• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »Economy» Gold Bull Wave And Yen Dollar Strengthens

સોનામાં તેજીનો ચમકારો: યેન-રૂપિયો મજબૂત

સોનામાં તેજીનો ચમકારો: યેન-રૂપિયો મજબૂત
બેન્ક ઓફ જાપાને મંદીને રોકવાના  મરણીયા પ્રયાસરૂપે સ્ટીમ્યુલસ આપ્યુ છે પણ આ પગલું બુમરેંગ થયું છે. યેન ઉછળ્યો છે, શેરબજાર ફ્લેટ છે. બેન્ક ઓફ જાપાનની બેલેન્શીટ જીડીપીના 86 ટકા થઇ ગઇ છે. બેન્ક ઓફ જાપાને સેન્સિબલ બેન્કિંગની તમામ મર્યાદા તોડી નાખી છે અને મહામંદીમાં સપડાયેલા અર્થતંત્રની કરન્સી તૂટવાને બદલે વધે એ વાત સૂચવે છે કે નાણાનીતિ અંગે હવે બેન્કરોએ હાથ ખંખેરી નાખ્યા છે.
 
અમેરિકામાં ફેડે વ્યાજદર વધારો નથી કર્યો અને ઇકોનોમિ અંગે થોડી સાનુકુળ વાતો કરી છે પણ બજાર હવે ફેડની વાતો પર ભરોસો કરનું નથી. શુક્રવારે જીડીપીના આંકડા ધાર્યા કરતા ઘણા નબળા આવ્યા છે. 2.6 ટકાની આગાહી સામે 1.2 ટકા આવ્યા છે. હવે બજારની નજર શુક્રવારના ડોબ ડેટા પર છે. જોબડેટા અને જીડીપીના આંકડા વચ્ચે સાતત્ય નથી. ડેટા મેનેજ થઇ રહ્યો હોય તેવું લાગ્યા જ કરે છે. વૈભવી મિલકતોના ભાવ અમેરિકામાં ચાર-પાંચ ગણા વધી ગયા છે આ તો કેવી મંદી ??

બજારની વાત કરીએ તો સોનું અને યેન એશિયાના બે પરંપરાગત સેફ હેવન ધીમે-ધીમે મજબૂત થઇ રહ્યાં છે. સોનું આગાહી ન થઇ શકે એવી એક ખાસ કરીને અલ્ગો ટ્રેડિંગ-માત્ર કોમ્ય્યુટર જ રમી શકે તેવી કોમોડિટી બની ચૂકી છે. સોનામાં લોજીકલ ટ્રેડિંગ ધ્યાન કાઢીને રૂખથી રમનારનો યુગ આથમી ગયો છે. સોનામાં પેસીવ ઇન્વેસ્ટર બજારની રેન્ડમનેસથી વિચલીત થયા વીના પોતાનું રોકાણ જાળવી રાખનાર આગળ જતા ફાયદામાં રહેશે. સોના-ચાંદી હવે આફત સામેનો વીમો. વેલ્થ પ્રોટેક્શન અને સ્ટોર ઓફ વેલ્યુ અને ત્રીજો રોલ વૈકલ્પિક કરન્સી-મોનિટરી એસેટ. આમ ત્રિવિધ રોલ ભજવી રહ્યું છે. જ્યારે પણ બોન્ડ બજાર તૂટશે ત્યારે સોનાના ઇન્વેસ્ટરોને જેકપોટ લાગશે. સોનામાં પાંચ વરસથી કોન્સોલિડેશન ચાલે છે સોનું 1440 ડોલર વટાવે એ પછી તેજીનું મોમેન્ટમ વેગ પકડવાની સંભાવના છે.

ચાંદીમાં ભાવ 46000-48000ની રેન્જમાં અથડાય છે. ચાંદી 19.73 ડોલર નીચે વિક્લી બંધ આવે તો તેજી કમજોર પડશે. ચાંદી 20.80 ઉપર વિક્લી બંધ આવે તો આગળ જતા 24.40 ડોલરની સંભાવના નકારાઇ નહિં. હાલ પુરતું ચાંદીમાં ધ્યાન ક્લિયર નથી. સોનામાં ઓપર ઇન્ટરેસ્ટ 5.50 લાખ લોટ છે. હવે સોનામાં મોટું કરેક્શન આવે તો ખરીદીની તક સમજવી સોનામાં પાછલા 15 વર્ષથી એક વાત રિપીટ થાય છે. મંદીવાળા 10 વાર કમાય છે પણ એકવાર ઉંધતા ઝડપાય જ છે.
 
