• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »Market» Garment Industry Sector 95 Percent Going To Unorganised Digital Payment

ગાર્મેન્ટ સેક્ટર 95% અનઓર્ગેનાઇઝ્ડ ડિજિટલમાં પાપા પગલી ભરતો ઉદ્યોગ

ગાર્મેન્ટ સેક્ટર 95% અનઓર્ગેનાઇઝ્ડ ડિજિટલમાં પાપા પગલી ભરતો ઉદ્યોગ
ડિમોનેટાઝેશન બાદ હવે સરકાર ડિજિટલ મનીને પ્રાધાન્ય આપી રહ્યો છે અને તમામ વર્ગને ડિજિટલ મોડ તરફ લઇ જવા દબાણ સર્જે છે તે આ સેક્ટર માટે આફત બની ચૂક્યું છે. જેની પાછળનું મુખ્ય કારણ ટેક્સટાઇલ-ગાર્મેન્ટ સેક્ટર સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા લોકો માટે મુસિબત સર્જાઇ છે. આ સેક્ટર 95 ટકા અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટર છે અને જેમાં 90 ટકાથી વધુના વેપારો રોકડ સ્વરૂપે થઇ રહ્યાં છે. જે હવે એકાએક ડિજિટલમાં તબદીલ કરવું કપરું છે.
 
એક કહેવત  યાદ આવે છે કે શિયાળને લુચ્ચું પ્રાણી ગણાય છે પરંતુ બગલા પાસે તે પણ થાપ ખાઇ જાય છે કેમકે બન્નેએ એકબીજાના ઘરે મિજબાનીનું આમંત્રણ આપ્યું ત્યારે બન્નએ એક બીજાને છતર્યા હતા. શિયાળને બગલાએ કુંજામાં શિયાળને ખીર પીરસી અને મિજબાની માણવા કહ્યું પરંતુ શિયાળ વિલા મોઢે પાછુ ફર્યું... તેવો જ ઘાટ નોટબંધી પાછળ સંભળાઇ રહ્યો છે. નોટબંધીનો ઉદ્દેશ કાળા નાણાંને બહાર લાવવાનો હતો પરંતુ તે સિધ્ધ ન થતા ફરજીયાત પણે ડિજિટલ મોડનો ઉપયોગ કરવા અનેક આકર્ષક ઓફરો રજૂ કરાઇ રહી છે...પરંતુ આ ઓફર કેટલા લોકો માટે છે...મીઠાઇ તો તમામને ખાવી છે પરંતુ યોગ્ય સ્વરૂપે જો વહેંચણી થાય તો તમામને લાભ મળી શકે.
 
અહીં હબ એવા સુરત, લુધિયાણા, અમદાવાદ, મુંબઇ, દિલ્હી અને કલકત્તામાં તો 90-95 કારણે આ તમામ શહેરોનો વેપાર 60-70 ટકા તૂટી ગયો છે. મહત્વની વાત તો એ છે કે આ સેક્ટર સાથે જોડાયેલા રોજમદારોના નથી કોઇ બેન્કમાં એકાઉન્ટ ત્યારે હવે તેને ડિજિટલથી પણ પેમેન્ટ કરવું હોય તો ક્યાં કરવું ? દૈનિક વેતન ન મળવાના કારણે નાના રોજમદારો રોજગારી છોડી રહ્યાં છે. રહી વાત માત્ર 5 ટકા ઓર્ગેનાઇઝ્ડ સેક્ટરની તો તેઓ એક માત્ર ડિજિટલનો ઉપયોગ કરે છે પરંતુ સુકા પાછળ લીલું બળે તેવો ઘાટ વેપારમાં પડ્યો છે.
 
