• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »Global» Barack Obama Farewell Possibility With Boom In Crude By Kanu J Dave

શ્રાવણી અને આઝાદી પર્વે ઓઇલ ગ્લટ-ફોરકાસ્ટિંગ કથા

શ્રાવણી અને આઝાદી પર્વે ઓઇલ ગ્લટ-ફોરકાસ્ટિંગ કથા
અમેરિકામાં ઇન્વેન્ટરી વધી ગઇ હોવાના અને સાઉદી અરેબિયામાં વિક્રમી ક્રુડ ઉત્પાદનના કારણે વૈશ્વિક બજારો એક તરફ વધુ પડતા તેલ પુરવઠાની સ્થિતિનું ચિત્ર ઉપસાવી રહ્યા છે ત્યારે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીએ એના માસિક ફોરકાસ્ટમાં જણાવ્યું છે કે 2016ના દ્વિતિયાર્ધમાં ક્રુડ માર્કેટ ધીમે ધીમે ટાઇટ થતું જશે , જોકે આ પ્રોસેસ ધીમી અને દુઃખદાયક હશે કેમ કે એક તરફ વૈશ્વિક માગ વધવાનો દર ધીમો પડી રહ્યો છે તો બીજી તરફ ઓપેક સિવાયના દેશોનો વિશ્વ બજારમાં પુરવઠો વધી રહ્યો છે.2014થી ઓપેક અને નોન-ઓપેક દેશોના વધતા જતા પુરવઠાના કારણે ઓઇલ માર્કેટમાં ગ્લટ (વધુ પડતા પુરવઠા)ની જોવાયેલી સ્થિતિના હવે ઓસરતા પાણી હોવાનો નિર્દેશ આપી આઇએએ નોંધ્યું છે કે આગામી થોડા મહિનાઓમાં ધીમે ધીમે વધુ પડતો ગણાતો પુરવઠો ઘટવા લાગશે. એકને એક બે જેવી વાત છે કે  તેની પોઝીટીવ અસર તેલના ભાવો પર પણ જોવાશે અને બેરલે પ્રવર્તમાન 41 આસપાસ ચાલતો યુએસ લાઇટ ક્રુડનો ભાવ અને 43 આસપાસ રહેતો બ્રેન્ટનો ભાવ પાછો 50 ઉપર નિકળી જવાની સંભાવનાઓ વ્યક્ત થવા લાગી છે.
 
આ સપ્તાહે જ યુએસ એનર્જી ઇન્ફર્મેશન એડમિનીસ્ટ્રેશને જાહેર કરેલ આંકડાઓમાં યુએસ ક્રુડ ઇન્વેન્ટરી 5મી ઓગષ્ટે પૂરા થયેલા  સપ્તાહમાં 11 લાખ બેરલ વધી હતી.એનાલિસ્ટોના 10 લાખ બેરલના વધારાની ધારણા કરતાં પણ વધુ ઇન્વેન્ટરી આવતા ક્રુડના ભાવો ઘટવા લાગ્યા હતા. આમ તો વિશ્વ બજાર વાપરે તેનાથી વધુ તેલ ઉત્પાદન છેલ્લા બે વર્ષથી થઇ રહ્યું છે અને તેના લીધે વૈશ્વિક સ્ટોક પણ વધતો જાય છે અને સાથે સાથે ચીન સહિત અનેક દેશોની વિકાસની ગતિ મંદ પડતા ક્રુડ તેલની માગ પણ ઘટી હોવાતી ભાવો દબાયેલા રહે છે. ઓપેકનું ઉત્પાદન સાઉદી અરેબિયા જે આગેવાન ઉત્પાદક છે તેનું તથા ઇરાક અને ઇરાન જેવા દેશોની તેલની નિકાસો પરની નિર્ભરતાના કારણે તેમના પણ વધેલા ઉત્પાદનની અસરે ગ્લટની સ્થિતિ જોવા મળે છે. ઓપેકની ગણતરી છે કે 2017માં તેના ક્રુડ તેલની સરેરાશ દૈનિક માગ 330.1 લાખ બેરલની હશે. હવે જો ઓપેક તેનું ઉત્પાદન ન ઘટાડે તો રોજના એક લાખ બેરલનો સપ્લાય સરપ્લસ રહે.જોકે સવાલ એ છે કે શું આ રીતે વધુ ઉત્પાદન ચાલુ રાખવાનું ઓપેકને પોષાશે? ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી માને છે કે જેમ જેમ કેલેન્ડર વર્ષ આગળ વધતું જશે તેમ તેમ માગ સુધરવાના કારણે આ વધુ પડતો પુરવઠો ઘટતો જોવાશે.જોકે દુબઇની એક એજન્સીના મતે હમણા તો ભાવ 45થી 40 ડોલર વચ્ચે અથડાતો જોવાશે.
 
