• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »Market» Kanu Dave Article On Note Ban And Digital Payment In India

વો સુબહ જરૂર આયેગી, વો સુબહ તુમ્હીસે આયેગી!

વો સુબહ જરૂર આયેગી, વો સુબહ તુમ્હીસે આયેગી!
નોટબંધીના નિર્ણયથી થયેલી અસરોના પગલે સામાન્ય પ્રજાને પડેલી હાલાકી લોકો ભૂલી જાય તેવા કેટલાક પગલા જેટલી સાહેબ તેમના આગામી બજેટમાં લેશે તેવી ધારણાએ અને ડિસેમ્બર વર્ષાંતે સારી એનએવી દેખાડવા માટે વિદેશી નાણા સંસ્થાઓનું ફરીથી બાઇંગ શરૂ થયું હોવાનું જણાય છે. ગુરૂવારનો 457 પોઇન્ટનો હનુમાન કૂદકો તે દિવસે આવેલા એફઆઇઆઇના નેટ રૂ. 698.86 કરોડના બાઇંગના આંકડા પણ આ જ નિર્દેશ આપે છે. સાથે સાથે જ સ્થાનિક સંસ્થાઓની તો રૂ. 64 કરોડની નેટ લેવાલી જોવા મળી એ પણ એક સારી વાત ગણાય. ડિમોનેટાઇઝેશનને એક મહિનો પૂરો થયો છે. સરકારના આ પગલાની અર્થતંત્ર અને બિઝનેસ પર થયેલી અસરોનો નિષ્ણાતોએ અભ્યાસ કર્યો છે, ઉદ્યોગના જાણકારો અને જે તે સેક્ટરના નિષ્ણાતોએ પણ પોતાના મંતવ્યો જણાવી રજૂઆતો કરી છે અને તેના પડઘા આગામી અંદાજપત્રમાં પડવાની સંભાવના છે. સરકાર ફાસ્ટ ટ્રેક પર છે અને તે કેશલેસ તો ઠીક દેશને સીધો જ ડિજીટલાઇઝેશનના માર્ગે મુકવા માંગે છે એ એક પ્રશંસનીય પગલું છે કેમ કે દાયકાઓ પહેલા દુનિયાના કેટલાય દેશો આ માર્ગે વળી ચૂક્યા છે અને આપણે પણ ભારતને વિશ્વમાં નંબર વન ઇકોનોમિનું લેબલ અપાવવું હોય તો મંથર ગતિ અને પુરાણા નુસ્ખાઓથી મંઝીલ મેળવી શકીએ તેમ નથી.
 
ડિજીટલાઇઝેશનનો હવાઇ માર્ગ છોડી આપણે કેશ અને સોનના બળદ ગાડા વાળા સાધનો છોડી દેવા જોઇએ અને તો જ દેશની આર્થિક પ્રગતિ થશે.સંઘરાયેલું,પડી રહેલું વાસી બધુ જ ગંધાય છે અને તે ક્યાં ક્યાં પડી રહ્યું છે તે સૂંઘવા માટે સરકાર સ્નીફરોની ટીમ કામે લગાડી રહી છે ત્યારે મોદીની વાત માની પૂરે પૂરા વ્હાઇટ જે હમણા નહીં થાય તેમના મોઢા કાળા કરી, ગધેડા પર ઉંધા બેસાડી ગામ આખામાં ફેરવશે ત્યારે પસ્તાવું પડશે કે આ તો અસ્ક્યામત સાથે આબરૂ પણ ગઇ.આગળ ઉપર ઉત્તરાયણ આવે છે, 22મી ડિસેમ્બરથી અયન ગતિ પણ બદલાશે, પવનની દિશામાં રહેશો તો એન્જોય કરી શક્શો , બાકી ક્યારે કપાઇ જશો એની ખબર પણ નહીં પડે. અર્થતંત્રના મોટા ભાગનાં સેક્ટર્સ માટે ટૂંકા ગાળાનું ચિત્ર પ્રોત્સાહક નથી. ડિમાન્ડ સાઇડ નબળી છે-વૃદ્ધિ, રોકાણ, વિશ્વાસ તમામને ઉઝરડો પડ્યો છે. ટૂંકા ગાળામાં 8 ટકાના દરે જીડીપી વૃદ્ધિ શક્ય નથી કેમ કે  GDP વૃદ્ધિ માટેનું મુખ્ય પરિબળ કન્ઝમ્પશન (વપરાશ) આગામી બે ત્રિમાસિક ગાળા સુધી દબાણ હેઠળ રહેશે. માગ ધીમી પડવાને કારણે રોકાણનું ચિત્ર ધૂંધળું બન્યું છે. 
 
