• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »Personal Finance» Hard To Be Lucrative But Become Wealthy For Requires Effort By Mahesh Trivedi

માલદાર થવા મહેનત, પરંતુ શ્રીમંત બનવા માટે પુરુષાર્થ કરવો પડે

માલદાર થવા મહેનત, પરંતુ શ્રીમંત બનવા માટે પુરુષાર્થ કરવો પડે
(તસવીર પ્રતિકાત્મક)
 
નસીબ- પ્રારબ્ધ,   મહેનત- પુરુષાર્થ, ઇન્ફોર્મેશન- નોલેજ, માલદાર- શ્રીમંત, સટ્ટો-મૂડીરોકાણ....દરેક ઘરમાં પતિ-પત્ની એકલાં બેઠા હોય ત્યારે આ ડાયલોગ એકવાર તો અવશ્ય બોલાયેલો જ હશે કે, ‘પાડોશમાં રહેતા ફલાણા ભાઇનું ફેમિલી જુઓને આપણાં કરતાં અડધી પણ કમાણી નથી છતાં કેવાં ઠાઠથી રહે છે.... આટલો બધો પૈસો ક્યાંથી આવતો હશે...કોણ જાણે’ પછી વાતનું વતેસર થાય કે, બાપ-દાદાનું સાજું હશે, બે નંબરની આવક હશે...તે માલદાર કેમ અને આપણે તાણમાં કેમ..ની ચર્ચાઓ માત્ર પ્રશ્નાર્થ સાથે જ અટકી જતી હોય છે. પરંતુ આપણી સિસ્ટમ ક્યાં ખોટકાયેલી છે તેની ચર્ચા શરૂ થતાં જ શ્રીમાન અથવા શ્રીમતી બન્નેમાંથી કોઇ એક વાતનો ઉલાળિયો કરીને ઊભા થઇ જશે... આવું એકવાર નહિં અનેકવાર બન્યું જ હશે. વર્ષોના વહાણા વિતી જવા છતાં હકારાત્મક નિર્ણય ઉપર બહુ જ ઓછા ફેમિલી આવી શક્યા હશે.... સંપત્તિનું સર્જન રાતોરાત કે આકસ્મિક શક્ય નથી. યેનકેન પ્રકારેણ પૈસો મેળવીને માલદાર તો સૌ કોઇ થઇ શકે. પરંતુ પુરુષાર્થ કરીને શ્રીમંત તો કોઇક કોઇક જ બની શકે. માલદાર શબ્દ પૈસો મેળવનારા સૌ કોઇ માટે વાપરી શકાય. પરંતુ શ્રીમંત.....
એક વ્યક્તિત્વ એવું હોય કે, પૈસૌ કમાયા પછી પણ દિલનું ગરીબ જ રહે. બીજું વ્યક્તિત્વ એવું હોય કે, પૈસો નહિં હોવા છતાં દિલનું શ્રીમંત જ રહે

શ્રીમંત બનવા આડે ત્રણ અંતરાયો પાર કરવા જરૂરી હોય છે (1) આપણું કામ નહિં, (2) આંધળુ અનુકરણ અને (3) યોગ્ય સ્રોતની પસંદગીનો અભાવ
 
આપણું કામ નહિઃ 95 ટકા રોકાણકારો આ માનસિકતા ધરાવે છે. કમાણીમાંથી એટલિસ્ટ 10 નહિં તો છેવટે એક ટકા પણ બચત માટે મનના ગરીબ થઇ જાય અથવા તો બહાના કાઢતા હોય છે. પગારમાં વધારો, એરિયર્સ, બોનસ, એપ્રિલ, ઉઘરાણીનો ચેક..... આવી જાય પછી વિચારીશું.... (આ તમામ ઘટનાઓ ઘટી ગયા પછી પણ તે તો એમ જ કહેશે કે આપણું કામ નહિં..) વધારાના નાણા આવે તો જ બચત કે મૂડીરોકાણના ખ્યાલમાંથી બહાર આવો. જે કમાવ છો તેમાંથી એકવાર શરૂઆત તો કરી જ દો..60 વર્ષની વયે રૂ. એક કરોડ મેળવવા માટે 25 વર્ષની ઉંમરે વાર્ષિક  9 ટકા રિટર્ન સાથે મૂડીરોકાણની શરૂઆત કરો તો મહિને માત્ર રૂ. 2200 આસપાસ જ રોકવા પડશે. પરંતુ જો  30 વર્ષની ઉંમરે જાગ્યા અને 9 ટકા રિટર્ન સાથે મૂડીરોકાણની શરૂઆત કરો મહિને રૂ. 5500 આસપાસનું રોકાણ કરવું પડશે. જો 50 વર્ષે જાગ્યા તો મહિને રૂ. 52000ની જરૂર પડશે.... 
 
