• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »Market» Commodity Markets Are Likely To Become Troublesome For Boolean By Biren Vakil

ફેડ ઇફેક્ટ: બૂલિયન-કોમોડિટી માર્કેટ માટે તોફાની બની રહે તેવી શક્યતાઓ

ફેડ ઇફેક્ટ: બૂલિયન-કોમોડિટી માર્કેટ માટે તોફાની બની રહે તેવી શક્યતાઓ
(તસવીર પ્રતિકાત્મક)
 
ફેડરલ રિઝર્વની આગામી સમયમાં મળી રહેલી વ્યાજદર મુદ્દેની બેઠક પર  કોમોડિટી માર્કેટનું ચિત્ર સ્પષ્ટ થશે. અત્યારની સ્થિતીને ધ્યાનમાં લેતા જેનેટ યેલેન વ્યાજ વધારવા માટે દાવેદર બનશે તે નક્કી છે. વ્યાજ વધારા માટે તમામ ફેક્ટર પોઝિટીવ છે. વ્યાજ વધારો થાય તો તેની સીધી અસર કોમોડિટી, શેરમાર્કેટ પર જોવા મળશે તે નક્કી છે. જોકે, વધારા પૂર્વે જ કોમોડિટી માર્કેટમાં ઉથલ-પાથલ જોવા મળી છે. ફેડના નિર્ણય બાદ પણ બજાર માટે તો માર્ચ પછી એપ્રિલમાં ફ્રાન્સમાં ચુંટણીઓ છે. ત્યાં પણ યુરો વિરોધી નેતા મેરી લી ટેન માટે આશાસ્પદ વલણં છે. ગ્રીસમાં મધસ્તરે ચુંટણીઓ ચાલુ વર્ષે અને સૌથી મોટી ઇવેન્ટ સપ્ટેમ્બરની જર્મન ચુંટણીઓ છે. આમ જોતા તમામ ફેક્ટર માર્કેટને સમયાંતરે બદલાવ લાવશે તે નક્કી છે.
 
બજારની વાત કરીએ તો 15 માર્ચે વ્યાજદરમાં વધારો થાય તેના પર તેજી-મંદીનું ટ્રિગર જોવાશે. અમેરિકામાં જોબ ડેટા વ્યાજદર વધારા માટેનો પોઝિટીવ સંકેત આપી દીધો છે તેને ધ્યાનમાં લેતા વ્યાજમાં વધારો થાય તો સોના-ચાંદી તથા ક્રૂડમાં ઘટાડો આવી શકે તેમ છે. જોકે, વ્યાજદર વધારા પૂર્વે જ માર્કેટ ડિસ્કાઉન્ટ થઇ ચૂક્યું છે. આમ જોતા હવે વધુ ઘટાડાનો વેપાર કરવો પણ જોખમકારક સાબીત થઇ શકે તેમ છે. જો તેનાથી વિપરીત સ્થિતીનું નિર્માણ થાય તો માર્કેટમાં જે ગતીએ આવેલો ઘટાડો સ્પ્રિંગની જેમ ઉંચકાઇ જશે. સોના-ચાંદીની વાત કરીએ તો બજારમાં સારુ કરેક્સન આવ્યું છે. ફેડ બેઠક સુધી બજાર 1180-1200 ડોલર વચ્ચે અથડાય તેવી સંભાવના છે. ચાંદીની રેન્જ 16.50-17.50 ડોલર સેન્ટ રહેવાની ધારણા છે. વ્યાજ વધે તો વૈશ્વિક સોનું નીચામાં 1150 ડોલર જ્યારે ચાંદી 16.25-16.50 ડોલર સુધી નીચામાં આવે તેવી શક્યતા છે. 
 
ઉપરમાં સોનું 1250 અને ચાંદી 17.50-18.50 સુધી આવી શકે. સ્થાનિક બજારમાં સોનાની રેન્જ 28500 થી 29500 છે જ્યારે ચાંદીમાં રેન્જ 38000-42000ની છે. ચાંદીમાં તોફાની વધઘટ સમયાંતરે જોવા મળી રહી છે. ક્રૂડમાં ચાલુ વર્ષે પહેલી વખત 50 ડોલરની નીચે સરકી WTI 48.49 તેમજ બ્રેન્ટ 51.37ડોલર બોલાયું છે. વૈશ્વિક પુરવઠો માગ કરતાં વધુ છે, જ્યારે કરન્સી માર્કેટમાં ડોલર સામે યુરો સતત મજબૂત બની રહ્યો છે. અમેરિકન ઓઇલ પુરવઠામાં વધારો થવાના અહેવાલોથી પણ ઘટાડાને બળ મળ્યું છે.
 
એનર્જી વિભાગના આંકડા મુજબ ગતસપ્તાહ કરતાં ક્રૂડના સપ્લાયમાં 80 લાખ બેરલનો વધારો નોંધાયો છે,જે અંદાજ કરતાં ચાર ગણો વધુ હતો, જે દર્શાવે છે કે ક્રૂડના સ્થાનિક ઉત્પાદનમાં અને સ્ટોકમાં સતત વધારો થઈ રહ્યો છે. ક્રૂડની રેન્જ નીચામાં 46 ડોલર સુધી અને ઉપરમાં 52 ડોલરની અંદાજાઇ રહી છે. એગ્રી કોમોડિટીમાં બે તરફી રેન્જ છે. સપ્તાહના અંતિમ દિવસોમાં માવઠું થતા પાકની ગુણવત્તાને ઠેસ પહોંચશે તેવા અહેવાલે ભાવ મજબૂત બને તેવું અનુમાન છે. ખાસકરીને જીરૂ, ઘઉં તથા ધાણામાં ટ્રેન્ડ મજબૂતીનો જણાઇ રહ્યો છે. જીરૂમાં સારા માલોમાં અછત છે નવા માલોની આવકો વધતા હજુ સમયલાગશે. જીરૂની રેન્જ 17000 થી 18500, ધાણામાં રેન્જ 6550 થી 6750 છે જ્યારે એરંડામાં રેન્જ 4150 થી 4300 સુધીની અંદાજાઇ છે. 
(Market Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Commodity markets are likely to become troublesome for Boolean by Biren vakil
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.