તહેવારોની સારી માંગને કારણે ઇ-કોમર્સ સેક્ટર બેઠું થઈ રહ્યું હતું, પણ ડિમોનેટાઇઝેશનને લીધે તેને સેટબેક મળ્યો છે. એકંદર સમૃદ્ધિના માપદંડ સમાન હાઉસીંગ સેક્ટર ઠપ થઈ ગયું છે. બેરોજગારી હજુ દેખાતી નથી, પણ ઇકોનોમિમાં રિવાઇવલ નહીં દેખાય તો આગામી સમયમાં જોબ માર્કેટ પર પણ અસર દેખાવાની શરૂઆત થશે. ભારત સરકારે આગામી બજેટમાં અનેક લોકભોગ્ય અને લોકોપયોગી દરખાસ્તો લાવી નોટબંધીના ટેમ્પરરી પેઇનને ભૂલાવવા પ્રયત્ન કરવો પડશે. પહેલી ફેબ્રુઆરીએ જાહેર થનારા બજેટની મદદથી સરકાર ગ્રાહકોના સેન્ટિમેન્ટમાં મોટો સુધારો કરી શકે તો જ માગ પુનઃ દેખા દેશે અને વેપાર ઉદ્યોગમાં હાશકારો થશે. હાઉસીંગ સેક્ટરને પણ અનેકવિધ પ્રોત્સાહનો આપી ધમધમતું રાખવુ પડશે અને જપ્ત થયેલા કાળાધન અને તે પેટે મળેલી ટેક્ષની વધારાની આવકનો ઉપયોગ દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં થશે તો દેશની સૂરત બદલાઇ જશે. કાળા બજારિયા અને બેનંબરીઓની તો સુધરશે નહીં તો જિદગીભરની દિવાળી બગડી ગઇ છે, હજૂ ય સુધરશે તો બાકીની દિવાળીઓ સારી જોઇ શક્શે. રહેઠાણ રોકાણને માટે અનેક પ્રોત્સાહનો આવશે. કરવેરામાં ઘટાડાથી ભરોસો વધારવાના પગલા, નીતિ-વિષયક જાહેરાતો આવશે. ડિમોનેટાઇઝેશન પછી ભારતીય અર્થતંત્રની ગાડી પાટા પર ચઢવા લાગશે અને ફીલ ગૂડ ફેક્ટર પણ દેખાશે, સાહીરે કહ્યું છે તેમ -વો સુબહા જરૂર આયેગી, વો સુબહા તુમ્હિસે આયેગી! 

ગેરકાયદેસર ટ્રસ્ટ, ટ્રસ્ટી અને મિલકતો ઉપર ટાંચ આવી શકે
 
1લી ફેબ્રુઆરીના બજેટમાં એવી પ્રોવીઝન વિચારણા હેઠળ છે કે 1 એપ્રિલથી જમીનો, પ્રોપર્ટીના તમામ સોદાઓને આધાર કાર્ડ સાથે (લેનાર અને વેચનાર બંન્નેના) લીંક કરી તેની નોંધણી ઇ પાસબુકમાં કરી તે પછીના એ પ્રોપર્ટીના તમામ વ્યવહારો (ટેક્ષ,પાણી , વિજળી ,સોસાઇટી મેઇન્ટેનન્સ -તમામ બાબતોનો ઉલ્લેખ) એ પાસબુકમાં જ આવી જાય એવી વ્યવસ્થા શરૂ કરાશે. ઉપરાંત 1લી એપ્રિલથી 31મી જૂલાઇ સુધીમાં પોતાની જૂની પ્રોપર્ટીને ઇ પાસબુકમાં લાવી આધાર કાર્ડ સાથે જોડનારાઓને ઇન્સેન્ટીવ આપવાની વિચારણા ચાલી રહી છે. પણ સકંજો ટ્રસ્ટો પર કસાય એવી વાત ચાલી રહી છે કેમ કે અબજો રૂપિયાની પ્રોપર્ટી અને તેમના ટ્રસ્ટીઓ દ્વારા છડેચોક થતાં ગેરવહીવટથી સરકાર અજાણ તો નથી જ. આ લોકો પોતાની વિશ્વાસનીયતા જાળવી રાખવા અત્યારથી બધું નિયમાનુસાર અને પરફેક્ટ કરવા લાગે તો સારું નહીં તો સરકાર તેમના પર  ટ્રસ્ટ રાખ્યા વગર તૂટી પડવાની છે તેવી વાયકા પણ ચાલી રહી છે.
 
નીચી આવકવાળાને ડિજિટલ રાહતોનો ગુલદસ્તો
 
નીચી આવકવાળાને જીવનધોરણ ટકાવી રાખવા માટે ઘણા પ્રોત્સાહનો અપાશે પણ તે તમામ ડિજીટલ અને બેન્કેબલ સ્વરૂપે.કોર્પોરેટ ટેક્સ ઘટાડવાનું પગલું લઇ સરકાર કોર્પોરેટ નાગરિકો કરચોરી અને બેનંબરની દુનિયા છોડી એક નંબરી બને તેવા પગલા લે એવી પૂરી સંભાવના છે,  આ મુદ્દે પણ શેરબજારને સુધારા તરફ વાળ્યું છે. સરકાર જાહેર ખર્ચ વધારશે અને તેની સાનુકૂળ અસર એકાદ વર્ષમાં દેખાશે, ટૂંકમાં આ દેવ દિવાળી ભલે બગડી આવતી દિવાળી સુધારે એવું બજેટ આવશે પણ ઇમાનદાર અને સીધા લોકો માટે... બીજી એકવાત કે રૂ. 12 લાખ કરોડ જમા થયા છે તે ભલે બ્લેકના હોય હવે તો વ્હાઇટના થઇ ગયા છે ને... આગે આગે દેખો હોતા હે ક્યા....!!
(Market Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Kanu dave Article On Note Ban and Digital payment in India
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.