વિવિધ વીવિંગ પ્રોડક્ટની પ્રાઇસ
 
30 કાર્ડેડરૂ.180-185
40 કાર્ડેડરૂ.200-205
30 કોર્મરૂ. 203-208
40 કોર્મ વીવિંગરૂ.215-220
10 નંબર ઓઇરૂ.115-120
16 નંબરરૂ.125-130
20 નંબરના રૂ.137-142
30 કાર્ડેડ નિટિંગરૂ.175-180
32 નિટિંગ(નિકાસ)રૂ.185-190
 
વિવિંગ-પ્રોસેસિંગમાં ઉત્પાદન કાપ, નબળી માગે યાર્ન મક્કમ
 
નોટબંધીની અસર હજુ વિવિંગ તથા પ્રોસેસીંગ હાઉસોને નડી રહી છે. અત્યારે વિવિંગ તથા પ્રોસેસીંગમાં 50 ટકાથી વધુ ઉત્પાદનની કામગીરી અટકી છે. ઉત્પાદન કાપ અને ફેબ્રિક તથા ગ્રેમાં પણ નિરૂત્સાહી ટ્રેન્ડ રહ્યો હોવા છતાં યાર્ન માર્કેટમાં ભાવ સપાટી મક્કમ રહી છે. યાર્નમાં ભાવ ઘટાડો ન થવાનું મુખ્ય કારણ કાચા માલની અછત અને ઉંચા ભાવ છે. ફેબ્રિકમાં વેપારો વધુ ઘટે તો પણ યાર્નમાં હાલના તબક્કે ભાવ ઘટાડાની શક્યતા નથી. ઉલટું રૂ મજબૂત બને તો યાર્ન ઉંચકાઇ શકે.
 
કાચા માલની પળોજણમાં સેક્ટરને પારાવાર મુશ્કેલી
 
ટેક્સટાઇલ તથા ગાર્મેન્ટ સેક્ટર માટે નોટબંધીની અસર ઉપરાંત અત્યારે કાચામાલની સૌથી મોટી મુસિબત સર્જાઇ છે. ગ્રે માર્કેટમાં નીચા ભાવની સામે યાર્ન ઉત્પાદકો તેમજ વિવિંગ-પ્રોસેસિંગ હાઉસોને ઉત્પાદક પડતર ઉંચી આવી રહી છે જેના કારણે વેપારો અટવાઇ પડ્યાં છે. દૈનિક ધોરણે કાચોમાલ સિઝન છતાં મોંધો બની રહ્યો છે સામે રિટેલ-હોલસેલ તથા નિકાસમાં વેપારો સાવ ઠંડા છે.છતાં રૂમાં ભાવ સપાટી ઉંચી ક્વોટ થઇ રહી છે જેની સામે યાર્ન-ગ્રે માર્કેટમાં ભાવ વધતા નથી. ઉત્પાદન પડતરના અભાવે ઉત્પાદકો અત્યારે 50-60 ટકા ઉત્પાદન કાપ કરી દીધું છે. જો આવી સ્થિતિ રહેશે તો ઉત્પાદકોને શટડાઉન કરવાનો સમય આવશે તે નક્કી છે. રોકડની અછતના કારણે અત્યારે વેપાર કરવાનો ઉત્સાહ નથી. આ સેક્ટરમાં 80-85 ટકા વેપાર રોકડ સ્વરૂપે થઇ રહ્યાં છે ત્યારે આ સેક્ટરમાં ડિજિટલની શરૂઆત થતા હજુ લાંબો સમય લાગશે. ડિમોનેટાઇઝેશન અને વૈશ્વિક માગ ઘટવાના કારણે આ સેક્ટર હજુ આગામી એકાદ-બે વર્ષ સુધી મંદીની માયાજાળમાં ફસાયેલો રહે તેવી પરિસ્થિતી સર્જાઇ છે. રોકડના અભાવે હોલસેલ વેપારો તો ઠીક પરંતુ રિટેલ વેપારો પણ છેલ્લા દોઢ માસમાં 50-60 ટકા જેટલા ઘટી ગયા છે. 
(Market Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Garment industry sector 95 Percent Going to Unorganised Digital Payment
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.