે
 
સેન્સેક્સનો સૌથી ઊંચો પીઇ રેશીયો 22.94નો 17મી મે 2015ના રોજ હતો અને 9મી ફેબ્રુઆરીએ એ 22.04 હતો 22નો પીઇ રેશીયો 39000ના સ્તરે જાળવવા માટે સેન્સેક્સની કમાણી રૂ. 1772ની થવી જોઇએ જે 1284.70 ના સ્તરે હાલ છે. એનો અર્થ એવો થયો કે સેન્સેક્સની કમાણીમાં 38 ટકાનો વધારો 10 માસમાં નોંધાવો જોઇએ, અસંભવં હેમ મૃગસ્ય જન્મ,શેરબજારમાં સોનાની ખાણ ઘણા દેખાડશે,બી અવેર, ગોડ સેવ ઇન્ડીયા! 1992માં હર્ષદ મહેતાની તેજીના અંત સમયે સેન્સેક્સનો પી ઇ રેશીયો 35.60નો હતો, 2000માં કેતન પારેખની તેજીના અંત સમયે 34.27નો હતો, 2008માં વૈશ્વિક નાણાકીય કટોકટી શરૂ થઇ ત્યારે 28.57 હતો, 2017માં આમાથી ધડો લેજો અને સેન્સેક્સ નિફ્ટીના પીઇ રેશીયો જોતા રહેશો તો લંકા જવાનો વારો નહીં આવે.
 
મોર્ગનની આગાહી પાછળના તર્ક

- ઇક્વિટીઝમાં હાઉસહોલ્ડ રસ વધી રહ્યો છે
- બીએસઇના વેબસાઇટ પર દર્શાવાતો કન્ઝ્યુમર સેન્ટીમેન્ટ ઇન્ડેક્ષ 95.07 અને અનએમ્લોયમેન્ટ રેટ 5.96ના સ્તરે હોઇ ગ્રોથ માટે દ્યોતક છે
- કોર્પોરેટ્સ દ્વારા ડિવિડંડ રૂપે અને બાયબેકના નજરાણા થકી મજબૂત પેઆઉટ્સ બજારમાં તેજી લાવી શકે
- મર્જર્સ અને એક્વીઝીશન્સનું નવું સાયકલ શરૂ થવાની સંભાવના અને તેના કારણે માહોલ તેજીમય રહે
- આર્થિક સર્વેક્ષણ અને અંદાજપક્ષમાં જણાવ્યાનુસાર જીડીપી ગ્રોથ 2018માં સુધરવાની ગણતરી હોઇ બજાર સુધરતું જાય કેમ કે બજારમાં સુધારાનું રીફ્લેક્શન પહેલેથી જ પડે
- હાલનાં ઇક્વિટી વેલ્યુએશન યોગ્ય સ્તરે હોવાથી હજૂ સુધારાને સ્કોપ હોવાની ધારણા
(Market Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Many of the predictions are going to be Fail in Market by Kanu J Dave
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.