• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »Personal Finance» Bank Rate Is Even Lower Returns Giving Careful Sources By Mahesh Trivedi

બેન્ક રેટથી પણ નીચું રિટર્ન આપતા સોર્સિસથી સાવધાન

બેન્ક રેટથી પણ નીચું રિટર્ન આપતા સોર્સિસથી સાવધાન
(તસવીર પ્રતિકાત્મક)
 
પૈસો જીવનને વધુ સરળ અને આરામદાયક બનાવવા ઉપરાંત આપણી જરૂરિયાતો અને ઇચ્છાઓ પણ સંતોષી શકે છે. પરંતુ પૈસો જીવનના તમામ સુખ આપી શકતો નથી. ઇચ્છા અનુસાર નહિં પરંતુ જરૂરિયાત અનુસાર પૈસો ખર્ચીને તમે કેટલાંક સુખો તો ચોક્કસ ખરીદી શકો છો. જેમકે, લકઝુરિયસ ચીજ-વસ્તુઓ ખરીદવાના બદલે પરીવાર સાથે વેકેશન માણવા જવું, ચેરિટી પ્રવૃત્તિ, પૈસા ખર્ચીને બિનજરૂરી પ્રવૃત્તિમાંથી મુક્તિ મેળવીને બાળકો, પરીવાર સમાજ માટે સમય ફાળવવો. આરોગ્ય, સ્કીલ ડેવલોપમેન્ટ સંગીત, કળા, સાંસ્કૃતિક પ્રવૃત્તિ પાછળ ખર્ચ કરવો..વગેરે...
 
કોઇપણ ફિલ્ડમાં માત્ર પુસ્તકીયું કે પોપટીયું જ્ઞાન ક્યારેય કામમાં આવતું નથી. મૂડીરોકાણ અને સટ્ટામાં સૌથી મહત્વનો નિયમ એ છે કે યોગ્ય સમયે યોગ્ય તક સાધીને લેણ-વેચાણ કરવાની સમજદારી હોય તો તમામ મૂડીરોકાણ સ્રોતમાં કમાણી જ કમાણી છે. બાકી તો... પરસેવાની કમાણી નકલખોરી અને સટ્ટાખોરીમાં સમાણી!સમયાંતરે તમારા મૂડીરોકાણની સ્થિતિ શું છે તે જાણવું એટલુંજ અગત્યનું છે. કોઇપણ મૂડીરોકાણ સ્રોતમાં “કાગળ ઉપર રહેલા નફા કે ખોટનું વાસ્તવિક મૂલ્ય કશું જ નથી”. જ્યાં સુધી તમે તમારૂં મૂડીરોકાણ હળવું કરીને વાસ્તવિક નફો/ખોટ બુક નથી કરતાં ત્યાં સુધી કાગળ ઉપર તેનું મૂલ્ય કરોડોમાં હોય પણ વાસ્તવિક મૂલ્ય કોઇ જ નથી તે જાણ ખાત...?! 

રિટાયરમેન્ટ માટે જરૂરી ફંડ-વય અંગેનો રસપ્રદ સર્વે
 
આરામ અને શાંતિઃ 25 ટકા રોકાણકારો રિટાયરમેન્ટને જિંદગીના નવા પ્રકરણ તરીકે જુએ છે. તેઓ આરામ અને શાંતિ મેળવવા માટે પ્લાનિંગ કરે છે.
નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિઃ25 ટકા રોકાણકારો નિવૃત્તિ વય પછી પણ યોગ્ય મૂડીરોકાણ અને બચત આયોજનના અભાવે આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા રહે છે. વેપાર-ધંધા કે વ્યવસાય સાથે સંકળાયેલા 100માંથી 90 ટકા લોકો વારસદારોને દોરી સંચાર સોંપવામાં ખચકાતા હોય છે તેના કારણે નિવૃત્તિ જોજનો દૂર રહે છે.
 
 વધુ સારું આયોજનઃ માત્ર 10 ટકા રોકાણકારો એવું માને છે કે, તેઓ તેમના માતા-પિતા કરતાં વધુ સારું નિવૃત્ત જીવન વિતાવી શકશે. તે માટે તેઓ પુરતાં પ્રમાણમાં કમાણીમાંથી નિષ્ણાતની સલાહ અનુસાર આયોજન પણ ધરાવે છે. 
 