 
બે બર્ષથી ચાલતા ઓઇલ ગ્લટના કારણે તેલ ઉત્પાદકો પર થયેલી અસરનો રેલો સ્ટીલથી માંડીને એલેવેટર્સ(લીફ્ટ)નું સામ્રાજ્ય ધરાવતા જર્મનીના મોટા ગ્રુપ  થાઇસનક્રુપની નીચે આવતા તેની જૂન ત્રિમાસિકના રેવન્યુમાં 12 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે તો ઓઇલ ઉત્પાદકો પર નિર્ભર નાનીનાની કંપનીઓ તો શું વિસાતમાં? જૂન 2014માં બેરલે 115 ડોલરના સ્તરે રહેલા ક્રુડતેલના ભાવ જાન્યુઆરી 2016માં ઘટીને 27 ડોલરના તળિયે પહોંચી ગયા હતા.એ લેવલથી 50 ડોલરની સપાટી ક્રોસ કરી પાછા રિએક્ટ થઇ હાલ 40-45ની રેન્જમાં ઘૂમી રહ્યા છે.જૂન માસમાં વિકસિત દેશોની ઓઇલ ઇન્વેન્ટરી 3.093 અબજ બેરલની વિક્રમી સપાટીએ પહોંચી ગઇ હતી.આઇઇએના અંદાજો અનુસાર ઓઇલની વૈશ્વિક માગ 2016માં દૈનિક 14 લાખ બેરલ હતી તે 2017માં ઘટી 12 લાખ બેરલની જ રહેશે.વિશ્વના આગેવાન અર્થતંત્રોમાં જોવાતી માગના ઘટાડાનું આ પરિણામ હોવાનું જણાય છે.બ્રીટને યુરોપીયન સંઘમાંથી બહાર નિકળી જવાનો નિર્ણય જનમત દ્વારા લીધો તે પછી આઇએમ એફે વૈશ્વિક આર્થિક સંયોગોના અંદાજમાં ફેરફાર કર્યા તે પછી આઇએએ પણ પોતાનો ઓઇલની માગનો અંદાજ ગત માસના અહેવાલમાં અપાયેલ અંદાજની સરખામણીએ 1લાખ બેરલ પર ડેના પ્રમાણમાં ઘટાડ્યો હતો.
 
ક્રુડતેલના નીચા ભાવોના કારણે ઊંચું ઉત્પાદન ખર્ચ ધરાવતા અમેરિકા જેવા દેશોને ખર્ચ ઘટાડી ડ્રીલીંગનું વોલ્યુમ ઘટાડવાની ફરજ પડી છે તેના કારણે નોન ઓપેક દેશોનું ઉત્પાદન આ વર્ષે દૈનિક 9 લાખ બેરલ ઘટી ગયું હોવાના અહેવાલો છે.જોકે આગામી વર્ષે આઇએ એ 3 લાખ બેરલ પર ડેના પ્રમાણમાં વધવાનો અંદાજ મુકે છે ઓપેક દેશોના ક્રુડ ઉત્પાદનનો અંદાજ આ એજન્સીએ 2 લાખ બેરલ ઘટાડી 335 લાખ બીપીડીનો મુક્યો છે. જુલાઇમાં ઓપેકનું ઉત્પાદન 333.9 લાખ બેરલ પર ડે હતું તેની સાથે આ અંદાજનો મેળ બેસે છે અને તે વખતે ઓપેકનો પુરવઠો આઠ વર્ષની ટોચે પહોંચી ગયો હતો એ વાતની પણ નોંધ લેવી ઘટે. ઇરાન અને ઇરાકને મોટો ફાયદો થયો હોવાનું અને તેમનું ઉત્પાદન અનુક્રમે 5.60 લાખ બેરલ અને 5 લાખ બેરલ પર ડેના પ્રમાણમાં વધ્યું હોવાનું આઇએએ નોંધ્યું છે.જોકે નાઇજીરીયા અને વેનેઝુએલાએ 2015ની સરખામણીએ આ વર્ષે હમણા સુધીમાં આતંકવાદી હૂમલાઓના કારણે ઉત્પાદનમાં પ્રત્યેકે દોઢ લાખ બીપીડીની  ઉત્પાદન ઘટ જોવી પડી છે.આ પ્રકારના નેગેટીવ કારણોસર નહીં પણ આર્થિક પ્રવૃત્તિને વેગ મળવા જેવા  પોઝીટીવ કારણો પાછળ  ક્રુડતેલના ભાવો તેના ફંડામેન્ટલ્સ મુજબ સુધારે એવી શ્રાવણમાં આઝાદીના પર્વે અને શ્રાવણી પ્રસંગે તથા બળેવ નિમિત્તે પ્રાર્થના!
(Global Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Barack Obama Farewell possibility with Boom in crude by Kanu J Dave
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.