• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »Tax» The Dairy Sector Has Direct Implication On The Milk Producers In India

ડેરી પ્રોડક્ટ્સ પર GSTથી ઉત્પાદકોને લાગશે ઝટકો

ડેરી પ્રોડક્ટ્સ પર GSTથી ઉત્પાદકોને લાગશે ઝટકો
બિઝનેસ ડેસ્કઃજીએસટીથી સંબંધિત હજુ સુધી પ્રાપ્ત જાણકારીઓથી એ વાતનો પર્યાપ્ત સંકેત છે કે દરેક ઉત્પાદનો પર ન્યૂનતમ જીએસટી દર 18 ટકા રહી શકે છે. જોકે હજુ સુધી તે સ્પષ્ટ થયું નથી કે આ દર દરેક ડેરી ઉત્પાદનો પર લાગુ થશે કે નહી. પરંતુ જો પ્રોસેસ્ડ ડેરી પ્રોડક્ટ્સને પણ તે પરિપ્રેક્ષ્યમાં લાવવામાં આવે તો તે દૂર્ભાગ્યપૂર્ણ હશે. કેમ કે અન્ય ઇન્ડસ્ટ્રીઝની તુલનામાં ભારતના દૂધ ઉત્પાદકો પર ડેરી સેકટર સાથે સંકળાયેલી નીતિઓની સીધી અસર થાય છે.
 
 
ભારતમાં અનેક મામલાઓમાં દૂધ ઉત્પાદનની પ્રકૃતિ પણ અનોખી છે. આ જમીન વિહોણા શ્રમિકો માટે સૌથી વધુ રકમ અને સૌથી સારો રોજગાર આપનારું સેકટર છે. દૂધથી ગ્રામિણ પરિવારોની કુલ આવકનો એક તૃતીયાંશ હિસ્સો આવે છે. જ્યારે જમીન વિહોણા મામલાઓમાં ડેરીનું યોગદાન તેમની કુલ આવકથી લગભગ અર્ધુ છે. ગ્રામિણ પરિવારનોની સંખ્યા 6.8 કરોડ હોવાનું અનુમાન છે. તેમાંથી ત્રણ ચતુર્થાંશ જમીન વિહોણા, સીમાંત અથવા ફરી નાના ખેડૂત છે અને આ દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલા છે.
 
ગ્રામિણ ભારતમાં દૂધથી લોકોને ખાદ્ય સુરક્ષા જ નહી પોષણ સુરક્ષા પણ મળે છે. જો કોઇ ખેડૂતની પાસે દૂધ દેનારી એક ગાય કે ભેંસ પણ છે તો તે આત્મહત્યા નહી કરે. કેમ કે દૂધ તેના માટે રોજની આવક અને તેના પરિવાર માટે ખાદ્ય સુરક્ષા ઉપલબ્ધ કરાવે છે. ડેરી સેકટરથી આવનારી ગ્રામિણ આવકના વિતરણમાં અંતર ઘણુ ઓછુ છે. સ્પષ્ટ છે કે દૂધથી સ્ત્રોતની માલિકીથી મોટા ભાગની ગ્રામિણ આબાદી જોડાયેલી છે. આ સેકટરથી આવનારી આવકથી મોટા ભાગની આવકથી મોટા વર્ગને લાભ થાય છે. તેનાથી એ પણ સ્પષ્ટ છે કે આ સેકટરની પ્રગતિથી ગ્રામિણ અર્થવ્યવસ્થાનો વધુ સંતુલિત વિકાસ સંભવ થશે.  
 
દૂધ કૃષિ પર આધારિત એક માત્ર એવી પ્રોડક્ટ છે જેનું મૂલ્ય સૌથી વધુ છે. તેની વેલ્યુ ઘણુ અને ચોખા બન્નેના મૂલ્ય કરતા વધુ છે. પાછલા 25 વર્ષો દરમિયાન દૂધના ઉત્પાદનમાં વાર્ષિક 4-4.5 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. કૃષિથી આવનારી કુલ આવકમાં પશુપાલકોનુ યોગદાન 28-30 ટકા છે.
 