 બેદરકારીઃ લોકો એવું માને છે કે તેમને પેન્શન ઉપરાંત વધારાની આવક ચાલુ રહેશે માટે આયોજનની કોઇ જરૂર નથી. પરંતુ આકસ્મિક ખર્ચાઓ, બાળકોના ઉચ્ચ શિક્ષણ જેવા મોટા ખર્ચ આવે ત્યારે દોડે છે.
 મૂડીરોકાણના નામે સટ્ટોઃ 75 ટકા રોકાણકારો કરોડપતિ થવાની લ્હાયમાં જ રહે છે. જેના કારણે લાંબાગાળાના બદલે શોર્ટ ટર્મ ટ્રેડિંગના રવાડે ચડીને મૂડીની અને જીવનની ખૂવારી કરતાં હોય છે. વાસ્તવમાં ફાઇનાન્સિયલ પ્લાનિંગ એટલે માત્ર મૂડીરોકાણ જ નથી. તે તમારી રિટાયરમેન્ટ લાઇફની આવક માટેનું આયોજન  હોય છે.
 
 પ્લાનિંગનો અભાવઃ 30 ટકા રોકાણકારોને 35-40 વર્ષની વયે ખ્યાલ આવે છે કે, નિવૃત્તિ આડે હવે ગણતરીના વર્ષો જ બાકી રહ્યા છે અને તેમણે કોઇ આયોજન જ કર્યું નથી.
 
 લોભી વૃત્તિઃ નિવૃત્તિ પછી પણ કરાતી કમાણીમાંથી કેટલો હિસ્સો તમે બીજાના માટે વાપરો છો.....?!!
રિયાટરમેન્ટઃ રિટાયર કે રિ-ટાયરની પ્રવૃત્તિ...
અંત માટેની તૈયારી આરંભથી કરોઃ શરૂઆત કરો ત્યારથી જ નિવૃત્ત થવાનું જ છે એ વાત મનમાં પાક્કી કરીને 50 વર્ષે પહોંચો ત્યારથી ઉપયોગમાં આવે તેવા બચત અને મૂડીરોકાણનું આયોજન કરો. કમાણીમાંથી 10- 25 ટકા રિટાયરમેન્ટ માટે મૂડીરોકાણનો આગ્રહ રાખો.
 
 પંચકી લકડી એક કા બોજઃ આશરે 45 ટકા લોકો ચારથી છ વ્યક્તિના પરીવારમાં રહે છે. આવા કુટુંબમાં કમાનારી વ્યક્તિઓની સંખ્યા ત્રણ કે વધુ હોય તો ખાસ વાંધો આવતો નથી. સંતાનોને કેલિબર અનુસાર ઉચ્ચ શિક્ષણ  આપો. શિક્ષણ 25/50 ટકા રકમ ખાઇ જાય છે.
 જાર કોઠીમાં નાંખતા રહોઃ  જૂના જમાનામાં ખેતરમાંથી અનાજ આવે એટલે તેને એક મોટી કોઠીમાં ભરવામાં આવતું હતું. જેમાં નીચે પડેલું અનાજ પહેલા વપરાતું અને નવું ભરેલું અનાજ છેલ્લે વપરાતું હતું. પરંતુ યુવા વર્ગ બચત/મૂડીરોકાણ પ્લાનિંગથી દૂર થઇ રહ્યો છે.
 
 દેવું પણ કરો અને ઘી પણ પીઓઃજમીન-મકાન, સોના-ચાંદી કે અન્ય એસેટ્સ ગીરો મૂકવાના કે વેચવાના બદલે સરકારી બેન્કમાંથી રિવર્સ મોર્ગેજ લોન જ લો.
 ઘર બાળીને તિરથ ના કરાયઃ નિવૃત્તિની રકમ મને-કમને પણ સંતાનોને ધંધામાં ગયેલી ખોટ ભરપાઇ કરવા માટે, તેમના વિદેશ અભ્યાસ, નવા મકાનની ખરીદીમાં વપરાઇ જાય ત્યારે ગોળો અને ગોફણ બન્ને ખોવાનો વારો આવે છે. આવું ના થાય તે માટે આંશિક મદદ અને બાકીની લોન અપાવવાનો આગ્રહ રાખો.
(Personal Finance Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bank rate is even lower returns giving careful Sources by Mahesh Trivedi
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.