ઇન્વેસ્ટરને સોનું કોઇ દિવસ નિરાશ કરતું નથી. જેની પાસે માર્જિનના પુરતા પૈસા છે એની માટે તેજીનો વેપાર હોય તો 5000 ઘટીને ફરી 7000 વધે છે. સરવાળે તેજીવાળાને મારતું નથી. સોનામાં મોટા ફંડો, મોટી બેન્કો, વિકસીત દેશોની સરકારોને મંદી કરવી છે. સોનામાં તેજી થાય તો શેરબજાર અને બોન્ડ તૂટી જાય. ડોલરનો ભાવ કોઇ ન પૂછે, યુરો છિન્નભિન્ન થઇ જાય એટલે બેન્કરો-ફેડની મીલીભગતથી જ સોનાની તેજી અટકી છે. સાવ સાદુ લોજીક છે.

બેઝ મેટલમાં બજાર કટપીસ છે. કોપર બજાર જોબર શોર્ટટર્મ ટ્રેડર્સ માટે સારી છે. બેઉ બાજુ વધઘટ છે. ઉછાળે વેચનારને બદલા મળે છે. સરવાળે મંદીવાળા ફાયદામાં રહે છે. લીડ અને એલ્યુમિનિયમમાં પણ બદલા સારા મળે છે. ઝિંકમાં આ વરસે પણ સટ્ટો પકડાયો છે. બદલા શોર્ટ છે જોકે ઝિંક, એલ્યુમિનિયમ અને લીડમાં 11 વરસથી મંદી છે. ઝિંક 11 વરસથી 105-150, લીડ 100-135, એલ્યુમિનિયમ 100-125ની એવરેજ રેન્જમાં છે. એલ્યુમિનિયમમાં એવરેજ વ્યાજ બદલો 1 લોટ દીઠ 7500 પ્રતિ વર્ષ મળે છે. પ્રોફેશનલ શોર્ટ સાઇડ ટ્રેડર્સ માટે એલ્યુમિનિયમ લો રિસ્ક પણ નફાકારક કોમોડિટી છે. નિકલમાં હજુ સટ્ટો કમજોર નથી. વેચાણવાળા નીકળી જાય પછી ઝિંક તૂટશે. જ્યારે ઝિંકનો બદલો 1 રૂપિયો થઇ જાય ત્યારે નબળાઇ આવે.
 
ક્રૂડ ઓઇલમાં મંદી પગરણ છે, ચીન ડિઝલની જોરદાર નિકાસો કરી રહ્યું છે. મીડલ ઇસ્ટમાં સાઉદી અરેબિયા અને યુરોપમાં રશિયા આક્રમક રીતે માલ વેચી રહ્યાં છે. નેચરલ ગેસ, સોલાર પાવર, વિન્ડ પાવર જેવા ઇકોફ્રેન્ડલી, ઉર્જાસ્ત્રોતને કારણે પૂરવઠાની તુલનાએ માગ ઓછી છે.

એગ્રી કોમોડિટીમાં કપાસિયાખોળમાં તોફાની વધઘટ છે. રૂ બજારમાં કામચલાઉ વિરામ છે રૂ બજારમાં મીલરો મંદી કરવા બેબાકળા બન્યા છે. અને જિનરો તેજી કરવા મરણીયા થયા છે, આમ જોરદાર લડાઇ છે. વિશ્વભરમાં રૂમાં તેજી છે. પાછલા છ માસમાં ચીનમાં રૂમાં 50 ટકાની તેજી થઇ, ન્યૂયોર્કમાં 40 ટકાની તેજી થઇ અને ભારતમાં રૂમાં 30 ટકાની તેજી થઇ વેપારી મહાજનોએ ચીન પાસે જંગી સ્ટોક છે અને ભારતનો પાક 360-380 છે એવા બોગસ આંકડા આપી બજારને ગુમરાહ કર્યું છે. તેજીને રૂંધી નાખી, હવે દબાવેલી સ્પ્રિંગ છટકી ગઇ છે. મહાજનોના બોગસ આંકડા માનનાર નવી સિઝનમાં પસ્તાશે. સીસીઆઇ અને પ્રાઇવેટ જિનરોના અંદાજ સવા કરોડ માલ એક વરસમાં ખવાઇ ગયો છે !! જૂનો-નવો કપાસ ગણનારા ભલે ગણ્યા કરતા.

કરીયાણામાં જીરૂ હોટ કોમોડિટી છે. તેજીવાળા ખાસ કરીને રિટેલ પંટરો રાજાપાઠમાં આવી ગયા છે. જીરૂમાં પાલાખાધ છે, મોટી તેજી થવાની હોય તો પણ તેજીનો શોરબકોર કરીને સેબીને પડકારીને જીરૂના તેજીવાળા કદાચ થાપ ન ખાય જાય.
(લેખક : પેરાડિમ કોમોડિટીના સીઇઓ છે)
(Economy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gold bull wave and yen dollar strengthens
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.