દૂધ ખાસ કરીને શાકાહારીઓ માટે પ્રોટીનનો સૌથી મોટો સ્ત્રોત છે. લોકોની પોષણ સંબંધી જરૂરિયાતોની દ્રષ્ટિએ દૂધ ઘણુ જરૂરી છે. બાળકો પોતાના પોષણ માટે મોટે ભાગે દૂધ પર નિર્ભર હોય છે. સ્પષ્ટ છે કે દૂધના વધુ ઉત્પાદનથી ખેડૂતોની સાથે બાકી લોકોનું આરોગ્ય પણ વધુ સારુ થશે. દૂધ અને દૂધથી બનેલી પ્રોડક્ટ્સની ઊંચી કિંમતોનું વહન કરવું સમાજના ગરીબ વર્ગમાંથી આવનારા લોકો માટે મુશ્કેલ હશે.
 
દૂધ ઘણુ જલ્દી ખરાબ થાય છે. તેથી પ્રોસેસિંગ અને કન્વર્ઝન રકરીને તેને લાંબા સમય સુધી ચાલનારી પ્રોડક્ટ્સમાં બદલવું લક્ઝરી ન કહેવાય પરંતુ જરૂરત છે. મિલ્ક પાવડર, બટર, ઘી, પનીર જેવી દૂધની પ્રોડક્ટો આયુષ્યમાં વધારો કરે છે અને આવુ નહી કરવાની દૂધ ખરાબ થઇ જાય છે. જોકે મિલ્ક પ્રોસેસિંગ અને ડેરી પ્રોડક્ટ્સના ઉત્પાદન માટે પ્લાન્ટના નિર્માણમાં ઘણા વધુ ખર્ચ થઇ જાય છે. તેવી રીતે ડેરી પ્રોડક્ટ્સની યોગ્ય સંભાળ માટે અત્યંત વિશ્વસનીય અને મજબૂત કોલ્ડ ચેઇનની જરૂર હોય છે. તેથી આ પ્રોડક્ટોનું વેચાણ અને વિતરણના નેટવર્ક પર પણ વધુ મૂડી લાગે છે.
 
આ ફેક્ટર્સ પર વિચાર કરતા કૃષિ ઉત્પાદનોની જેમ મિલ્ક પ્રોડક્ટ પણ આબકારી જકાત, વેચાણવેરો અને આવા અન્ય ટેક્સમાંથી મુક્ત કરવાનું કદમ યોગ્ય ગણાશે. સરકાર જો આવું કરે છે તો તેની ગંભીર અસર ઇન્ડિયન ડેરી ઇડસ્ટ્રીની વૃદ્ધિ પર હશે.  
 
વર્તમાન કર વ્યવસ્થા અનુસાર કાચુ દૂધ, પેશ્ચ્યુરાઇઝ્ડ પેકેજ્ડ દૂધ, દહી, છાસ, લસ્સી અને તેના વેરિયાંટ જેવી ફ્રેશ ડેરી પ્રોડક્ટ્સ પર કોઇ ટેક્સ લાગતો નથી. ફક્ત કેટલાક રાજ્યોમાં સ્ટરિલાઇઝ્ડ, સ્વીટેન્ડ-ફ્લેવર્ડ મિલ્કને છોડીને દરેક ડેરી પ્રોડક્ટ્સ પર આબકારી જકાત લાગે છે. ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનને છોડીને દેશભરમાં ઘી પર લાગેલી મંડી ફીને પણ ખત્મ કરી દેવામાં આવે છે. આ બન્ને રાજ્યોમાં પણ તેને ઓછી કરીને ફક્ત બે ટકા કરવામાં આવી છે. મિલ્ક પાવડર પર વેટ2-5 ટકા, ચક્કા (શ્રીખંડ માટે જરૂરી માલ), ટેબી બટર, ક્રીમ, કાર્ટૂનમાં પેક્ડ યૂએસટી દૂધ પાંચ ટકા છે.
 
જીએસટી- વેટ એક્સાઇઝ ડ્યૂટી, એન્ટ્રી ટેક્સ, મંડી ફી, સેસ વગેરેને બદલે એક માત્ર ટેક્સનું રૂપ લેવા જઇ રહી છે. અસ્પષ્ટ અહેવાલો અનુસાર મિનીમમ જેસટી રેટ 18 ટકા સૂચિત છે. કેન્દ્ર સરકારે દરેક પ્રકારના ટેક્સ પર વિચાર કરતા તે નક્કી કર્યો છે. ડેરી ઇન્ડસ્ટ્રીને જો કૃષિનો દરજ્જો અને ડેરી પ્રોડક્ટ્સને પ્રોસેસ્ડ ફૂડને બદલે કૃષિ પેદાશોનો દરજ્જો આપવામાં આવે તો આ સેકટરને ઘણો લાભકારક સાબિત થશે.
 
