• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »SME» Future Promising Textile Companies In The SME Sector By Mahavir Lunavat

SME ક્ષેત્રમાં ટેક્સટાઈલ કંપનીઓનું આશાસ્પદ ભવિષ્ય

SME ક્ષેત્રમાં ટેક્સટાઈલ કંપનીઓનું આશાસ્પદ ભવિષ્ય
(તસવીર પ્રતિકાત્મક)

ભારતમાં ટેક્સટાઈલ ઉદ્યોગ ભારતીય અર્થવ્યવસ્થામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ભારતે ટેક્સટાઈલ્સની સૌથી વિશાળ નિકાસકાર તરીકે ચીન પછી દ્વિતીય સ્થાન જમાવી દીધું છે. ટેક્સટાઈલ ઉદ્યોગ શ્રમ સઘન ગણવામાં આવે છે અને આશરે 40 મિલિયન પ્રત્યક્ષ અને 60 મિલિયન અપ્રત્યક્ષ શ્રમિકોને રોજગાર આપીને રોજગારી આપનાર સૌથી વિશાળ ઉદ્યોગમાંથી એક છે. આમાંથી એ ક્ષેત્રમાં એકલી એસએમઈએ 35 મિલિયન લોકોને રોજગાર આપ્યો હોઈ તેની આંતરિક ખેલાડી છે. નાણાકીય વર્ષ 2015-16 દરમિયાન ભારતની એકંદર ટેક્સટાઈલ નિકાસ 40 અબજ ડોલર રહી હતી, જે ભારતની જીડીપીમાં 5 ટકાનું યોગદાન આપે છે અને એકંદર આઈઆઈપીમાં 14 ટકા યોગદાન આપે છે. ટેક્સટાઈલ અને એપરલ ઉદ્યોગ વ્યાપક રીતે બે વર્ગોમાં વહેંચાયેલો છેસ, જેમાં યાર્ન અને ફાઈબર તેમ જ પ્રોસેસ્ડ ફેબ્રિક્સ અને એપરલનો સમાવેશ થાય છે. ભારત ટેક્સટાઈલ ફાઈબર્સ અને યાર્ન્સના વૈશ્વિક નિર્માણમાં 14 ટકા હિસ્સો ધરાવે છે (જ્યુટનો સૌથી વિશાળ ઉત્પાદક, સિલ્ક અને કોટનનો દ્વિતીય સૌથી વિશાળ ઉત્પાદક અને સેલ્યુલોસિક ફાઈબરનો તૃતીય સૌથી વિશાળ ઉત્પાદક. ભારતીય ટેક્સટાઈલ ઉદ્યોગ અત્યંત વૈવિધ્યપૂર્ણ છે, જેમાં ક્ષિતિજના એક છેડે હેન્ડ- સ્પન અને હેન્ડ- વોવન ટેક્સટાઈલ્સ ક્ષેત્રો છે, જ્યારે બીજા છેડે મૂડી સઘન અત્યાધુનિક મિલ્સ ક્ષેત્ર છે. વિકેન્દ્રિત પાવલૂમો / હોઝિયરી અને નિટિંગ ક્ષેત્ર ટેક્સટાઈલ્સ ક્ષેત્રનું સૌથી વિશાળ ઘટક રચે છે.
 
ભારતમાં ઘરઆંગણાનો ટેક્સટાઈલ અને એપરલ ઉદ્યોગ 2014માં 67 અબજ ડોલરથી 2021 સુધી 141 અબજ ડોલર સુધી પહોંચવાની ધારણા છે. સંગઠિત રિટેઈલની વધતી પહોંચ, તરફેણકારી જનસંખ્યા અને વધતી આવકનો સ્તર ટેક્સટાઈલ્સ માટે માગણી પ્રેરિત કરવાની શક્યતા છે. ટેક્સટાઈલ અને એપરલની ભારતમાંથી નિકાસ 2021 સુધી 82 અબજ ડોલર સુધી વધવાની ધારણા છે. રેડીમેડ ગારમેન્ટ્સ ભારતમાંથી થતી કુલ ટેક્સટાઈલ અને એપરલની નિકાસમાં સૌથી વિશાળ યોગદાનકર્તા છે, જેનું કુલ ટેક્સટાઈલ અને એપરલ નિકાસ 40 ટકા યોગદાન છે. કોટન અને માનવસર્જિત ટેક્સટાઈલ્સ અનુક્રમે 31 ટકા અને 16 ટકાના હિસ્સા સાથે અન્ય સૌથી વિશાળ યોગદાનકર્તા છે. આ ક્ષેત્ર નાણાકીય વર્ષ 2023 સુધી 226 અબજ ડોલરે પહોંચવાની ધારણા છે. શહેરીકરણ ફેશન અને પ્રવાહોમાં પરિવર્તનને લીધે ઉચ્ચ વૃદ્ધિને ટેકો આપવાની ધારણા છે.

સિલ્કના ઉત્પાદનમાં ખાનગી ક્ષેત્રનો સહભાગ પણ હવે શરૂ કરાયો છે. સેન્ટ્રલ સિલ્ક બોર્ડે કાચા સિલ્કના ઉત્પાદન માટે લક્ષ્યો સ્થાપિત કર્યાં છે અને ખેડૂતો તથા ખાનગી ખેલાડીઓને સિલ્કનું ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન આપી રહ્યું છે. ટેક્સટાઈલ ઉદ્યોગ માટે મલ્ટી- બ્રાન્ડ રિટેઈલમાં એફડીઆઈ લિમિટેડમાં પ્રસ્તાવિત વધારો વધુ ખેલાડીઓને લાવશે, જેને લીધે ગ્રાહકોને વધુ વિકલ્પો મળશે. તે ખેતી ઉત્પાદનોથી આખરી ઉત્પાદિત માલો સુધીની સંપૂર્ણ મૂલ્ય શૃંખલામાં વધુ રોકાણો પણ લાવશે. વૈશ્વિક રિટેઈલ બ્રાન્ડ્સ ઘરઆંગણામાં પકડ બાબતે નિશ્ચિંત હોવાથી આઉટસોર્સિંગમાં પણ નોંધનીય વધારો થશે.હાલમાં 25થી વધુ ટેક્સટાઈલ કંપનીઓ એસએમઈ મંચ પર લિસ્ટેડ છે અને એકત્રિત મળીને રૂ. 150 કરોડ ઊભા કર્યા છે. ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય મહત્તમ સંખ્યામાં લિસ્ટેડ કંપનીઓ સાથે આગળ છે. 
 
ભારતમાં મુખ્ય ટેક્સટાઈલ્સ અને એપરલ ઝોન્સ
 પ્રદેશ-    ભારતમાં મુખ્ય ટેક્સટાઈલ્સ અને એપરલ ઝોન્સ
 ઉત્તર-    વૂલન કપડાં માટે કાશ્મીર, લુધિયાણા અને પાણીપત.
 પશ્ચિમ-    કોટન માટે અમદાવાદ, મુંબઈ, સુરત, રાજકોટ, ઈન્દોર.
 દક્ષિણ-    હોઝિયરી પ્રોડક્ટો માટે તીરપુર, કોઈમ્બતુર અને મદુરાઈ. 
    સિલ્કનાં કપડાં માટે બેન્ગલોર, મૈસુર અને ચેન્નાઈ.
 પૂર્વ-    જ્યુટ ઉદ્યોગ માટે બિહાર
    વૂલન કપડાં માટે ઉત્તર પ્રદેશ
    કોટન અને જ્યુટ ઉદ્યોગ માટે બંગાળ
(SME Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Future promising textile companies in the SME sector by Mahavir Lunavat
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.