આંધળુ અનુકરણઃ 80 ટકા રોકાણકારો માત્ર આંધળુ અનુકરણ કરે છે. રાકેશ ઝુનઝુનવાલાએ ફલાણી કંપનીના  ખરીદેલા શેર્સની જાણ છ મહિને થાય ત્યારે  ઓર્ડર નોંધાવશે. સોનામાં પાડોશીને પાંચ લાખનો નફો થયો માટે આપણે પણ... રિયલ એસ્ટેટમાં તેજીનો લાભ લેવા માટે લાંબા હારે ટૂંકો જાય ન્યાયે કેપેસિટી બહારનો ખેલો કરે. આંધળું અનુકરણ અને ટિપ્સના હથોડા આ બન્ને મૂડીરોકાણ બજારમાં સૌથી વધુ ડેન્જરસ સાબિત થાય છે. ટિપ્સ વેઇટર્સ માટે હોય ઇન્વેસ્ટર્સ માટે નહિં....!! સટ્ટો સેવિંગ્સની મૂડીમાંથી નહિં, ફાજલ નાણાના 10માં ભાગમાંથી જ ખેલો....કોઇપણ મૂડીરોકાણ સ્રોતમાં જ્યારે મૂડી રોકો છો ત્યારે તે સ્રોતના તમે માલિક છો અને તેમાં અભ્યાસ, અનુભવ અને આવડતનો ત્રિવેણી સંગમ હોવો જ જોઇએ. કોઇપણ ગ્રેટ કંપનીના શેર્સમાં કરેલું મૂડીરોકાણ ગ્રેટ ત્યારે જ ગણાશે કે જ્યારે રિટર્ન મેળવી શકશો. મૂડીરોકાણ એ એક પ્રોસેસ છે તેને ફ્રેન્ડ્સ, ફેમિલી કે આલિયા-માલિયા-જમાલીયાની ટીપ્સના આધારે નહિં યોગ્ય સ્ટેપ્સના આધારે ફોલો કરો....
 
યોગ્ય સ્રોતની પસંદગીનો અભાવઃ જમવામાં જે રીતે વૈવિધ્યતા હોય અને તંદુરસ્તી માટે જે રીતે નહિં ભાવતી વાનગીઓ પણ પરાણે આરોગવી પડે છે તે રીતે પોર્ટફોલિયોમાં પણ સૂગની નજરે જોવાતા મૂડીરોકાણ સ્રોત પણ હોવા જરૂરી છે. નહિં તો તમે ટાર્ગેટ એચિવ નહિં કરી શકો. શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં તો રિસ્ક હોય છે. માટે રોકાણ ન જ કરાય તે માનસિકતામાંથી બહાર આવો. કારણે સૌથી વધુ જોખમ ધરાવતા મૂડીરોકાણ સ્રોત શેરબજારો જ સૌથી વધુ રિટર્ન આપનારા સાબિત થયા છે. હા, એ વાતનો ખાસ ખ્યાલ રાખો કે, તેમાં 10-20 વર્ષના ગાળા માટે મૂડીરોકાણ થયેલું હોવું જોઇએ. કલાક-દિવસ-મહિના કે વર્ષ માટેનો સટ્ટો નહિં.... બેન્ક એફડી, પીપીએફ સહિતના ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, શેરબજાર, સોના-ચાંદી, રિયલ એસ્ટેટ જેવાં રોકાણ સ્રોત સાથે પોર્ટફોલિયો સમૃદ્ધ હોવો જોઇએ.

મહિલા રોકાણકારો માટે મૂડીરોકાણ ટિપ્સ
* લાઇફના હેતુઓ નક્કી કરો, યોગ્ય સલાહકારની પસંદગી કરો
* આયોજન કરો સાથે અમલ પણ અવશ્ય કરો
* સમયાંતરે કમાણી-રોકાણનું મૂલ્યાંકન કરો
* પર્સનલ ફાઇનાન્સની જવાબદારી લેવાની તૈયારી દાખવો
* તમારી કમાણી ટાઇમપાસ એક્ટિવિટી નહિં બ્રેડ વિનર જ છે
* તમારી કમાણીમાંથી ચોક્કસ હિસ્સાનું પ્લાનિંગ જાતે જ કરો
* ભૂલના ભયથી દૂર રહો, કમાવ છો તો પ્લાન પણ કરી જાણો
(Personal Finance Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Hard to be lucrative but become wealthy for requires effort by Mahesh Trivedi
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.