ઊંચી જીએસટી રેટ જો લાગુ પડે તો તેની દૂધ બનાવટો પર સીધી અસર થેસ. ડેરી કદાચ એક માત્ર ઇન્ડસ્ટ્રી છે જ્યાં કન્ઝ્યુમર પાસેથી લેવામાં આવનારી કિંમતનો લગભગ 70 ટકા હિસ્સો દૂધ બનાવટને આપવામાં આવે છે. ભારતની કોઇ પણ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી ખેડૂતોની આ પ્રકારની ઊંચી આશાઓ પર ખરા ઉતરવામાં સક્ષમ નથી. વાસ્તવમાં મોટા ભાગના એવા દેશો કે જ્યાં ડેરી ઇન્ડસ્ટ્રી ડેવલપ છે, ત્યાં કન્ઝ્યુમર દ્વારા ચૂકવવામાં આવતી રકમના 35 ટકાથી વધુ રકમ દૂધ ઉત્પાદકોને આપવામા આવતી નથી. તેથી આશંકા છે જીએસટી દર ઊંચી હોવાથી દૂધ ઉત્પાદકોને મળનારી દૂધની કિંમતો ઓછી થઇ શકે છે.
 
જીએસટીનો દર ઊંચો હોવાના કારણે ડેરી પ્રોડક્ટસની કિંમતો પણ વધુ હોઇ શકે છે. આવી સ્થિતિમાં ઉપભોક્તા પ્રોસેસ્ડ ડેરી ફૂડ્ઝની સાથે જ દૂધની ખપત ઓછી કરવા માટે અંતરાયરૂપ બની શકે છે. એવામાં જો કન્ઝ્યુમર પરંપરાગત વેન્ડરની તરફ નજર કરીએ સંગઠિત ડેરી સેકટર કે જે સતત વેન્ડર્સ માર્કેટ્સ પર કબજો કરતુ આવ્યું છે તેનો આકાર અને પહોંચ ઓછી થઇ જશે. તેનાથી કોઓપરેટિવ્સ સહિત સંગઠિત ડેરી સેકટરના વિસ્તાર અને રોકાણને અસર થશે.
 
સાપષ્ટ રીતે જીએસચટીના ઊંચા દર દૂધ ઉત્પાદકોને દૂધને બદલે મળનારી રકમને ઓછી કરી દેશે. આ સંજોગોમાં દૂધ ઉત્પાદકો માટે ગાયો અને ભેંસોનું સંચાલન મુશ્કેલ થઇ જશે. દૂધ ઉત્પાદન વધારવા માટે પશુપાલકોની ખરીદીમાં રોકાણથી તેઓ અચકાશે. આ સંજોગોમા ડેરી ઉદ્યોગને જીએસટીના પરિપ્રેક્ષ્યમાં લાવવાના મામલામાં થોડુ નરમ વલણ અપનાવવું જરૂરી છે. સરકારને અહીં ખેડૂતોના હિત સાથે સંકળાયેલી નીતિ અપનાવવી જોઇએ.
 
સરકારને પણ દરેક પ્રકારના લિક્વિડ મિલ્ક, સ્ટરિલાઇઝ્ડ મિલ્કસ, છાસ, લસ્સી, શ્રીખંડ, પનીર વગેરે પર જીએસટી લગાવવી જોઇએ નહી. તેના બદલે દરેક ડેરી પ્રોડક્ટ્સ પર ચાર ટકા જીએસટી લગાવવા માટે એક અલગ કેટેગરી બનાવવી જોઇએ. ડેરીથી ટેક્સના રૂપમાં આવનીરી ઓછી રકમને નુકસાન નહી ગણીને એક પ્રકારનું રોકાણ માનવું જોઇએ. કેમ કે તેનાથી દૂધ ઉત્પાદન વધવાની સાથે જ રાષ્ટ્રીય ખાદ્ય અને પોષણ સંબંધી સુરક્ષા સુનિશ્ચિત થવાની સાથે જ ગ્રામિણ ખુશહાલી પણ વધશે.
 
ડૉ. આર. એસ. ખન્ના ઇન્ટરનેશનલ ડેરી કન્સલટન્ટ છે. 
(Tax Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: the dairy sector has direct implication on the milk producers in India
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.